rashifal-2026

Shani Jayanti વિશેષ - રાશિ મુજબ અશુભ ફળોને દૂર કરો

Webdunia
મંગળવાર, 23 મે 2017 (10:15 IST)
જેઠ મહિનાની અમાસ શનિ જયંતિના રૂપમાં ઉજવાય છે. અને  25 મે ના રોજ આ શુભ દિવસ છે. ન્યાય પ્રિય શનિદેવ નિષ્પક્ષ થઈને ન્યાય કરે છે. તેઓ પોતાના ભક્તોને અભયદાન આપનારા દેવતા છે. તેઓ બધા પ્રાણીઓને તેમના કર્મો મુજબ ફળ આપે છે. જેમના પર શનિદેવની કૃપા થાય છે. તેઓ દરેક પ્રકારની સિદ્ધિયો મેળવે છે. તેમના બધા કષ્ટોને શનિદેવ દૂર કરે છે. 
 
જ્યોતિષશાસ્ત્ર મુજબ શનિ નવગ્રહોમાંથી કે બધા ગ્રહોમાં સૌથી વધુ કઠોર અને શક્તિશાળી દેવતા છે. શનિ પક્ષપાત સિવાય પાપીઓને સજા આપે છે અને પુણ્ય કર્મ કરનારાઓને દરેક પ્રકારની સુખ સુવિદ્યા યશ કીર્તિ અને વૈભવ આપે છે. 
 
શનિદેવ જ્યારે પણ કોઈ રાશિ પર આવે છે તો આ દશા સાઢા સાત વર્ષ સુધી રહે છે. જેને સાઢે સાતી કહે છે. તે સમય મુજબ દરેક રાશિ પર અઢી અઢી વર્ષના ત્રણ ચરણોમાં આવે છે. પહેલા ચરણમાં જ્યારે સાઢાસાતી મતલબ શનિનો ઢૈય્યા શરૂ થાય છે તો જાતકને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. કારણ કે આવામા તે જે કાર્ય કરે છે તેમા તેને ખોટ વધુ થાય છે. કઠિન પરિશ્રમ કરીને પણ તેને લાભ નથી મળી શકતો.  
 
શનિના બીજા ચરણ મતલબ અઢી વર્ષ બાદ વ્યક્તિની પારિવારિક સમસ્યાઓ વધી જાય છે અને સંબંધીઓ અને સહયોગીમાં જો પરસ્પર સાંમજસ્ય બનાવી રાખીએ તો કષ્ટ અને મુશ્કેલીઓથી જલ્દી મુક્તિ મળે છે. ક્રોધ કરવા અને વૈર વિરોધ રાખવાથી મુશ્કેલીઓ વધી જાય છે. મેષ કર્ક વૃશ્ચિક તુલા અને મકર રાશિવાળાએ ધૈર્યથી કાર્ય કરવુ જોઈએ. 
 
શનિના ત્રીજા ચરણમાં મનુષ્યને સુખ સુવિદ્યાઓમાં ઓછી આવી શકે છે. પરંતુ સદ્દવ્યવ્હાર નૈતિકતા અને સારા આચરણ કરવાથી જીવને લાભ મળી શકે છે. ત્રીજા ચરણમાં કર્ક મિથુન તુલા કુંભ કન્યા અને મીન રાશિના જાતકોએ ખૂબ સતર્ક રહેવાની જરૂર ચ હે. 
 
શુભ પ્રભાવ - આમ તો બધાને શનિની સાઢાસાતી શરૂ થવા પર ચિંતા અને ભય સતાવે છે. પણ જે લોકો કોઈપણ પ્રકારના ખરાબ કાર્ય નથી કરતા, કોઈને પરેશાન નથી કરતા કે કોઈના વિરુદ્ધ ષડયંત્ર નથી રચતા પણ ઈમાનદારીથી કાર્ય કરે છે તેમણે શનિદેવથી ગભરાવવાની જરૂર નથી. કારણ કે ન્યાય પ્રિય દેવતા શનિ આવા જાતકોની આરાધનાથી પ્રસન્ના થાય છે અને તેમના પર કૃપા કરે છે. 
 
રાશિ મુજબ અશુભ ફળોને દૂર શનિ દેવતા અત્યંત ધીમી ગતિથી ચાલનારા દેવ છે.  તેઓ સૂર્યની ચારેબાજુ ત્રીસ વર્ષમાં એકવાર પોતાનુ એક ચક્ર પુરૂ કરે છે. તેથી કોઈપણ મનુષ્યના જીવનમાં સાઢાસાતી ફક્ત બે કે ત્રણ વાર જ આવી શકે છે.  
 
 
*મેષ - આ રાશિવાળાઓએ શનિ મંત્રનો જાપ કરવો જોઈએ.  
 
*વૃષભ - શનિવારે શનિની પ્રતિમા પર  તેલ અર્પિત કએઅવો જોઈએ.  
 
*મિથુન - શનિ જયંતિના દિવસે ઘોડાની નાલ કે નાવના તળેની ખીલીની રીંગ મધ્ય્મા આંગળી પર પહેરવી જોઈએ. 
 
*કર્ક - શનિવારે કોઈ નવા કાપડ પહેરી સાંજે એને જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરી દો.  .
 
*સિંહ  - શનિવારે કોઈ ગરીબ,ભૂખ્યા અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો.અમાવ્સ્યા હોવાને કારણે આ દિવસે અડદ દાળ અથવા દહીં ભલ્લાનો દાન શ્રેષ્ઠ છે .
 
કન્યા - આ દિવસે કોઇ પાંચ લોખંડનો સામાન અને તેલ કોઈને દાન કરવી. 
 
તુલા રાશિ -દૂધ દાન કરવું એટલે કે નાના બાળકોને દૂધ પીવડાવવો સારો છે.
 
વૃશ્ચિક - કોઈપણ ગૌશાળા ,અપંગ આશ્રમ અથવા કુષ્ઠ દર્દીઓને કોઇ પણ પ્રકારની વસ્તુ દાનમાં આપવી. 
 
ધનુરાશિ - લોખંડની કોઈ વસ્તુ વાદળી રંગના ધાગામાં પીરોઈ ગળામાં પહેરવી. 
 
મકર રાશિ - તલના લાડુ ,મીઠી પૂરી અને  બ્લેક અડદ દાળ બનાવી શનિ ભગવાનને ભોગ લગાવો અને તે પ્રસાદ બધાને વિતરિત કરો.
 
કુંભ -શનિ જયંતિના દિવસે વાદળી કે કાળા કપડાંમાં 21 મુઠ્ઠી અડદ બાંધીને વહેતા પાણીમાં પ્રવાહ કરવી જોઈએ .
 
મીન - મીઠું,સરસિયાનો તેલ અને સરસિયાની ખલીનો દાન ગૌશાળામાં કરો. 
 
ઉજવણી કેવી રીતે - આ દિવસે શનિ ભગવાનની આરાધના ,સ્તુતિ , પૂજા દિવસ ,સાધના અને અનુષ્ઠાન કરવાથી શનિ ભગવાન પ્રસન્ન હોય છે.જે  લોકો શનિદેવનો વ્રત અને પૂજા કરે  છે તે લોકોને ,તો તે લોકોનેને વધારે પીડા સહેવું નહી પડે .જે શનિને પ્રસન્ન કરવા માટે પીપળના વૃક્ષ પર નિયમિત જળ ચઢાવવું. જો દરરોજ સવારે  જળ નહી ચઢાવી શકો તો શનિવારે પીપળ પર જળ ચઢાવવું ક્યારે ના ભૂલો. રાતે પીપળના વૃક્ષ નીચે સરસિયાના તેલનું દીપક પ્રકાશિત કરો. 
 
સુંદર કાંડ અને શ્રી હનુમાન ચાલીસા વાંચવાથી ઉત્તમ ફળ મળે છે. શનિ જયંતીના દિવસથી 27 દિવસ સુધી રોજ શનિ સ્ત્રોતનુ પઠન રૂદ્રાક્ષની માળાથી મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ. કાળા તલ ઉડદની દાળથી બનેલી વસ્તુઓનું દાન કરો. 
 
શનિ જયંતી પર શનિદેવનું વ્રત કરવુ ઉત્તમ છે. તમારી રાશિ મુજબ શનિ જયંતિના દિવસે કાળા તલ ઉની વસ્ત્રો ધાબળો ચામડાના જૂતા તલનુ તેલ અડધ લોખંડ કાળી ગાય ભેંસ તાબા અને સોનાનુ દાન કરવુ જોઈએ. શનિ જયંતી પર કાળા ગુલાબ જાંબુના પ્રસાદનો ભોગ લગાવીને વહેંચવો જોઈએ.
વધુ જુઓ..

જરૂર વાંચો

Unique names for baby on Republic Day- પ્રજાસત્તાક દિવસ પર જન્મ લેનારા બાળકો માટે સુંદર નામ

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

Republic Day parade- પ્રજાસત્તાક દિવસની પ્રથમ પરેડ 3 હજાર સૈનિકો, ક્યાં યોજાઈ હતી પહેલી પરેડ

અખરોટ અને ખજૂરનો હલવો

Vasant Panchmi Prasad- વસંત પંચમીના ખાસ પ્રસંગે બનાવો કેસરિયા ભાત

વધુ જુઓ..

નવીનતમ

Jaya Ekadashi 2026: 28 કે 29 જાન્યુઆરી કયા દિવસે રાખવામાં આવશે એકાદશીનું વ્રત, જાણો યોગ્ય તિથી, મુહૂર્ત અને પારણ

Vasant Panchmi- વસંત પંચમીના 10 રહસ્યો

Saraswati Vandana - હે શારદે મા !હે શારદે મા

Vasant Panchami Puja Vidhi At Home: ઘરે વસંત પંચમી પૂજા કેવી રીતે કરવી, જાણો સંપૂર્ણ પૂજા વિધિ

Saraswati 108 Names: વસંત પંચમી પર કરો માં સરસ્વતીના 108 મંત્રોનો જાપ, બુદ્ધિ અને એકાગ્રતા વધશે, વિદ્યાર્થીઓ અને સાધકો માટે અચૂક ઉપાય

આગળનો લેખ
Show comments