Webdunia - Bharat's app for daily news and videos

Install App

રોજ સૂર્યદેવને જળ અર્પિત કર્યા પછી પણ તમને નથી થતો લાભ ? ક્યાંક તમે પણ નથી કરી રહ્યાને આ ભૂલો ?

Webdunia
રવિવાર, 28 એપ્રિલ 2024 (08:30 IST)
પૃથ્વી પર જીવન સૂર્યપ્રકાશને કારણે જ શક્ય બન્યું છે. તેથી હિન્દુ ધર્મમાં સૂર્યને ભગવાન ખૂબ માનવામાં આવે છે. જ્યારે જ્યોતિષમાં સૂર્યને રાજાનું પદ  આપવામાં આવ્યુ છે. તેથી હિંદુ ધર્મમાં સૂર્યની પૂજા ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘણા લોકો સવારે સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવા માટે જળ પણ ચઢાવે છે. સાયન્સ  પણ માને છે કે સૂર્યને જળ ચઢાવવાથી સ્વાસ્થ્ય પર સારી અસર પડે છે. પરંતુ ઘણા લોકોનુ કહેવું   છે કે તેઓ લાંબા સમયથી સૂર્ય ભગવાનને જળ  ચઢાવી રહ્યા છે પરંતુ તેમના જીવનમાં કોઈ ખાસ ફેર જોવા મળ્યો નથી . જો તમે પણ આ લોકોમાંથી એક છો, તો સૂર્ય ભગવાનને જળ ર્વઅર્પિત કરતી વખતે  કેટલીક ભૂલો કરી રહ્યા છો. ચાલો જાણીએ કે અર્ઘ્ય ચઢાવતી વખતે તમારે કઈ ભૂલો ન કરવી જોઈએ.
 
સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરતી વખતે આ ભૂલો ન કરો
 
- જો તમે સવારે સૂર્ય ભગવાનને જળ અર્પિત કરો છો, તો ખાસ ધ્યાન રાખો કે જળ અર્પણ કરવાનો સમય લગભગ સમાન હોવો જોઈએ.
- જો તમે અર્ઘ્ય આપવાનું શરૂ કર્યું છે તો કોઈપણ સંજોગોમાં આ નિયમનો ભંગ કરશો નહીં. જો કોઈએ દિવસ તમેં સમયસર  અર્ઘ્ય અર્પણ કરી શકતા નથી, તો ક્ષમા માગતી વખતે પાણીમાં કંકુ  નાખીને સૂર્યને જળ અર્પણ કરો.
- અર્ઘ્ય આપવા માટે તમારે વાસી પાણીનો ઉપયોગ ન કરવો જોઈએ.
- અર્ઘ્ય અર્પણ કરતી વખતે, તમારે સૂર્ય દેવનો મંત્ર  'ઓમ ધ્રુણી સૂર્યાય નમઃ' મંત્રનો 7 વાર જાપ કરવો જોઈએ.
- સૂર્યદેવને હંમેશા પૂર્વ દિશામાં જળ અર્પિત કરો.
- જો શક્ય હોય તો પાણીમાં કંકુ  અને લાલ ફૂલ નાખો. જો આ વસ્તુઓ ઉપલબ્ધ ન હોય તો ઓછામાં ઓછા પાણીમાં  ચોખા નાખી દો.
-અર્ઘ્ય અર્પણ કર્યા પછી, તમારે સૂર્ય ભગવાનનું ધ્યાન કરતી વખતે પ્રદક્ષિણા કરવી જોઈએ.
-ખાસ ધ્યાન રાખો કે સૂર્યદેવને જળ ચઢાવતી વખતે પાણીના ટીપા તમારા પગ પર ન પડવા જોઈએ.
-તાંબાના વાસણમાં સૂર્યદેવને જળ અર્પિત કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
-જે લોકો સૂર્ય ભગવાનને જળ અર્પણ કરે છે તેમણે રવિવારે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો જોઈએ, તેનાથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે.
-અર્ઘ્ય અર્પણ કરનારાઓએ માંસનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
-જો તમે નિયમ પ્રમાણે દરરોજ સૂર્ય ભગવાનને અર્ઘ્ય ચઢાવો છો તો તેનાથી તમને અનેક શુભ ફળ મળવા લાગે છે. અર્ઘ્ય અર્પણ કરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત બને છે અને તેની અસરથી ઘરમાં ધન અને સમૃદ્ધિ આવે છે. આ સાથે સ્વાસ્થ્ય પણ સારું રહે છે
- જો તમે નિયમ પ્રમાણે સૂર્ય ભગવાનને અર્ઘ્ય નથી ચઢાવો તો તમને ઈચ્છા પ્રમાણે પરિણામ મળે નહિ.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

શનિવારે સાંજે કરશો આ ઉપાય તો જીવનના બધા સંકટ થશે દૂર

Satyanarayan katha samagri- સત્યનારાયણ કથા સામગ્રી

Margashirsha amavasya 2024- માર્ગશીર્ષ અમાવસ્યા પર કરો ભગવાન સત્યનારાયણની કથા, જાણો પૂજાની રીત

Masik Shivratri- માસિક શિવરાત્રીના દિવસે આ ચમત્કારી મંત્રોનો જાપ કરો, તમને બીમારીઓથી મળશે રાહત.

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

આગળનો લેખ
Show comments