હનુમાન જયંતીના દિવસે ભક્તો હનુમત કૃપા માટે વ્રત કરે છે અને વિધિ-વિધાનથી હનુમાનજીની પૂજા કરે છે. વર્ષ 2024માં 23 એપ્રિલના રોજ હનુમાન જયંતી ઉજવાશે. આ દિવસે પૂજા માટે કંઈ સામગ્રી તમારે પહેલાથી જ લઈ લેવી જોઈએ અને કઈ વસ્તુઓને હનુમાનજીની પૂજામાં ન વાપરવી જોઈએ આવો જાણીએ.
હનુમાનજીની પૂજામાં ન વાપરશો આ વસ્તુઓ
રામ ભક્ત હનુમાનજીની પૂજામા તમારે ક્યારેય પણ મીઠાથી બનેલી વસ્તુઓ અર્પિત ન કરવી જોઈએ. આ દિવસે વ્રત કરનારાઓને કોઈપણ રીતે મીઠુ ન વાપરવુ જોઈએ. વ્રતના સમાપન પછી પણ. આ સાથે જ હનુમાનજીની પૂજામાં ચરણામૃતનો ઉપયોગ કરવો પણ વર્જિત માનવામા આવ્યુ છે. આ દિવસે કાળા કપડા પહેરવાથી પણ તમારે દૂર રહેવુ જોઈએ. હનુમાન જન્મોત્સવના દિવસે લોખંડથી બનેલી વસ્તુઓ જો પૂજા સ્થળ પર હોય તો તેને હટાવી લો. આવો હવે જાણીએ હનુમાન જયંતિના દિવસે પૂજામાં શુ સામગ્રી તમારે રાખવી જોઈએ.
હનુમાન જયંતી પૂજા સામગ્રી લિસ્ટ
ગાયનુ ઘી
માટીનો દિવો
ચમેલીનુ તેલ
ધૂપ-અગરબત્તી
સિંદૂર
લાલ કપડા
જનોઈ
ફળ-ફુલ
માળા
પાનનુ બીડુ
ધ્વજ
શંખ-ઘંટી
મોતીચૂરના લાડુ
ઈલાયચી
અક્ષત
હનુમાન ચાલીસાનુ પુસ્તક
હનુમાનજીની તસ્વીર કે મૂર્તિ
હનુમાનજીને પ્રસન્ન કરવા કરો આ ઉપાય
- હનુમાન જયંતીના દિવસે તમારે રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. ભગવાન રામની આરાધના કરવાથી હનુમાનજી તમારા જીવનની બધી સમસ્યાઓનો અંત કરી દે છે.
- આ દિવસે સાંજના સમયે હનુમાનજીને ગુલાબના ફુલોની માળા અને કેવડાનુ અત્તર અર્પિત કરવુ જોઈએ. આવુ કરવાથી પારિવારિક જીવનમાં તમને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
- આ દિવસે વાંદરાઓને ગોળ, મગફળી, ચણા, કેળા તમારે ખવડાવવા જોઈએ. સાથે જ ગરીબ લોકોને સામર્થ્ય મુજબ મદદ કરવી જોઈએ. આવુ કરવાથી તમારા આર્થિક સંકટ દૂર થાય છે.
- હનુમાન જયંતીના દિવસે હનુમાન ચાલીસનો 7 વાર પાઠ કરીને પણ તમારા અનેક લાભ પ્રાપ્ત થાય છે. તમારી એકાગ્રતા વધે છે. માનસિક શાંતિનો તમને અનુભવ થાય છે. વિદ્યાર્થીઓ માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવો ઉત્તમ માનવામાં આવે છે. તેનાથી અભ્યાસના ક્ષેત્રમાં તેમને સારુ પરિણામ પ્રાપ્ત થાય છે.
- જો તમે જીવનમાં ઉતાર-ચઢાવમાંથી પસાર થઈ રહ્યા છો, સ્થિરતા તમાર જીવનમાં આવી રહી ન હોય તો હનુમાન જયંતીના દિવસે એક પાણીવાળુ નારિયળ લઈને હ નુમાન મંદિરમાં જાવ અને તમારા માથા પરથી સાત વાર આ નારિયળને ઉતારીને હનુમાનજીની મૂર્તિ આગળ ફોડી દો. આ ઉપાય બધી સમસ્યાઓને દૂર કરનારુ માનવામાં આવે છે.