Festival Posters

Rangbhari Ekadashi 2025: રંગભરી એકાદશી પર ન કરશો આ કામ, નહી તો જીવનમાં આવશે અનેક પરેશાનીઓ

Webdunia
સોમવાર, 10 માર્ચ 2025 (12:03 IST)
રંગભરી એકાદશી 10 માર્ચના રોજ છે 
આ દિવસે કેટલાક કાર્ય ન કરવા જોઈએ 
એકાદશી તિથિ પર ચોખાનુ સેવન વર્જિત છે 
 
  Rangbhari Ekadashi Vrat Niyam: દરેક મહિનામાં 2 વાર અગિયારસ આવે છે એક કૃષ્ણ પક્ષની  અને બીજી શુક્લ પક્ષની. એકાદશી તિથિ પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાનુ વિધાન છે. ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ 10 માર્ચના રોજ છે.  આ એકાદશીને રંગભરી એકાદશી અને આમલકી એકાદશીના નામથી ઓળખવામાં આવે છે.  માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અનેન વ્રત કરવાથી સાધકને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. 
 
શાસ્ત્રો મુજબ રંગભરી એકાદશીના દિવસે કેટલાક કાર્યોને કરવાની સખત મનાઈ છે. એવુ માનવામાં આવે છે કે આ વર્જિત કાર્યોને કરવાથી પૂજા સફળ થતી નથી અને જીવનમા અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. આવો જાણીએ રંગભરી એકાદશીના દિવસે કયા કાર્યો કરવાથી બચવુ જોઈએ. 
 
 
ન કરશો આ કાર્ય 
રંગભરી એકાદશીના દિવસે ચોખાનુ સેવન કરવુ વર્જિત છે. માન્યતા છે કે એકાદશીના દિવસે ચોખા ખાવાથી માણસનો આગલો જન્મ ઢસડતા જીવની યોનિમાં મળે છે. 
 
- આ ઉપરાંત એકાદશીના દિવસે નખ કે વાળ પણ ન કપાવવા જોઈએ. એવુ માનવામાં આવે છે કે આ કાર્યને કરવાથી અનેક પ્રકારની સમસ્યાઓ ઉભી થઈ શકે છે અને દેવી-દેવતા  નારાજ થઈ શકે છે. 
 
- રંગભરી એકાદશી વ્રતમાં શૈપૂ તેલ અને સાબુનો ઉપયોગ ન કરવો જોઈએ 
 
- રંગભરી એકાદશી વ્રતમાં કોઈ માણસ પ્રત્યે મનમાં ખોટુ ન વિચારવુ જોઈએ. 
 
 
- આ દિવસે તુલસીના છોડની પૂજા કરો અને જળ અર્પિત કરો. પણ એક વાતનુ વિશેષ ધ્યાન રાખો કે એકાદશીના દિવસે તુલસીના પાન તોડશો નહી. માન્યતા છે કે આવુ કરવાથી મા લક્ષ્મી નારાજ થઈ શકે છે. 
 
- રંગભરી એકાદશીના દિવસે તામસિક ભોજન ન કરવુ જોઈએ. 
 
- આ ઉપરાંત વ્રત કરનારે સવારની પૂજા કર્યા બાદ દિવસે સુવુ જોઈએ નહી. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Republic Day 2026 Wishes : ગણતંત્ર દિવસ 2026 ની શુભેચ્છા

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

World River day - નર્મદા નદી વિશે માહિતી / Narmada river

તલનું શાક કેવી રીતે બનાવવી

બ્લેક કોફી કે ગ્રીન ટી, ઝડપથી વજન ઘટાડવા માટે ખાલી પેટે શું પીવું જોઈએ?

વધુ જુઓ..

નવીનતમ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?

Ratha Saptami 2026: આજે રથ સપ્તમી 2026 ? જાણો યોગ્ય તિથિ, પૂજા વિધિ અને મંત્ર

શનિ ચાલીસા - shani chalisa gujarati

Jaya Ekadashi 2026: 28 કે 29 જાન્યુઆરી કયા દિવસે રાખવામાં આવશે એકાદશીનું વ્રત, જાણો યોગ્ય તિથી, મુહૂર્ત અને પારણ

આગળનો લેખ
Show comments