Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 31 March 2025
webdunia

નંદીના કાનમાં કેમ કહેવી જોઈએ તમારી મનોકામના ? જાણો આની પાછળની પૌરાણિક કથા

nandi
, બુધવાર, 26 ફેબ્રુઆરી 2025 (13:32 IST)
nandi
 
મહાશિવરાત્રીની ધૂમ આખા દેશમાં જોવા મળી રહી છે. સવારથી જ લોકો શિવ મંદિરમાં ભગવાનના જળાભિષેક માટે લાઈનમાં લાગેલા છે. દેશના બધા 12 જ્યોતિર્લિંગ મંદિરોને ખૂબ ભવ્ય રીતે સજાવવામાં આવ્યા છે. કાશી અને ઉજ્જૈનમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી છે. ભોલેનાથને વરરાજાની જેમ સજાવવામાં આવ્યા છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને મા પાર્વતીના લગ્ન થયા હતા. સાથે જ ભગવાન શિવ આ દિવસે નિરાકાર રૂપથી સાકાર રૂપમાં પ્રગટ થયા હતા 
 
એવુ માનવામાં આવે છે કે ભગવાન શિવની વિધિપૂર્વક પૂજા પછી નંદીની પણ પૂજા કરવી જોઈએ. સાથે જ પૂજા દરમિયાન તેમના કાનમાં પોતાની મનોકામના કહેવી જોઈએ. શાસ્ત્રો મુજબ નંદીના કાનમાં મનોકામના કહેતા પહેલા ઓમ કહેવુ અનિવાર્ય હોય છે.  તેનાથી નંદી તમારી વાત ધ્યાનપૂર્વક સાંભળે છે અને પછી ભગવાન શિવને તમારી મનોકામના બતાવે છે. હવે તમે વિચારતા હશો કે નંદીના કાનમાં મનોકામના કેમ કહેવામાં આવે છે ? તો આવો જાણીએ તેનો જવાબ... 
 
શુ છે એ પૌરાણિક કથા 
પૌરાણિક કથા મુજબ ભગવાન શિવે જ નંદીને આ વરદાન આપ્યુ હતુ કે જો કોઈ તમારા કાનમાં આવીને પોતાની મનોકામના બોલશે તેની દરેક ઈચ્છા મારી પાસે પહોચશે અને પૂરી થશે. તેથી જો કોઈ વ્યક્તિને પોતાની ઈચ્છા મહાદેવ સુધી પહોચાડવી છે તો તે નંદી જી ના કાનમાં પોતાની મનોકામના કહે છે. 
 
એક જુદી કથા મુજબ નંદી ભગવાન શિવના વિશ્વાસપાત્ર અને સૌથી નિકટના સેવક છે. એકવાર એક ઋષિએ નંદીને કહ્યુ કે ભગવાન શિવની નિકટ રહેવાને કારણે તમે ખૂબ ભાગ્યશાળી છો. નંદીએ ઋષિને કહ્યુ કે તેઓ ભગવાન શિવની કૃપાથી જ તેમની નિકટ છે.   જેના પર ઋષિએ નંદીને પૂછ્યું કે તે ભગવાન શિવને પોતાની ઇચ્છાઓ કેવી રીતે કહે છે, ત્યારે નંદીએ કહ્યું કે તે ભગવાન શિવના કાનમાં પોતાની ઇચ્છાઓ કહી શકતો નથી, કારણ કે તે તેમની નજીક રહે છે અને તેમની દરેક વાત સાંભળે છે.
 
જેના પર ઋષિએ નંદીને કહ્યુ કે તે પોતાની મનોકામનાઓ ભગવાન શિવની પાસે રહેનારા નંદીના કાનમાં બતાવી શકે છે.  તેનાથી ભગવાન શિવ સુધી એ મનોકામના પહોચી જશે.  તેના પર નંદીને હામી ભરી દીધી ત્યારથી પોતાની મનોકામનાઓ નંદીના કાનમાં કહેવામાં આવે છે. 
 
 કેવી રીતે કહેશો નંદીને તમારી વાત 
 જો કોઈ વ્યક્તિ નંદીના કાનમાં પોતાની ઇચ્છા કહેવા માંગે છે, તો તેણે પહેલા વિધિ મુજબ તેની પૂજા કરવી જોઈએ. તેમની પાસે દીવો પ્રગટાવવો જોઈએ અને તેમને ભોગ અર્પણ કરવો જોઈએ. આ પછી, તમારે ૐ શબ્દ બોલવો જોઈએ અને નંદીજીના કાનમાં તમારી ઇચ્છા જણાવવી જોઈએ. એવું કહેવાય છે કે જો તમે નંદીના ડાબા કાનમાં તમારી ઇચ્છા ફૂંકશો તો તે ઝડપથી મહાદેવ સુધી પહોંચે છે અને પૂર્ણ થાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આગામી કુંભ મેળો ક્યાં અને ક્યારે યોજાશે? આ રાજ્યની સરકાર અત્યારથી જ તૈયારીઓમાં વ્યસ્ત છે