rashifal-2026

Nag panchami 2024 - નાગપંચમી પર ભૂલથી પણ ના કરો આ કાર્ય, આજે કુલેરનો પ્રસાદ જરૂર બનાવો

Webdunia
રવિવાર, 4 ઑગસ્ટ 2024 (13:10 IST)
Nag panchami 2024 - નાગ પાંચમ પર ઘણા કાર્યોને નિષેધ જણાવ્યા છે. 
 
- માન્યતા  છે કે નાગપાચમના દિવસે ચૂલ્હા પર લોખંડની કડાહી કે તવો નહી રાખવું જોઈએ.
 
કહેવાય છે કે  આ દિવસે નાગદેવતા ભૂમિ પર ફરે છે  તેથી આ દિવસે ભૂમિ  ખોદવી કે  હળ ચલાવવું  ન જોઈએ 
 
આ દિવસે કપડા સીવા કે કઈક કાપવું પણ નહી જોઈએ. 
 
શાસ્ત્રો મુજબ નાગ પાચમ પર વાતાવરણમાં દેવતાઓના પવિત્ર ચૈતન્યના અતિસૂક્ષ્મ કણ ભૂમિ પર આવે છે. આ દિવસે નિષેધ કાર્ય કરવાથી રજ તમ પ્રધાન જાગૃત થઈ જાય છે. 
 
આ સ્પન્દન  દેવતાઓના તત્વ કાર્યમાં બાધા બની જાય છે. આથી વાતાવરન અપવિત્ર થાય છે. નાગ પાંચમ પર નિષેધ કાર્યો કરતા સમિષ્ટ પાપના ભાગી બને છે. 

નાગ પચમીનાં દિવસે શું કરવુ  ? 

નાગપંચમીના દિવસે નાગની પૂજા કરીને ચાંલ્લો કરવામાં આવે છે. આ સાથે કુલેરથી પૂજા કરવામાં આવે છે. નાગપંચમીના દિવસે વાંચવાનું પણ મહત્વ રહેલું હોય છે. તો તમે પણ આ રીતે કુલેર બનાવો.
 
સામગ્રી - એક કપ બાજરીનો લોટ અડધો કપ ગોળ
બનાવવાની રીત - નાગ પાંચમના દિવસે કુલરે બનાવવા માટે સૌ પ્રથમ બાજરીનો લોટ લો અને ચાળી લો. આ લોટને થાળીમાં લઇ લો. હવે એક બાઉલ લો અને એમાં ગોળ ચાકુની મદદથી છીણી લો. ત્યારબાદ આ ગોળમાં ઘી નાખો અને બરાબર ફીણી લો. આમ કરવાથી કુલેરનો સ્વાદ મસ્ત આવે છે.
હવે આ મિશ્રણમાં બાજરીનો લોટ નાખીને મસળી લો. આ ત્રણેય વસ્તુ બરાબર મિક્સ કરી લો.
 
મિક્સ કર્યા પછી તમને ઘી ઓછુ લાગે છે તો તમે થોડુ એડ કરી શકો છો. ખાસ ધ્યાન એ રાખો કે એક સાથે ઘી એડ કરવાનું નથી. થોડુ-થોડુ ધી ઓછુ લાગે તો એડ કરવાનું છે. આ લોટમાંથી નાની-નાની લાડુડી વાળી લો. તો તૈયાર છે બાજરીના લોટની કુલેર.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

National Consumer Day: ગ્રાહક તરીકે હું ક્યાં ફરિયાદ કરી શકું? જો કોઈ ઉત્પાદન ખામીયુક્ત નીકળે, તો આ કરો.

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

આ પાંદડામાંથી બનેલી ચા સ્વાસ્થ્યનો છે ખજાનો, જે વજન ઘટાડવાથી લઈને અનિદ્રા સુધીની દરેક બાબતમાં છે અસરકારક

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

વધુ જુઓ..

નવીનતમ

Ganesh atharvashirsha- ગણેશ અથર્વશીર્ષ

Vinayak Chaturthi 2025: આ વિધિથી વિનાયક ચતુર્થીની પૂજા કરો, જાણો ભગવાન ગણેશને શું અર્પણ કરવું.

શ્રીકૃષ્ણ ચાલીસા - Sri Krishna Chalisa

Tulsi Pujan Diwas- તુલસી પૂજા દિવસ ક્યારે ઉજવવામાં આવશે? જાણો તુલસી પૂજાનું મહત્વ અને નિયમો

Merry Christmas Wishes 2025: કેક જેવી મીઠાશવાળા શબ્દોમાં આપો નાતાલની શુભેચ્છા

આગળનો લેખ
Show comments