મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના એક આંગણવાડી કેન્દ્રમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં બાળકો માટે લાવવામાં આવેલા મિડ-ડે મીલના પેકેટમાં મૃત સાપ મળી આવ્યો હોવાના અહેવાલ છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં છ મહિનાથી ત્રણ વર્ષ સુધીના બાળકોને આંગણવાડી કેન્દ્રોમાં મધ્યાહન ભોજનના પેકેટ મળે છે. આ પેકેટમાં સાપ મળવાના સમાચાર સાંભળીને બધા ચોંકી ગયા છે.
શું છે સમગ્ર મામલો?
હકીકતમાં, સોમવારે સાંગલીના પલુસમાં એક આંગણવાડી કેન્દ્રમાં કાર્યકરોએ ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું. જોકે, એક બાળકના માતા-પિતાએ દાવો કર્યો હતો કે તેમને મળેલા પેકેટમાં મૃત નાનો સાપ હતો. આંગણવાડી કર્મચારી સંઘના ઉપાધ્યક્ષ આનંદી ભોસલેએ જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકર્તાએ આ ઘટના અંગે અધિકારીઓને જાણ કરી હતી.