Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Crime news - પતિ સાથે ઝગડો કર્યા બાદ 3 વર્ષની પુત્રીને આપી દર્દનાક સજા, પછી 4 KM સુધી લાશ લઈને ફરતી રહી

Crime news - પતિ સાથે ઝગડો કર્યા બાદ 3 વર્ષની પુત્રીને આપી દર્દનાક સજા, પછી 4 KM સુધી લાશ લઈને ફરતી રહી
, બુધવાર, 22 મે 2024 (17:03 IST)
મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં એક મહિલાએ પોતાના પતિ સાથે ઝગડો કર્યો અને ત્યારબાદ તે પોતાના ત્રણ વર્ષની પુત્રીની હત્યા કરી નાખી અને ઘટના વિશે પોલીસને સૂચના આપતા પહેલા લાશ સાથે લગભગ ચાર કિલોમીટર રસ્તા પર ફરતી રહી.  એક અધિકારી બુધવારે આ માહિતી આપી. તેમણે જણાવ્યુ કે આ ઘટના સોમવારે સાંજે એમઆઈડીસી પોલીસ મથકમાં થઈ . પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી લીધી છે. 
 
પતિ-પત્ની વચ્ચે વાદવિવાદ વધતા રડવા લાગી પુત્રી 
આરોપી 23 વર્ષીય ટ્વિંકલ રાઉત અને તેના પતિ રામ લક્ષ્મણ રાઉત (24) રોજગારની શોધમાં ચાર વર્ષ પહેલા નાગપુર આવ્યા હતા. કાગળ ઉત્પાદ કપનીમાં કામ કરતા હતા અને એમઆઈડીસી ક્ષેત્રમાં હિંગના રોડ પર કંપનીના કેમ્પસમાં એક રૂમમાં રહેતા હતા. તેમની વચ્ચે અવાર નવાર ઝગડા થતા હતા. એમઆઈડીસી પોલીસ સ્ટેશનના અધિકારી જણાવ્યુ કે સોમવારે સાંજે લગભગ 4 વાગે બંને વચ્ચે ઝગડો થયો. ખૂબ બોલચાલ થઈ એ દરમિયાન તેમની પુત્રી રડવા લાગી. ત્યારબાદ મહિલા ગુસ્સામાં પુત્રીને ઘરમાંથી બહાર લઈ ગઈ અને એક ઝાડ નીચે બાળકીનુ ગળુ દબાવીને તેની હત્યા કરી નાખી. 
 
રાત્રે મૃત બાળકીને લઈને ફરતી રહી મા 
પછી તે લાશ સાથે લગભગ ચાર કિલોમીટર અહીથી ત્યા ફરતી રહી. રાત્રે લગભગ આઠ વાગે તેણે એક પોલીસની ગાડી જોઈ અને પોલીસ કર્મચારીઓને ઘટનાની માહિતી આપી.  એક અધિકારીએ જણાવ્યુ કે પોલીસ બાળકીને હોસ્પિટલ લઈ ગઈ જ્યા ડોક્ટરે તેને મૃત જાહેર કરી. તેમણે કહ્યુ કે એમઆઈડીસી પોલીસે મહિલાની ધરપકડ કરી લીધી અને તેના વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની ધારા 302 (હત્યા)ના હેઠળ મામલો નોંધ્યો. અધિકારી જણાવ્યુ કે મહિલાને પછી કોર્ટમાં રજુ કરવામાં આવી. જ્યાથી તેને 24 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બાંગ્લાદેશના સાંસદની ભારતમાં હત્યા