Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kevda trij puja vidhi: કેવડા ત્રીજ વ્રતની પૂજા વિધિ

Webdunia
મંગળવાર, 23 ઑગસ્ટ 2022 (12:17 IST)
કેવડાત્રીજના વ્રતના કેટલાક નિયમો અને પૂજા વિધિ વિશે માહિતી ... પરણેલી સ્ત્રીઓ પોતાના પતિની લાંબી આયુ માટે આ વ્રત કરે છે.. એ જ રીતે કુંવારી કન્યાઓ માટે પણ આ વ્રત ખાસ માનવામાં આવે છે. જો કુંવારી કન્યાઓ આ વ્રત કરે છે તો તેમને યોગ્ય વર મળે છે. 
 
કેવડાત્રીજ 2022- 30 ઓગસ્ટ 2022, મંગળવાર : સામશ્રાવણી, કેવડા ત્રીજ, હરિતાલિકા વ્રત
 
- આ વ્રત પરણેલી સ્ત્રીઓ અને કુંવારી કન્યા બંને કરી શકે છે.  એવુ કહેવાય છે કે આ વ્રત જે શરૂ કરે છે તેમણે મરતા સુધી આ વ્રત કરવુ પડે છે. મતલબ તમે આ વ્રતને વચ્ચેથી છોડી શકતા નથી 
 
- આ વ્રતમાં મહિલાઓ નવા કપડા પહેરીને સાજ શણગાર કરે છે. સોળ શણગાર કરે છે. અને અનેક મહિલાઓ એકત્રિત થઈને પૂજા પાઠ અને ભજન કરે છે. કેવડાત્રીજના 
 
દિવસે રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરવામાં આવે છે. રાત્રે ભજન અને કીર્તન પણ કરવામાં આવે છે. આ વ્રતમાં માતા પાર્વતી અને ભોલેનાથ શંકરની વિધિ વિધાનથી પૂજા 
 
કરવામાં આવે છે 
- આ વ્રતમાં શંકર અને પાર્વતીની શાસ્ત્રમાં બતાવેલ વિધિ મુજબ વિશેષ રૂપે પાર્થિવ પૂજા કરવામાં આવે છે.  
 
- આવો હવે જાણીએ આ વ્રતની પૂજન વિધિ શુ છે. 
 
ભાદરવા માસની અજવાળી ત્રીજે સૂર્યોદય પહેલા સ્નાનાદિ વગેરેથી પરવારીને ઘરને સ્વચ્છ કરીને શણગારવુ.. પછી પૂજા કરવાના સ્થાન પર રંગોળી માંડવી. એક બાજેટ લેવો 
 
તેને રંગોળી વચ્ચે ગોઠવી દેવો.  
 
આ બાજટ પર રેતીથી શંકર પાર્વતી અને ગણેશ બનાવવા.  હવે પૂજામાં બે થાળી લેવી. જેમા એક થાળીમાં પૂજાનો સામાન.. જેમા કંકુ હળદર અબીલ ગુલાલ પાન સોપારી 
 
લવિંગ બદામ કપૂર અને ઘીનો દીવો તેમજ ફુલ મુકવા. તેમજ બીજી થાળીમાં જંગલી પાન.. જેમા ખાસ કરીને કેવડો, બિલીપત્ર, આંકડો ધતૂરો તેમજ મકાઈ, કાકડી ગલકુ 
 
તૂરિયા ભીંડા આ પાંચ શાકને બે-બે જોડીમાં સૂતરના દોરા વડે બાંધવી મુકવા. ગણેશજી માટે દુર્વા વિશેષ લેવો.   આ ઉપરાંત વસ્ત્ર અર્પણ કરવા બ્લાઉઝ પીસ કે ચુંદડી કે 
 
કપડાનો ટુકડો જરૂર મુકવો.   
 
સૌ પ્રથમ શ્રી ગણેશની પૂજાથી શરૂઆત કરવી પછી શિવ પૂજા કરવી અને પછી પાર્વતીજીની પૂજા કરવી. ભગવાનને સ્નાન કરાવીને વસ્ત્ર જરૂર અર્પણ કરવા. વસ્ત્ર તરીકે 
 
ગણેશજીને જનોઈ. શિવજીને જંગલી પાન અને કેવડો અર્પણ કરવો અને માતા પાર્વતીને ચુંદડી ચઢાવવી. પછી સમગ્ર સામગ્રી ચઢાવવી. વિધિપૂર્વક પૂજા કર્યા પછી શંકરજીની 
 
આરતી કરવી અને અંતમા કેવડાત્રીજની કથા ચોક્કસ સાંભળવી અને ઈશ્વરને પતિની લાંબી આયુ માટે પ્રાર્થના કરવી. કુંવારી કન્યાઓ સુયોગ્ય વર માટે પ્રાર્થના કરે. 
 
આ પૂજા ત્રણ પ્રહરમાં કરવી. સવારે પૂજા કર્યા પછી બપોરે 12 વાગ્યે આરતી કરવી અને પછી રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરીને 12 વાગ્યે આરતી કરીને કાકડીનો પ્રસાદ 
 
ચઢાવવો અને એ પોતે પણ ગ્રહણ કરવો. ત્યારબાદ આપ વ્રત છોડી શકો છો. કે સવારે છોડી શકો છો. .

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

કાળ ભૈરવ ચાલીસા/ Kaal Bhairav Chalisa

પૂજા કરતા સમયે ઉંઘ આવવી શુભ કે અશુભ, પૂજા કરતા સમયે આવતા આ સંકેત

આગળનો લેખ
Show comments