Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરનું બજેટ બની ગયુ છે ચિંતાનું કારણ તો અજમાવો આ ઉપાય

Webdunia
બુધવાર, 3 જાન્યુઆરી 2018 (09:59 IST)
જે રીતે રોજ  રોજીંદી વપરાશની વસ્તુઓની કીમત વધતી જાય છે તેમાં સામાન્ય માણસ માટે ઘરનું  બજેટ સંભાળવુ  કઠિન થઈ ગયુ  છે. સામાન્ય માણસ એ ચિંતામાં રહે છે કે કેવી રીતે  ઘરની જરૂરિયાત પૂરી કરાય.
 
પણ ચિંતા કરવા માત્રથી તમારી સમસ્યા દૂર થશે નહી અને ઘરનો બજેટ પણ સચવાશે નહી. આ માટે તમારે કોઈ ન કોઈ ઉપાય તો કરવો પડશે . જેથી તમારા બજેટને જાળવી રાખવામાં સફળતા મળે અને ભવિષ્ય માટે ધન પણ બચાવી શકાય. 
 
એક ઉપાય એ છે કે તમે તમારી આવક વધારો પણ આવક વધારવાથી થોડી રાહત  તો મળી જશે પણ સમસ્યાથી પૂર્ણ રીતે મુક્તિ નહી મળે.  સમસ્યાથી પૂરી રીતે મુક્તિ મેળવવા તમે આ નાના- નાના ઉપાય અજમાવી શકો છો. 
રસોડા પરથી કરો ઘરના બજેટની શરૂઆત 
 
પૂજા ઘરમાં આમ તો બધા લોકો દેવી લક્ષ્મીની ફોટો કે મૂર્તિ રાખે છે. પણ રસોઈ ઘરમાં લક્ષ્મીની તસ્વીર ખૂબ ઓછા લોકો જ લગાવે છે. જ્યારે કે રસોઈઘર સાથે તમારું બજેટ સંકળાયેલુ હોય છે. આથી દેવી લક્ષ્મીનો એક ફોટો રસોઈઘરમાં પણ જરૂર લગાવો. 
 
દેવી અન્નપૂર્ણાને અનાજ અને  ભંડારની દેવી કહેવામાં આવી છે.  શાસ્ત્રો મુજબ જે ઘરમાં અન્નપૂર્ણાની કૃપા રહે છે તે ઘરમાં ક્યારે પણ અન્ન-ધનની અછત નહી રહે . આથી  લક્ષ્મી સાથે દેવી અન્નપૂર્ણાને પણ તમારા રસોડામાં સ્થાન આપો. 
આ બન્ને દેવીઓની નિયમિત સવારે સાંજ ઘરમાં પૂજા કરાય અને ધૂપ-દીપ કરવો જોઈએ. આનાથી તમારો ભંડાર હમેશા ભરેલો રહેશે અને ઘરનું  બજેટ અને બચત કરવામાં તમને  સફળતા મળશે. 
 
તમારી ટેવમાં શામેલ કરો આ નાનું કામ 
 
શાસ્ત્રોમાં ગાયને લક્ષ્મીનું  સ્વરૂપ માનવામાં આવે  છે,  જેના શરીરના દરેક અંગમાં કોઈne  કોઈ દેવતા વાસ કરે છે.આથી  દરરોજ એક રોટલી ગોળ સાથે ગાયને ખવડાવવી એ તમારી ટેવમાં શામેલ કરી લો
 
જો સવારે ગાય દ્વાર પર આવી જાય તો તેને રોટલી કે લીલુ  ઘાસ જરૂર ખવડાવો. આથી તમારી આર્થિક સ્થિતિ સારી થશે.ગાય ઉપરાંત કુતરો પણ એક એવો જીવ છે જેને નિયમિત રોટલી ખવડાવવી જોઈએ. 
દ્વાર પર કૂતરો આવીને બેસી જાય તો તેને મારીને ભગાડવાને બદલે તેને રોટલી આપવી જોઈએ.એથી રાહુ,કેતુ અને શનિ આ ત્રણે ગ્રહોની અશુભ અસર દૂર થશે.  આનાથી  પિતરોને પણ સંતુષ્ટિ મળે છે અને ઘરમાં અન્ન,ધન,લક્ષ્મીનો વાસ રહે છે એટલે કમાણીમાં બરકત થાય છે. 
 
વડીલોનું  માનવુ  છે કે તમે કેટલી પણ કમાણી કરી લો પણ જો દેવતા પ્રસન્ન નહી રહે તો તમારી કમાણીમાં બરકત નહી આવે. આથી કહેવાય છે કે ભોજન બનાવ્યા પછી સૌથી પહેલાં  થોડો અંશ અગ્નિમાં નાખી દો. અગ્નિમાં નાખવાથી આ હવિષ્ય બની જાય છે અને દેવતાઓ સુધી આ અંશ પહોંચી જાય છે 
 
કહેવાય્ છે કે ભોજન હમેશા શુદ્ધ થઈને જ રાંધવુ  જોઈએ. રસોઈ કરવી એ પણ યજ્ઞ સમાન છે તેથી સ્નાન કર્યા પછી જ રસોઈ કરવી જોઈએ. 
 
તમે એવુ  પણ કરી શકો કે ભોજન બન્યા પછી કોઈને પણ પીરસતા પહેલાં થોડો  ભાગ કાઢીને ભગવાનને પ્રસાદ સ્વરૂપ અર્પિત કરી દો. ત્યારબાદ ઘરના સભ્યોને ભોજન પીરસો. એ  પણ ધ્યાન રાખો કે ભોજન હમેશા દક્ષિણ કોણમાં જ રાખવું .  
 

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments