Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લક્ષ્મી કૃપા માટે પર્સમાં કેવી વસ્તુઓ રાખશો કેવી નહી ?

લક્ષ્મી કૃપા માટે પર્સમાં કેવી વસ્તુઓ રાખશો કેવી નહી  ?
, બુધવાર, 29 નવેમ્બર 2017 (10:22 IST)
આજના સમયમાં પર્સતો  લગભગ બધા જ લોકો રાખે છે અને પર્સમાં પૈસા સિવાય વધારાની વસ્તુઓ પણ રાખે છે ,પણ થોડી વસ્તુઓ એવી છે જે પર્સમાં રાખવી ન જોઈએ. 

પર્સમાં દેવી લક્ષ્મીથી સંકળાયેલી વસ્તુ રાખી શકાય છે,જેથી લક્ષ્મીની પ્રસન્નતા મળે છે. 
 
આપણી પાસે રહેતી બધી વસ્તુઓનો પણ નકારાત્મક અને સકારાત્મક પ્રભાવ પડે છે. જો અમે નકારાત્મક ઉર્જા વધારતી વસ્તુઓ તમારી સાથે રાખશો તો એની ખરાબ અસર થવાની શક્યતા રહે છે. અત: પર્સમાં નકારાત્મક ઉર્જા વધારતી વસ્તુ રાખવાથી બચવું જોઈએ. પર્સમાં માત્ર સકારાત્મક ઉર્જા વધારતી વસ્તુઓ રાખવી જોઈએ. 
 
આવો જાણીએ પર્સમાં કઈ વસ્તુઓ રાખી શકાય છે અને કઈ-કઈ વસ્તુઓ રાખવાથી બચવુ  જોઈએ
 
*ધનની દેવી મહાલક્ષ્મી સાથે  સંબંધિત વિશેષ યંત્ર પર્સમાં રાખી શકાય છે. આ તમારી આવકમાં વધારો કરાવી શકે છે. 
 
*મહાલક્ષ્મીની પ્રતીક પીળી કોડિયો પર્સમાં રાખી શકાય છે. આ પણ ધનને તમારી તરફ આકર્ષે છે. 
 
*દેવી લક્ષ્મીના પૂજનમાં રાખેલા ગોમતી ચક્રને પૂજા કર્યા પછી પર્સમાં રાખવુ  ખૂબજ શુભ ગણાય છે. 
 
* પર્સમાં નોટ અને સિક્કાને જુદા-જુદા રાખવા જોઈએ. પર્સમાં ઘણા પોકેટ કે ખિસ્સા હોય છે તો નોટ અને સિક્કાને જુદા જુદા  રાખી શકાય છે. 
 
* પર્સમાં દવાઓ ન રાખવી જોઈએ. 
 
* પર્સમાં ક્યારે પણ અનાવશ્યક વસ્તુઓ નહી રાખવી જોઈએ. જયાં સુધી શક્ય હોય પર્સમાં માત્ર પૈસા જ રાખવા જોઈએ. કોઈ પણ પ્રકારનું  બિલ કે રસીદ જે ખર્ચ સાથે સંબંધિત હોય તે પર્સમાં પૈસા સાથે ન રાખવુ  જોઈએ. રસીદ અને બિલ માટે કોઈ જુદી વ્યવસ્થા કરવી યોગ્ય  રહે છે. 
 
* પર્સમાં ખાવા-પીવાની વસ્તુઓ પણ ન રાખવી જોઈએ. ઘણા લોકો પર્સમાં ગુટખા, પાઉચ, ચાકલેટ જેવી વસ્તુઓ રાખે છે આ અશુભ ગણાય છે. આ વસ્તુઓ માટે જુદી વ્યવ્સ્થા કરવી જોઈએ. 
 
* પર્સમાં દેવી દેવતાઓનો ફોટો રાખવો  જોઈએ. જો શક્ય હોય તો પોતાના ઘરના મંદિર કે દેવી દેવતાઓનો ફોટો પર્સમાં રાખી શકાય છે. ઘરથી દૂર રહો ત્યારે આ ફોટોના દર્શન કરવા જોઈએ. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Vastu-ભૂલીને પણ સવારે ઉઠતા જ આ 4 વસ્તુઓ નહી જોવી જોઈએ