Dharma Sangrah

ગોરમાનો વર કેસરિયો તે નદીએ નાહવા જાય રે ગોરમા

Webdunia
બુધવાર, 21 જુલાઈ 2021 (06:31 IST)
ગોરમાનો વર કેસરિયો, ગોરમાનો વર કેસરિયો,
ગોરમા બારી ઉઘાડો રે, ગોરમાનો વર કેસરિયો.
 
આવી પેલી પંથ પૂજારણ, ગોરમાનો વર કેસરિયો,
કંઈ બેન ભોળા ને વાંકા અંબોડા,ગોરમાનો વર કેસરિયો.
 
વાંકા અંબોડા ને ઘૂઘરિયા ચૂડા, ગોરમાનો વર કેસરિયો,
ઘૂઘરિયા ચૂડ સિંદૂરના સેંથા, ગોરમાનો વર કેસરિયો.
 
ગોરમાનો વર કેસરિયો તે નદીએ નાહવા જાય રે ગોરમા,
પગમાં પહેરી પાવડી ને પટપટ કરતો જાય રે ગોરમા.
 
માથે તો મુગટ મોડિયું ને છમછમ ફરતો જાય રે ગોરમા,
હાથે પટોળી લાકડી રે તે, ઠમઠમ કરતો જાય રે ગોરમા.
 
હાથે બાજુબંધ બેરખાં રે, ગોરમાનો વર કેસરિયો,
ગોરમાનો વર કેસરિયો, ગોરમાનો વર કેસરિયો
આપણા દેશની એ જ વિશેષતા છે કે અહીની સ્ત્રીઓને બાળપણથી જ ત્યાગ અને સમર્પણના પાઠ શીખવાડવામાં આવે છે, તેને વ્રત કરાવીને ત્યાગ અને સમર્પણની ભાવના શીખવાડવા વ્રત કરાવવામાં આવે છે. ભુખ અને તરસ જે વ્યક્તિનો સ્વભાવ છે તેની સામે સંઘર્ષ કરી સંયમનો ગુણ કેળવે છે..
 
આજનો જમાનો એટલો ખરાબ થઈ ગયો છે જ્યા બાળકીઓથી માંડીને યુવતીઓ કે સ્ત્રીઓ કોઈ સુરક્ષિત નથી. એવુ નથી કે આજના દરેક પુરૂષો ખરાબ છે.. પણ આજે જે પ્રમાણે દીકરીઓ પર અત્યાચાર વધી રહ્યા છે તેવી પરિસ્થિતિમાં કોઈની પર પણ એકદમ આંખ મુકીને વિશ્વાસ તો કરી શકાતો નથી.. કારણ કે કોણ ખરાબ છે અને કોણ સારુ એ અંગે કોઈના માથે લખેલુ નથી હોતુ.. છતા છોકરીઓ કેટલી આસ્થા અને શ્રદ્ધાથી ઉપવાસ રાખે છે... કેવી દુનિયા જે પુરૂષે ભારતમાં સ્ત્રીઓનું સૌથી વધુ અપમાન કર્યુ છે તેને માટે જ બાળપણથી છોકરીઓને તેમને માટે ઉપવાસ કરાવવાના સંસ્કાર શીખવાડવામાં આવે છે .. ? એ જ તો વિશેષતા છે આપણા દેશની... સંસ્કાર...
 
આ સમયે છોકરાઓની એ ફરજ છે કે આપણી બેનનું આ દિવસોમાં ધ્યાન રાખવું....જે છોકરીઓ વ્રત કરે છે ત્યારે કેવી સ્થિતિમાંથી પસાર થાય છે તે તમારે અનુભવ કરવો હોય તો એકાદ દિવસ એક ટાઈમ જમશો નહી તો તમને ખબર પડી જશે કે સંયમ રાખવો કેટલો દુષ્કર છે....! જયારે કે તેઓ તો પાંચ પાંચ દિવસના મોળા ઉપવાસ કરતી હોય છે.
 
તો શું આપણી તે ફરજ નથી કે આપણે તેમનુ ધ્યાન રાખીએ.. તેમને પાંચ દિવસ પજવીએ નહી.. ચીડવીએ નહી... તેને ખુશ રાખવાનો પ્રયત્ન કરીએ.. આટલુ તો તમે કરી શકો ને ??
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જુવાર, બાજરી અને રાગીનું કોમ્બીનેશન છે લાજવાબ, જાણો આ ત્રણ અનાજને મિક્સ કરીને ખાવાથી આરોગ્યને શું લાભ થાય

ઈન્દોરમાં ફેલાયેલો જીવલેણ ફીકલ કોલિફોર્મ બેક્ટેરિયા શુ છે.. કેટલો ખતરનાક છે અને તેનાથી કંઈ બીમારીઓનો ખતરો હોય છે

ચહેરો ચમકતો અને યુવાન રહેશે, આ લીલા બીજનું પાણી રોજ પીવો

Gujarati Recipe- મેથીના ગોટા

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

વધુ જુઓ..

નવીનતમ

Sakat Chauth Upay: તલ/અંગારીકા ચોથનાં દિવસે કરો આ ઉપાયો, જીવનની બધી મુશ્કેલીઓ થશે દૂર,

Sakat Chauth 2026: સંકટ ચોથ વ્રત ક્યારે છે 6 કે 7 જાન્યુઆરી ? જાણી લો તલ ચોથની પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને સામગ્રીની લીસ્ટ

Shiv Chalisa Video - શિવ ચાલીસા વાંચો ગુજરાતીમાં

Shiv Stuti : શંભુ શરણે પડી.. (જુઓ વીડિયો)

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

આગળનો લેખ
Show comments