જયા પાર્વતી વ્રતને ગૌરીવ્રત કે વિજયાવ્રત પણ કહેવાય છે. આ વ્રત અષાઢ શુક્લ પક્ષની તેરસથી લઈને કૃષ્ણપક્ષની તૃતીયા સુધી આમ 5 દિવસ ચાલે છે. આ વ્રત ખાસ કરીને વિવાહિત મહિલાઓ અને કુંવારી કન્યાઓ કરે છે. આ વ્રત કરવાથી વિવાહિત મહિલાઓ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. અને કુંવારી કન્યાઓ
સારો પતિ પ્રાપ્ત કરે છે.
આવો જાણીએ જયા પાર્વતી વ્રત દરમિયાન શુ કરવુ શુ નહી
પહેલા જાણીએ શુ શુ કરવુ
- વ્રત શરૂ કરતા પહેલા માટીના વાસણ માટી ભરીને જુવાર-ઘંઉ-મગના જુવારા ઉગાડવા, જુવારા ઊગી જાય ત્યારબાદ જયાપાર્વતીવ્રતમાં પાંચ દિવસ સુધી નિત્ય જુવારાનું પૂજન કરવું,
- જ્યા પાર્વતી વ્રત દરમિયાન સવારે વહેલા ઉઠીને નિત્ય કાર્યથી પરવારીને મંદિરમાં જઈને શંકર પાર્વતીની વિધિ પૂર્વક પૂજા કરો
- રૂ નો હાર બનાવવો, જેને નાગલા કહેવાય છે. જુવારાને આ હાર નિત્ય અર્પણ કરવો.
- મા પાર્વતી પાસે પરણિત બહેનોએ અખંડ સૌભાગ્ય તેમજ કુંવારી કન્યાઓએ સારા વરની માંગણી કરી, આશિર્વાદ પ્રાપ્ત કરવા.
- વ્રત દરમિયાન ખૂબ ખુશ રહેવુ
- છઠ્ઠા દિવસે સવારે મંદિરમાં જઇ મા પાર્વતીની પૂજા આરાધના કરી મીઠું અને લોટની સામગ્રી બનાવીને ખોરાક લઇને વ્રત પૂર્ણ કરી શકાય છે.
- વ્રતના અંતિમ દિવસે રાત્રી જાગરણ કરવાનું મહત્વ છે.
- વ્રતની ઉજવણી પાંચ વર્ષને અંતે, સાત વર્ષને અંતે કે પછી 9 વર્ષને અંતે કરી શકાય છે.
ગૌરી વ્રતમાં શુ ન કરવુ
- વ્રત દરમિયાન સવારે પૂજા કર્યા સિવાય કંઈ પણ ગ્રહણ કરવુ નહી
- વ્રત દરમિયાન મીઠુ અને અન્ન બિલકુલ ખાવુ ન જોઈએ
- જયા પાર્વતી વ્રતમાં ઘરમાં કજિયા કંકાસ કરવો નહી
- આ વ્રત કરનાર યુવતીઓએ વ્રત દરમિયાન ધાર્મિક પુસ્તકો વાંચવા જોઈએ તેનાથી મન શુદ્ધ રહે છે
- આ વ્રતમાં મીઠુ લેવામાં આવતુ નથી જેથી શરીરમાં કમજોરી આવી શકે છે જેથી જે લોકો શારીરિક રીતે કમજોર હોય તેમણે દેખાદેખીમાં વ્રત કરવુ નહી.