Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chaitra Navratri 2022: ચૈત્ર નવરાત્રિ ઘટ સ્થાપના મુહુર્ત અને પૂજા વિધિ

Webdunia
શનિવાર, 2 એપ્રિલ 2022 (04:56 IST)
ઘટસ્થાપના નુ શુભ મુહુર્ત 
 
ચૈત્ર ઘટસ્થાપના માટે શુભ મુહુર્ત - 2 એપ્રિલ 2022 શનિવારે સવારે  06 :22 થી સવારે 08: 31 સુધી 
 
ઘટસ્થાપનાનુ અભિજીત મુહુર્ત - 2 એપ્રિલ 2022 શનિવાર બપોરે 12: 08 મિનિટથી બપોરે 12:57 મિનિટ સુધી રહેશે 
પ્રતિપ્રદા તિથિ પ્રારંભ : 1 એપ્રિલ 2022, સવારે  11: 53 મિનિટથી 
પ્રતિપ્રદા તિથિ સમાપ્ત  2 એપ્રિલ 2022, સવારે 11: 58 મિનિટ પર 
 
ચૈત્ર નવરાત્રી 2022ની તારીખો
 
2 એપ્રિલ (પહેલો દિવસ) – મા શૈલપુત્રીની પૂજા
 
3 એપ્રિલ (બીજો દિવસ) – મા બ્રહ્મચારિણીની પૂજા
 
4 એપ્રિલ (ત્રીજો દિવસ) – મા ચંદ્રઘંટાની પૂજા
 
5 એપ્રિલ (ચોથો દિવસ) – મા કુષ્માંડાની પૂજા
 
6 એપ્રિલ (પાંચમો દિવસ) – મા સ્કંદમાતાની પૂજા
 
7 એપ્રિલ (છઠ્ઠો દિવસ) – મા કાત્યાયનીની પૂજા
 
8 એપ્રિલ (સાતમો દિવસ) – મા કાલરાત્રિની પૂજા
 
9 એપ્રિલ (આઠમો દિવસ) – મા મહાગૌરીની પૂજા
 
10 એપ્રિલ (નવમો દિવસ) – માતા સિદ્ધિદાત્રીની પૂજા
 
11 એપ્રિલ (દસમો દિવસ) – નવરાત્રી પારણાં
 
 
આવી રીતે કરો સ્થાપના
 
-  કળશની સ્થાપના ઈશાન ખૂણામાં કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. 
- માટીનું વાસણ લઈને તેમાં થોડી માટી નાંખો. હવે તેના પર સાત અનાજ પાથરી દો.  એક બાજુ માટી પાથરીને સાત અનાજ પાથરો. આ પ્રમાણે માટી અને અનાજના ત્રણ ભાગ બનાવો. 
- તેના પર એક નાની માટલી મૂકો. માટલીમાં પાણી, સોપારી અને ઔષધિ મૂકો. સાથે-સાથે ગણેશજીની સ્થાપના પણ કરી લો. ગણેશજીની સ્થાપના હંમેશા કળશની ડાબી બાજુ કરવી જોઈએ. 
- કળશમાં પાણી ભરીને તેમાં સોપારી, અત્તર નાંખીને તેના પર એક નાળિયેર મૂકો. દેવીનું સ્મરણ કરતાં નાળિયેર પર નાડાછડી બાંધો. 
- હવે આ નાળિયેરને લાલ કપડાંમાં લપેટીને માટલીની ઉપર રાખો. 
- યાદ રાખો કે અખંડ દીપક પહેલાં પ્રજ્વલિત કરવાનો છે. તેના માટે ઘીનો દીવો પ્રગટાવો. 
- તેના પછી દુર્ગા ચાલીસા અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરો. શક્તિ શિવ વિના અધૂરી છે એટલે તેના પછી શિવનું સ્મરણ અવશ્ય કરો.

સંબંધિત સમાચાર

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments