Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 15 April 2025
webdunia

Chaitra Navratri Mantra- ચૈત્ર નવરાત્રિમા કંઈ સમસ્યા માટે કયા મંત્રનો પાઠ કરશો ?

Chaitra Navratri 2023
, સોમવાર, 20 માર્ચ 2023 (14:42 IST)
હિન્દુ ધર્મમાં નવરાત્રિ દરમિયાન સાધના અને ઉપાસના કરવાનો સર્વશ્રેષ્ઠ સમય બતાવાયો છે. એવી માન્યતા છે કે સામાન્ય દિવસોમાં કોઈપણ સાધનામાં સિદ્ધિ હાસલ કરવા માટે ઓછામાં ઓછા 40 દિવસની જરૂર હોય છે.  બીજી બાજુ નવરાત્રિમાં નવ દિવસ જ અનુષ્ઠાનમાં સફળતા મેળવવા માટે પર્યાપ્ત હોય છે.   ઉલ્લેખનીય છે કે વર્ષમાં ચાર માસ ચૈત્ર, અષાઢ, આસો અને મહા આ ચાર મહિનામાં નવરાત્રીનો તહેવાર ઉજવાય છે. પરંતુ તેમાથી ચૈત્ર અને શારદીય નવરાત્રી મુખ્ય હોય છે. આ વખતે 22  માર્ચથી ચૈત્ર એટલે કે વાસંતિક નવરાત્રી શરૂ થઈ રહી છે.  તો આવો જાણીએ નવ દિવસમા તમારી ઈચ્છા પૂર્તિ મુજબ કયા-કયા મંત્રોનો જાપ કરવાથી શુ લાભ થશે તેના વિશે...

1. વેપારમા વૃદ્ધિ-આર્થિક ઉન્નતિ - ઉત્તરામુખી  બેસીને કાળી હકીક માળા દ્વારા 3 દિવસ સુધી રોજ 3 માળા ફેરવો. 
મંત્ર -  ओम् हृीं श्रीं क्लीं क्रों घण्टाकर्ण महावीर लक्ष्मीं पूरय पूरय सौभाग्यं कुरु कुरु स्वाहा !!
 
2. ઋણ મુક્તિ - પશ્ચિમ તરફ મોઢુ કરી લાલ આસન પર પીળા વસ્ત્રો પહેરીને બેસો અને 3 કાળા હકીકની માળા કરો. 
મંત્ર -  ओम् भं भैरवाय नम: !! 
 
3. વિદેશ યાત્રા અવરોધ - લાલ વસ્ત્ર પહેરી પશ્ચિમ તરફ મોઢી કરીને હનુમાનજીનુ ધ્યાન કરતા 54 વાર મંત્રા જાપ કરો 
મંત્ર -  ओम् क्षं फट् !!
 
4. પદ પ્રતિષ્ઠા - સફેદ આસન પર સફેદ વસ્ત્ર પહેરીને ઉત્તરામુખી બેસીને 7 માળા કરો 
મંત્ર -  हं ह सें ह स क रीं ह सें !!
 
5. પ્રમોશન - સફેદ વસ્ત્ર પહેરીને ઉત્તરામુખી બેસીને એક માળા રોજ કરો 
મંત્ર -  ऐं ओम् हृीं नीलरातायै क्लीं हुं फट्!!
 
6. લગ્ન - લાલ કે સફેદ વસ્ત્ર પહેરીને પૂર્વામુખી બેસીને યુવક એક માળા રોજ કરે 
મંત્ર - पत्नीं मनोरमां देहि मनोवृत्तानुसारिणीम्!तारणीं दुर्ग संसारसागरस्य कुलोद्भवाम्!!
યુવતીઓ માટે મંત્ર - ओम् गौरी ! शंकराधीशे ! यथा त्वं शंकरप्रिया!  तथा मां कुरु कल्याणि कांता सदुर्लभाम् !!
 
7. મકાન - રક્તચંદનની માળા દ્વારા ઉત્તરામુખી બેસીને કુલ 21 માળા કરો. 
મંત્ર -  मंत्र : ओम् देवोत्थाय नम: !!
 
8. સંતાન વિવાહ - લાલ વસ્ત્ર પહેરી ઉત્તરામુખી બેસી 7 માળા રોજ કરો. 
મંત્ર -  ओम् क्रीं क्लीं विवाह बाधा निवारणाय फट् !!
 
9. સ્થાઈ સંપત્તિ - પૂર્વામુખી બેસી, પીળા વસ્ત્ર પહેરી, કમલગટ્ટાની માળાથી 3 માળા રોજ કરો. 
મંત્ર -  ओम् पद्मावती पद्मनेत्रे लक्ष्मीदायिनी सर्वकार्य सिद्धि करि करि ! ओम् ह्ीं श्री पद्मावत्यै नम:!!
 
10. ષડયંત્ર અને ષડયંત્ર મુક્તિ - દક્ષિણામુખી બેસી લાલ વસ્ત્ર પહેરી. મગની માળા દ્વારા 3 માળા રોજ કરો. 
મંત્ર -  क्रीं क्रीं क्रीं हीं हीं हूं हूं दक्षिणे कालिके। क्रीं क्रीं हीं हीं हूं हूं स्वाहा  !!
 
11. કોર્ટ કેસ - પૂર્વામુખી બેસી લાલ વસ્ત્ર પહેરી 21 માળા 7 દિવસ કરો. 
મંત્ર -  शूलेन पाहि नो देवि पाहिखड्गेन चाम्बिके ! घण्टा स्वनेन न: पाहि चापश्यानि: स्वनेन च!!
 
12. શત્રુ વિજય  - દક્ષિણામુખી બેસી લાલ વસ્ત્ર પહેરી 3 માળા રોજ કરો. 
મંત્ર -  ओम् क्लीं ऐं वज्र वैरोचनीये विजयसिद्घिं शत्रुनाशाय फट्!!
 
 13. સવ શત્રુ સંહાર - લાલ મોતીની માળા દ્વારા લાલ વસ્ત્ર પહેરીને એક માળા કરો. 
મંત્ર -   मंत्र: ओम् ऐं ही क्लीं चामुण्डायै विच्चै !!

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Chitra Navratri 2023 Remedies: નવરાત્રિમાં કરી લો આ ઉપાય, પ્રસન્ન થઈને તમારા ઘરમાં પધારશે મહાલક્ષ્મી