Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vivah Panchami 2021: જાણો આ દિવસની તિથિ, મહત્વ અને પૂજા વિધિ વિશે

Webdunia
બુધવાર, 8 ડિસેમ્બર 2021 (08:28 IST)
વિવાહ પંચમી 2021 - આ હિંદુઓ માટે એક મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે તે ભગવાન રામ અને માતા સીતાના લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરે છે. હિંદુ કેલેન્ડર મુજબ, આ દિવસ માર્ગશિરામાં શુક્લ પક્ષની પાંચમના દિવસે આવે છે. આ દિવસે, ભક્તો એક દિવસનો ઉપવાસ કરે છે અને સુખી અને સ્વસ્થ દાંપત્યજીવન માટે ભગવાન રામ અને માતા સીતાના આશીર્વાદ મેળવે  છે. આ વર્ષે વિવાહ પંચમી 8 ડિસેમ્બર 2021ના રોજ ઉજવવામાં આવશે.
 
આ ઉપરાંત એવુ કહેવાય છે કે આ દિવસે ગોસ્વામી તુલસીદાસે રામાયણનું અવધિ સંસ્કરણ (મૂળરૂપે વાલ્મીકિ દ્વારા રચાયેલ) રામચરિતમાનસ પૂર્ણ કર્યું હતું.
 
વિવાહ પંચમી 2021: તારીખ અને શુભ સમય
 
તારીખ: 8 ડિસેમ્બર, બુધવાર
 
પંચમી તિથિ પ્રારંભ  - 07 ડિસેમ્બર, 2021 રાત્રે 11:40 વાગ્યાથી 
 
પંચમી તિથિ સમાપ્ત  - 09:25 રાત્રે 08 ડિસેમ્બર 2021 વાગ્યા સુધી 
 
વિવાહ પંચમીનું  મહત્વ
 
હિંદુ ગ્રંથો અનુસાર, માતા સીતાના પિતા રાજા જનકે તેમની પુત્રી માટે સ્વયંવરનું આયોજન કર્યું હતું, પરંતુ તેમણે માતા સીતા સાથે લગ્ન કરવા આવેલા તમામ રાજાઓ અને રાજકુમારોની સામે એક શરત મૂકી કે તેઓએ ભગવાન શિવનુ પિનાક ધનુષ ઉપાડવું પડશે.  સ્વયંવરમાં ભગવાન રામ અને તેમના નાના ભાઈ લક્ષ્મણે પણ  ભાગ લીધો હતો.
 
જેવો સ્વયંવર શરૂ થયો કોઈ રાજકુમાર કે રાજા પિનાક ધનુષ ઉપાડી શક્યા ન હતા, તેથી ગુરુ વિશ્વામિત્રએ ભગવાન શ્રી રામને ધનુષ્ય ઉપાડવાનો પ્રયાસ કરવા વિનંતી કરી. ભગવાન રામ તરત જ ઉભા થયા અને સહજતાથી ધનુષ્ય ઉપાડી લીધુ. આનાથી રાજા જનક પ્રભાવિત થયા, અને તેમણે ખુશીથી પોતાની પુત્રી સીતાના લગ્ન ભગવાન રામ સાથે કર્યા.
 
વિવાહ પંચમી 2021: પૂજા વિધિ
 
આ દિવસે, ભારત અને નેપાળમાં ભક્તો, ખાસ કરીને જનકપુરમાં, એક ભવ્ય ઉત્સવનું આયોજન કરે છે.
 
આ દિવસે ભક્તો વિશેષ પૂજા કરે છે અને સુખી અને શાંતિપૂર્ણ લગ્ન જીવન માટે આશીર્વાદ લે છે. ભગવાન રામ અને માતા સીતા પણ ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે

સંબંધિત સમાચાર

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

આગળનો લેખ
Show comments