Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 26 April 2025
webdunia

Tulsi Vivah 2021: તુલસી વિવાહના દિવસે આર્થિક તંગી દૂર કરવા માટે કરો આ ઉપાય

Tulsi Vivah 2021
, સોમવાર, 15 નવેમ્બર 2021 (11:39 IST)
Tulsi Mantra: હિન્દુ ધર્મમાં તુલસી પૂજાનુ વિશેષ મહત્વ છે. તુલસીના છોડને પૂજનીય સ્થાન પ્રાપ્ત છે. એટલુ જનહી તુલસી જી ને મા લક્ષ્મીના રૂપમાં માનવામાં આવે છે. કારતક મહિનામાં તુલસી પૂજાનુ વિશેષ મહત્વ કહેવાય છે કે ભગવાન વિષ્ણુજી ને તુલસી ખૂબ પ્રિય છે. તેથી શ્રી હરિ પૂજામાં તુલસી પત્ર જરૂર સામેલ કરો. એવુ કહેવાય્છે કે આવુ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ભક્તોની બધી મનોકામનાઓ પૂરી કરે છે. કારતક મહિનાની દેવઉઠની એકાદશીના દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુ અવતાર શાલીગ્રામ સાથે તુલસી જી નો વિવાહ કરવામાં આવે છે. 
 
કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશીને દેવઉઠી એકાદશી કહેવાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના પછી યોગ નિદ્રામાંથી જાગે છે અને પોતાનો કાર્યભાર સાચવે છે. આ વર્ષે દેવઉઠી એકાદશી 14 નવેમ્બરના રોજ છે. પણ આ વખતે એ જ દિવસે તુલસી વિવાહ નહી કરવામાં આવે. પરંતુ તુલસી વિવાહ 15 નવેમ્બર એટલે કે આજના દિવસે કરવામાં આવશે. 
 
એવુ કહેવાય છે કે તુલસી વિવાહના દિવસે આર્થિક તંગી દૂર કરવા માટે તુલસી પૂજાના સમયે આ મંત્રનો જાપ  (Tulsi Mantra Jaap) કરવામાં આવે તો મનપસંદ ફળ પ્રાપ્ત થાય છે. આવો જાણીએ આ મંત્રો વિશે.. 
 
તુલસી મંત્ર  
 
- મહાપ્રસાદ જનની સર્વ સૌભાગ્યવર્ધિની, આધિ વ્યાધિ હરા નિત્યં તુલસી ત્વં નમોસ્તુતે.. 
 
- તુલસીના પાનને સ્પર્શ કરતા આ મંત્રનો જાપ નિયમિત રૂપથી કરવો જોઈએ. કહેવાય છે કે તેના વ્યક્તિની બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય છે. 
 
મંત્ર પહેલા આ વાતોનુ રાખો ધ્યાન (Point Keep In Mind Before Chanting Tulsi Mantra)
 
1. તુલસી મંત્રનો જાપ પહેલા ઈષ્ટ દેવની પૂજા કરો. ત્યારબાદ જ તુલસી મંત્રનો જાપ કરો.  
 
2. મંત્રનો જાપ શરૂ કરતા પહેલા તુલસીને પ્રણામ કરવુ જોઈએ અને છોડમાં શુદ્ધ જળ અર્પિત કર્યા બાદ જ મંત્રનો જાપ શરૂ કરો. 
 
3. ત્યારબાદ તુલસીનો શૃંગાર હળદર અને સિંદૂર ચઢાવીને કરો. ત્યારબાદ તુલસીજી આગળ ઘી નો દીવો પ્રગટાવો અને અગરબત્તી સળગાવો. 
 
4. તુલસીજીના છોડની 7 વાર પરિક્રમા કરો. ત્યારબાદ ઉપર બતાવેલ મંત્રનો જાપ કરો. જાપ પછી તુલસીજીને સ્પર્શ કરીને બધી મનોકામનાઓ બતાવી દો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Tulsi Vivah 2021- તુલસી વિવાહ કેવી રીતે કરશો અને મહત્વ