Webdunia - Bharat's app for daily news and videos

Install App

કમાણીમાં બરકત જોઈએ તો અજમાવો આ સરળ ઉપાય

Webdunia
સોમવાર, 19 જૂન 2017 (16:46 IST)
જેમ દિવસોદિવસ વસ્તુઓની કીમતમાં વધારો થઈ રહ્યો છે તો સામાન્ય માણસ માટે ઘરનું  બજેટ સંભાળવુ  મુશ્કેલ થઈ ગયુ  છે. માણસ એ જ ચિંતામાં રહે છે જે કેવી રીતે ઘરની જરૂરિયાતોને પૂરી કરવી. પણ ચિંતા કરવથી ન તો તમારી સમસ્યા દૂર થશે ન ઘરનું બજેટ સચવાશે. આ  માટે તમારે  થોડા ઉપાય કરવા પડશે જેથી તમારા ઘરનું બજેટ સાચવવામાં તમને સફળતા  મળે અને તમે થોડી બચત પણ કરી શકો. 
 
એક ઉપાય તો એ  છે કે તમારી આવક વધારો પણ આવક વધારવાથી થોડી રાહત તો મળી જશે પણ સમસ્યાથી પૂરી રીતે મુક્તિ નહી મળે . સમસ્યાથી સંપૂર્ણ રીતે મુક્તિ મેળવવા માટે આ નાના-નાના ઉપાયો અજમાવી શકો છો. 

જાણો એ ઉપાયો વિશે આગળ 
રસોડાથી કરો  બજેટ સાચવવાની શરૂઆત  
 
દેવી અન્નપૂર્ણાને અનાજ અને ભંડારની દેવી કહેવાય છે. શાસ્ત્રો મુજબ જે ઘરમાં અન્નપૂર્ણાની કૃપા રહે છે તે ઘરમાં ક્યારે પણ ધનની અછત નહી રહે છે. આથી લક્ષ્મી સાથે દેવી અન્નપૂર્ણાને પણ તમારા રસોડામાં સ્થાન આપો.
 
આ બન્ને દેવીઓની નિયમિત સવાર-સાંજ રસોઈ ઘરમાં પૂજા કરો અને ધૂપ-દીપ કરો તમારો ભંડાર હમેશા ભરાયેલો રહેશે અને ઘરનું બજેટ જાળવવામાં અને બચત કરવામાં તમને સફળતા મળશે. 
 



તમારી ટેવમાં શામેલ કરો આ નાનું કામ 
શાસ્ત્રોમાં ગાયને લક્ષ્મીનું  સ્વરૂપ માનવામાં આવે છે. કારણ કે ગાયના શરીરના દરેક અંગમાં કોઈ ન કોઈ દેવતાનો વાસ છે. આથી તમારી ટેવમાં શામેલ કરી લો કે દિવસની એક રોટલી ગોળ સાથે ગાયને ખવડાવવી. 

જો સવારે-સવારે ગાય દ્વ્રાર પર આવી જાય તો તેને રોટલી કે ચારો ખવડાવો. આનાથી તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. ગાય ઉપરાંત કૂતરું પણ એવો જીવ છે જેને નિયમિત રોટલી ખવડાવવી જોઈએ. 
 
દ્વ્રાર પર કૂતરો આવીને બેસી જાય તો તેને મારીને ભગાડવો  નહી તેને રોટલી આપવી જોઈએ. આથી રાહુ ,કેતુ અને શનિ ત્રણે ગ્રહોની અશુભ અસર દૂર થાય છે. 

 
દરરોજ રસોઈ કર્યા પછી 
 
વડીલોનું  કહેવું છે કે તમે કેટલી પણ કમાણી કરી લો પણ જો દેવી દેવતા પ્રસન્ન નહી રહે તો તમારી કમાણીમાં બરકત નહી રહે. આથી કહેવાય છે કે રસોઈ થયાં પછી સૌથી પહેલા થોડા ભાગ અગ્નિમાં નાખી દો. અગ્નિમાં નાખવાથી તે હવિષ્યત બની જાય છે અને દેવતાઓ સુધી અંશ પહોંચી જાય છે. 
 
આ જ કારણ છે કે શાસ્ત્રોમાં કહ્યું છે કે રસોઈ હમેશા પોતે શુદ્ધ થઈને જ બનાવવી જોઈએ. રસોઈ બનાવવી એ યજ્ઞ કરવા સમાન છે આથી નાહી-ધોઈને જ ભોજન બનાવવુ જોઈએ. 
 
તમે ભોજનનો થોડો ભાગ કોઈને પીરસતા પહેલા ભગવાન માટે કાઢી લો પછી ઘરના સભ્યોને પીરસો.  આવુ  કરવાથી  પિતરોને પણ સંતુષ્ટિ મળે છે અને ઘરમાં અન્ન ,ધન ,લક્ષ્મીનો વાસ રહે છે.એટલે કમાણીમાં બરકત રહે છે. 

- ઘરની સ્ત્રીનુ સન્માન કરો 
 
- દક્ષિણ દિશામાં પગ કરીને ન સૂવો 
 
- જેટલુ બને તેટલુ દાન કરો. હિન્દુ શાસ્ત્રોમાં અન્ન દાનને સૌથી મોટુ દાન બતાવ્યુ છે. જેટલુ બની શકે તેટલુ અન્નનુ દાન કરો. કારણ કે પ્રકૃતિનો આ નિયમ છે કે તમે જેટલુ આપો છો તેનાથી બમણું તે પરત કરે છે. 
 
- નળમાંથી પાણી ટપકવુ આર્થિક ક્ષતિનો સંકેત છે. જો તમારા પણ ઘરમાં આવુ થાય છે તો ટપકતા નળને જલ્દી ઠીક કરાવો. 
 
- ઘરમાં ક્રોધ, ગુસ્સો, ઝગડો, રડવુ કરવુ આર્થિક સમૃદ્ધિ અને એશ્વર્યને નાશ કરે છે. તેથી ઘરમાં લડાઈ ઝગડો કંકાસ ઉભો ન કરો. 

- તિજોરીમાં હળદરની કેટલીક ગાંઠને એક પીળા વસ્ત્રમાં બાંધીને મુકો. સાથે જ કેટલીક કોડીયો અને ચાંદી તાંબા વગેરેના સિક્કા પણ મુકો. થોડા ચોખા પીળા કરીને તિજોરીમાં મુકો. 
 
- જો તમે અપાર ધનની ઈચ્છા રાખો છો તો સૌ પહેલા હનુમાનજીને તમારા પાપોની ક્ષમા માંગીને રોજ હનુમાન ચાલીસા વાંચતા 5 મંગળવાર વડના પાન પર લોટનો દીવો પ્રગટાવીને મંદિરમાં મુકીને આવો. 
 
- કપૂર વગેરે સુગંધિત પદાર્થ હોય છે અને તેને પ્રગટાવવાથી વાતાવરણ સુગંધિત થાય છે. કપૂર પ્રગટાવવાથી દેવદોષ અને પિતૃદોષનુ શમન થાય છે. તેથી ઘરમાં  સવાર સાંજ આરતીમાં કપૂર પ્રગટાવો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Curry Leaves Benefits: જો તમે રોજ સવારે ખાવ છો કઢી લીમડાના પાન તો મળશે આ ગજબના ફાયદા

BR Ambedkar Quotes in Gujarati - ડૉ. ભીમરાવ આંબેડકરના અમૂલ્ય વિચારો

રોજ પીવો કાળી દ્રાક્ષનું જ્યુસ, તમારા લટકતા પેટથી મળશે છુટકારો

Raw Mango Launji કેરી ની લૌંજી ની રેસીપી

પત્ની માટે રોમાંટિક શાયરી

વધુ જુઓ..

નવીનતમ

Hanuman Janmotsav Upay 2025: હનુમાન જયંતિ પર કરો આ ઉપાય, મંગલ દોષથી લઈને કર્જથી પણ મળશે મુક્તિ, મનોકામના થશે પુરી

Hanuman Janmotsav 2025: આજે હનુમાન જન્મોત્સવ છે, કેવી રીતે કરશો બજરંગબલીની પૂજા, જાણો શુભ મુહૂર્ત અને મંત્ર

Hanuman chalisa - જો આ રીતે વાંચશો હનુમાન ચાલીસા તો નહી મળે લાભ

મૃત્યુ ભોજન કરવું યોગ્ય કે ખોટુ?

Hanuman Janmotsav: હનુમાન જન્મોત્સવ પર રાશિ મુજબ 108 વાર કરો આ મંત્રનો જાપ, મનોકામના થશે પૂરી

આગળનો લેખ
Show comments