Dharma Sangrah

સોમવારે કરો ભગવાન શિવના વિશેષ ઉપાય, મળશે ભાગ્યનો સાથ અને થશે ધન લાભ

Webdunia
રવિવાર, 6 ફેબ્રુઆરી 2022 (23:21 IST)
ભગવાન શિવ ખૂબ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે. જો ભકત તેમની પૂજા નિયમસર કરે તો તે તેની બધી ઈચ્છાઓ પૂરી કરે છે તેથી જ તો શિવને ભોલેનાથ પણ કહે છે.
 
જ્ઞાનની પ્રાપ્તિ માટે
સોમવારે શિવનો અભિષેક દૂધમાં ખાંડ મિક્સ કરીને કરવાથી મગજ તેજ થાય છે અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
સોમવારે ઉત્તર દિશા તરફ મોઢુ કરીને ૐ નમ: શિવાયનો જાપ કરવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે.
 
અખંડ લક્ષ્મીના વાસ માટે
ઘરમાં લક્ષ્મીજીનો સ્થાયી વાસ થાય તે માટે લોઢાના વાસણમાં પાણી, ખાંડ, દૂધ તેમજ ઘી ઉમેરી અને તેને પીપળાના મૂળમાં પધરાવી દેવું. આ સિવાય તમે સોમવારે શિવજીને દૂધ અને પાણી મીક્ષ કરીને ચડાવી 
 
શકો છો. તે સમયે ‘ઓમ સોમેશ્વરાય નમ:’
મંત્રની માળા કરવી.
 
મનોકામના પૂર્તિ માટે
સોમવારે સવારે ઊઠી અને સ્નાનાદિ કર્મથી નિવૃત્ત થઈ અને શિવ મંદિરમાં જવું અને શિવલિંગ પર કાચુ દૂધ ચડાવવું. આ ઉપાય સાત સોમવાર સુધી કરવો. શિવજી મનની તમામ મનોકામના પુરી કરશે તેમજ 
 
કોઈપણ પ્રકારનો ગ્રહદોષ હશે તે દૂર થઈ જશે.
 
બીમારીથી છુટકારા માટે
સોમવારથી આ ઉપાય શરૂ કરવો. દર સોમવારે રાત્રિના સમયે કોઈપણ શિવમંદિરમાં જઈ શિવજીને કાચું દૂધ ચડાવવું અને ‘ઓમ જૂં સ:’ મંત્રનો જાપ કરવો. થોડા જ દિવસોમાં લાંબા સમયની માંદગીમાં પણ રાહત જોવા મળશે
 
ટેંશન દૂર કરવા માટે
કહેવાય છે કે ટેંશનને દૂર કરવ માટે સોમવારના દિવસે ખીર બનાવો અને સૌ પહેલા ભગવાન શિવને તેનો ભોગ લગાવો. રાત્રે જમ્યા પછી તમે તેને પોતે ખાવ.
સોમવારે રાત્રે સૂતા પહેલા ગાયત્રી મંત્રનો જાપ 9 વાર કરો. એવુ કહેવાય છે કે ગાયત્રી મંત્રનો જાપ કરવાથી ટેંશન દૂર થાય છે.
 
જો તમે વધુ તનાવમાં રહો છો તો સોમવારે મૂન સ્ટોન ધારણ કરો. ધ્યાન રહે કે મૂન સ્ટોન ચાંદીના ચેન સાથે ધારણ કરવુ વધુ શુભ માનવામાં આવે છે. એટલુ જ નહી મૂન સ્ટોન સાથે આરોગ્ય સંબંધી સમ્સ્યા પણ દૂર થાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શરીરમાં વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો ડાયેટમાં સામેલ કરો આ 1 વસ્તુ, નસોમાં ચોંટેલો ફેટ ઓગળવા માંડશે

સિલિન્ડર કે પાઇપલાઇન કયું સસ્તું છે? PNG કનેક્શન કેવી રીતે મેળવવું તે જાણો.

શું રોજ સાંજે તમારા પગ પર પણ સોજો આવી જાય છે તો ધ્યાન આપો, તમને આ હેલ્થ પ્રોબ્લેમ્બ હોઈ શકે

Red chilli pickle- લાલ મરચાનું અથાણું

Kids Story- સર્કસનો હાથી

વધુ જુઓ..

નવીનતમ

Som Pradosh Vrat Katha : આજે વર્ષનું પહેલુ સોમ પ્રદોષ વ્રત, પૂજા દરમિયાન જરૂર વાંચો આ પાવન કથા, ભોલેનાથની તમારા પર રહેશે વિશેષ કૃપા

Aaj nu panchang - આજનુ પંચાંગ - 16 માર્ચ

Papmochani Ekadashi 2026: પાપામોચની એકાદશી પર કરો આ 5 મંત્રોનો જાપ, પરિવાર અને આર્થિક જીવનમાં મળશે શુભ ફળ

Aaj nu panchang - આજનુ પંચાગ - 15 માર્ચ

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

આગળનો લેખ
Show comments