Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Shiv Mantra- જીવનના દરેક કષ્ટને દૂર કરે છે મહાદેવ, આ મંત્રોના જાપથી મળશે અનંત ફળ

Shiv Mantra- જીવનના દરેક કષ્ટને દૂર કરે છે મહાદેવ, આ મંત્રોના જાપથી મળશે અનંત ફળ
, સોમવાર, 6 જૂન 2022 (00:24 IST)
Lord Shiv Puja: દેવાધિદેવ મહાદેવનો પૂજન ભક્ત હમેશા જ પૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે કરે છે. સનાતન ધર્મમાં શિવજીની પૂજાનો એક ખાસ મહત્વ છે. શિવજી તેમના ભક્તની ભક્તિથી ખૂબ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. જો તમે  ભગવાન ભોળાનાથને માત્ર એક લોટો જળ  દરરોજ ચઢાવો તો પણ પ્રભુ પ્રસન્ન થઈ જાય છે. સાથે જ કાળને કાપવા અને દોષોથી મુક્તિ પણ મહાદેવ જ આપે છે. 
 
પુરાણોમાં ભોલેનાથને પ્રસન્ન કરવા માટે ઘણા મંત્ર જણાવ્યા છે. જે મનવાંછિત ફળ આપે છે. સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ અને સંહારના પણ અધિપતિ કહેવાયા છે. તેથી જો તમે જીવનના  દરેક પ્રકારના કષ્ટને દૂર કરવા ઈચ્છો છો તો શિવજીના કેટલાક મંત્રનો  જાપ કરવો. આ મંત્રોના જાપના ભગવાન ખુશ થઈને દરેક કષ્ટને દૂર કરે છે. આવો જાણી ભગવાન શિવને પ્રસન્ન કરવાના સૌથી સરળ અને સિદ્ધ મંત્ર 
 
ભગવાન શિવને પ્રસન્ન કરવાના મંત્ર 
ૐ ત્રયમ્‍બકં યજામહે ।
સુગન્‍ધિમ્ પુષ્‍ટિવર્ધનમ્ ।
ઉર્વારૂકમિવ બન્‍ધનામ્ ।
મૃત્‍યોર્મુક્ષીયમામૃતાત્ ।।
 
શિવનો મૂળ મંત્ર
ૐ નમ: શિવાય.
 
ભગવાન શિવના પ્રભાવશાળી મંત્ર 
ઓમ સાધો જાતયે નમઃ ।
ઓમ વામ દેવાય નમઃ.
 
ઓમ અઘોરાય નમ:...
ઓમ તત્પુરુષાય નમ:...
 
ઓમ ઈશાનાય નમ:..
ઓમ હ્રીં હ્રૌં નમઃ શિવાય.
 
રુદ્ર ગાયત્રી મંત્ર
ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ
તન્નો रुद्रः प्रचोदयात् ॥
 
શિવનો પ્રિય મંત્ર-
 
1. ઓમ નમઃ શિવાય.
 
2. નમો નીલકંઠાય.
 
3. ઓમ પાર્વતીપતયે નમઃ.
 
4. ઓમ હ્રીં હ્રૌમ નમઃ શિવાય.
 
5. ઓમ નમો ભગવતે દક્ષિણામૂર્તિયે મહાય મેધા પ્રયચ્છ સ્વાહા.
પૂજામાં દરરોજ કરવુ આનુ પાઠ 
 
નમામિશમીશાન નિર્વાણ રૂપં | વિભું વ્યાપકં બ્રહ્મ વેદસ્વરૂપં ||૧||
નિજં નિર્ગુણં નિર્કિલ્પં નિરીહં | ચિદાકાશમાકાશવાસં ભજેહં ||૨||
નિરાકારમોંકારમૂલં તુરીયં | ગિરા જ્ઞાન ગોતીતમીશં ગિરીશં ||૩||
કરાલં મહાકાલ કાલં કૃપાલં | ગુણાગાર સંસારપારં નતોહં ||૪||
તુષારાદ્રિ સંકાશ ગૌરં ગંભીરં | મનોભૂત કોટિ પ્રભા શ્રી શરીરં ||૫||
સ્ફુરન્મૌલિ કલ્લોલિની ચારુ ગંગા | લસદ્ભાલબાલેંદુ કંઠે ભુજંગા ||૬||
ચલત્કુંડલં ભ્રૂ સુનેત્રં વિશાલં | પ્રસન્નાનનં નીલકંઠ દયાલં ||૭||
મૃગાધીશચર્મામ્બરં મુણ્ડમાલં | પ્રિયં શંકરં સર્વનાથં ભજામિ ||૮||
પ્રચંડં પ્રકૃષ્ટં પ્રગલ્ભં પરેશં | અખંડં અજં ભાનુકોટિપ્રકાશં ||૯||
ત્રય:શૂલ નિર્મૂલનં શૂલપાણિં | ભજેહં ભવાનીપતિં ભાવગમ્યં ||૧૦||
કલાતીત કલ્યાણ કલ્પાન્તકારી | સદા સજ્જનાનન્દદાતા પુરારી ||૧૧||
ચિદાનંદસંદોહ મોહપહારી | પ્રસીદ પ્રસીદ પ્રભો મન્મથારી ||૧૨||
ન યાવદ્ ઉમાનાથ પાદારવિન્દં | ભજંતીહ લોકે પરે વા નરાણાં ||૧૩||
ન તાવત્સુખં શાંતિ સન્તાપનાશં | પ્રસીદ પ્રભો સર્વભૂતાધિવાસં ||૧૪||
ન જાનામિ યોગં જપં નૈવ પૂજાં | નતોહં સદા સર્વદા શંભુ તુભ્યં ||૧૫||
જરા જન્મ દુ:ખૌઘ તાતપ્યમાનં | પ્રભો પાહિ આપન્નમાશીશ શંભો ||૧૬||
 
રુદ્રાષ્ટકમિદં પ્રોક્તં વિપ્રેણ હરતોષયે |
યે પઠન્તિ નરા ભક્ત્યા તેષાં શમ્ભુઃ પ્રસીદતિ ||

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Kuber the Lord of Riches: ધનના દેવતા કુબેર સાથે જોડાયેલી આ માહિતી બહુ ઓછા લોકો જાણે છે.