suvichar

દત્ત જયંતી વિશેષ - ભગવાન દત્તાત્રેયનુ જીવન

Webdunia
ગુરુવાર, 24 ડિસેમ્બર 2015 (12:58 IST)
ભગવાન દત્તાત્રેયની જયંતી માર્ગશીર્ષ મહિનામાં ઉજવવામાં આવે છે. દત્તાત્રેયમાં ઈશ્વર અને ગુરૂ બંને રૂપ સમાહિત છે. તેથી તેમને પરબ્રહ્મમૂર્તિ સદ્દગુરૂ અને શ્રીગુરૂદેવાત્ત પણ કહેવામાં આવે છે. તેમને ગુરૂ વંશના પ્રથમ ગુરૂ, સાથક, યોગી અને વૈજ્ઞાનિક માનવામાં આવે છે. 
 
હિન્દુ માન્યતા અનુસાર દત્તાત્રેયે પારદથી વ્યોમયાન ઉડ્ડયની શક્તિની જાણ કરાવી હતી અને ચિકિત્સા શાસ્ત્રમાં ક્રાંતિકારી અમલીકરણ કર્યુ હતુ.  
 
હિન્દુ ધર્મના ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશની પ્રચલિત વિચારધારાના વિલય માટે જ ભગવાન  દત્તાત્રેયે જન્મ લીધો હતો. તેથી તેમને ત્રિદેવનુ સ્વરૂપ પણ કહેવામાં આવે છે. દત્તાત્રેયને શૈવપંથી શિવનો અવતાર અને વૈષ્ણવપંથી વિષ્ણુનો અંશાવતાર માનવામાં આવે છે.  દત્તાત્રેયને નાથ સંપદાયની નવનાથ પરંપરાના પણ અગ્રજ માનવામાં આવે છે.  એ પણ માન્યતા છે કે રસેશ્વર સંપ્રદાયના પ્રવર્તક પણ દત્તાત્રેય હતા. ભગવાન દત્તાત્રેય સાથે વેદ અને તંત્ર માર્ગનો વિલય કરી એક જ સંપ્રદાય નિર્મિત કરવામાં આવ્યુ હતુ.  
 
શિક્ષા અને દીક્ષા - ભગવાન દત્તાત્રેયે તેમના જીવનમાં અનેક લોકો પાસેથી શિક્ષા લીહ્દી.  દત્તાત્રેયે અન્ય પશુઓના જીવન અને તેમના કાર્યકલાપો સાથે પણ શિક્ષા ગ્રહણ કરી. દત્તાત્રેયજી કહે છે કે જેની પાસેથી જેટલા ગુણ મળ્યા છે તેમને તેમના ગુણોને પ્રદાતા માનીને તેમને પોતાના ગુરૂ માન્યા છે. આ રીતે 24 ગુરૂ છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, ચંદ્રમા, સૂર્ય, કપોત, અજગર, સિંધુ, પતંગ, ભ્રમર મધુમાખી, ગઝ, મૃગ, મીન, પિંગલા, કુરરપક્ષી, બાળક, કુમારી, સર્પ, શરકૃત, મકડી અને ભૃંગી. 
 
બ્રહ્માજીના માનસપુત્ર મહર્ષિ અત્રિ તેમના પિતા અને કર્દમ ઋષિની કન્યા અને સાંખ્યશાસ્ત્રના પ્રવકતા કપિલદેવની બહેન સતી અનસૂયા તેમની માતા હતી. શ્રીમદ્દભગવતમાં મહર્ષિ અત્રિ અને માતા અનુસૂયાની અહી ત્રિદેવોના અંશ સાથે ત્રણ પુત્રોનો જન્મ લેવાનો ઉલ્લેખ મળે છે. 
 
પુરાણો મુજબ તેમના ત્રણ મોઢા, છ હાથવાળા ત્રિદેવમયસ્વરૂપ છે. ચિત્રમાં તેમની પાછળ એક ગાય અને તેમની આગળ ચાર કુતરા બતાવવામાં આવે છે. ઔદુંબર વૃક્ષની નિકટ તેમનુ નિવાસ બતાવવામાં આવ્યુ છે. વિવિધ મઠ, આશ્રમ અને મંદિરોમાં તેમના આ જ પ્રકારના ચિત્રના દર્શન થાય છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ડાયાબિટીઝ, હાર્ટની બીમારી અને વજન ઘટાડવા માટે, જાણો કોણે કેટલો સમય વૉક કરવી જોઈએ

ઇફ્તાર માટે બનાવો સ્વાદિષ્ટ જૂની દિલ્હી શૈલીના મટન કીમા, આખું ઘર સુગંધથી ભરાઈ જશે.

મહાત્મા દાદુ દયાળ કોણ હતા? તેમણે કયા આંદોલનનું નેતૃત્વ કર્યું?

Fiber Food For Vegetarian - ફાઇબરની ઉણપને દૂર કરવા માટે, તમારા આહારમાં સામેલ કરો આ 10 વસ્તુઓ, શાકાહારીઓ માટે છે બેસ્ટ ફૂડ

Breakfast Special Idli- પરફેક્ટ ઈડલી બનાવવાની સરળ રીત

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકામાં ક્યારે ઉજવાશે હોળી ? જાણો ત્યા રહેતા ભારતીયો કેવી રીતે ઉજવે છે હોળી

Dutt Bavani in Gujarat - દત્તબાવની જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

Avti kal nu Gujarati Panchang - 25 ફેબ્રુઆરી

Holashtak 2026: હોળાષ્ટક આજથી શરૂ, જાણો આવનારા આઠ દિવસ સુધી શું કરવું અને શું ન કરવું ?

Amalaki Ekadashi 2026: આમલકી અગિયારસ ક્યારે છે ? જાણો તેનુ મહત્વ,પારણ ટાઈમ અને વ્રત કથા

Show comments