rashifal-2026

હિન્દુ ધર્મ - શા માટે અશુભ હોય છે પંચક ? પંચકમાં મૃત્યુ થાય તો શુ કરશો ?

Webdunia
પંચકને જ્યોતિષમાં શુભ નક્ષત્ર નથી માનવામાં આવતુ. તેને અશુભ અને હાનિકારકનો યોગ માનવામાં આવે છે. નક્ષત્રોના મેળથી બનતો વિશેષ યોગ પંચક કહેવામાં આવે છે. જ્યારે ચંદ્રમા, કુંભ અને મીન રાશિ પર રહે છે એ સમયને પંચક કહે છે.

આ જ રીતે ધનિષ્ઠાથી રેવતી સુઇધી જે પાંચ નક્ષત્ર (ઘનિષ્ઠા, પૂર્વ ભાદ્રપદ, ઉત્તર ભાદ્રપદ અને રેવતી) હોય છે ત્યારે પંચક કહેવામાં આવે છે. પ્રાચીન જ્યોતિષમાં સામાન્ય રીતે એવુ માનવામાં આવે છે કે પંચકમાં કેટલાક વિશેષ કાર્ય ન કરવા જોઈએ.
19 જુલાઈ થી 23 જુલાઈ સુધી પંચક 
આગળ જાણો કેવો હોય છે પંચકનો પ્રભાવ

P.R

આવો જાણીએ પંચકના પ્રભાવ વિશે.

પંચકના પ્રભાવથી ધનિષ્ઠ નક્ષત્રમાં અગ્નિનો ભય રહે છે. શતભિષા નક્ષત્રમાં વિવાદ થવાનો યોગ બને છે. પૂર્વાભાદ્રપદ રોગ કારક નક્ષત્ર હોય છે. ઉત્તરાભાદ્રપદમાંધનના રૂપમાં દંડ થાય છે. રેવતી નક્ષત્રમાં ધનનું નુકશાન થવાની શક્યતા રહે છે.

આગળ ધ્યાન રાખવા જેવી બાબતો

P.R

પંચક દરમિયાન જે સમયે ધનિષ્ઠ નક્ષત્ર હોય એ સમયે ઘાસ, લાકડી વગેરે ઈંધન એકત્ર ન કરવુ જોઈએ. તેનાથી અગ્નિનો ભય રહે છે.

પંચક દરમિયાન દક્ષિણ દિશામાં યાત્રા ન કરવી જોઈએ, કારણ કે દક્ષિણ દિશા યમની દિશા માનવામાં આવે છે. આ નક્ષત્રોમાં દક્ષિણ દિશાની યાત્રા કરવી હાનિકારક માનવામાં આવે છે.

પંચક દરમિયાન જ્યારે રેવતી નક્ષત્ર ચાલી રહ્યુ હોય એ સમયે ઘરની છત ન બનાવવી જોઈએ. એવો વિદ્વાનોનો મત છે. તેનાથી ધન હાનિ અને ઘરમાં ઝગડો થાય છે. એવુ કહેવાય છે કે પંચકમાં પલંગ બનાવડાવો પણ મોટા સંકટને આમંત્રણ આપે છે.

જે સૌથી વધુ પ્રચલિત માન્યતા છે એ છે કે પચકમાં જો કોઈનુ મૃત્યુ થાય તો પંચકમાં શબના અંતિમ સંસ્કાર કરવાથી એ કુટુંબ કે નિકટના પાંચ લોકોનું મૃત્યુ થઈ જાય છે.

આગળ જો પંચકમાં કોઈનુ મૃત્યુ થાય તો શુ કરવુ...

W.D


આવી સ્થિતિ ઉભી થાય તો શબની સાથે પાંચ પુતળા લોટના કે ઘાસના બનાવીને અર્થી પર મુકો અને આ પાંચનો અંતિમ સંસ્કાર પણ પૂર્ણ વિધિપૂર્વક કરો. આવુ કરવાથી પંચક દોષ સમાપ્ત થઈ જાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

આંખોમાં આ ફેરફાર બતાવે છે આ 7 બીમારીઓના સંકેત

ભારતીય સેના દિવસ: 15 જાન્યુઆરી 1949, ભારતીય સેના માટે આ તારીખ કેમ મહત્ત્વની છે?

Jalaram History - જલારામ બાપા નો ઇતિહાસ

વાળમાં કંડીશનર કેમ છે જરૂરી ? વાળને બનાવે ચમકદાર, મુલાયમ અને હેલ્ધી... જાણો તેને લગાવવાની સાચી રીત

વધુ જુઓ..

નવીનતમ

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Mauni Amavasya 2026: વર્ષના પ્રથમ અમાસના દિવસે, 'મૌની' પર આ વસ્તુઓનું દાન ન કરો

Shukra Pradosh Vrat: જો તમે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તો આ દિવસે ભગવાન શિવની પૂજા કરો, રાતોરાત ચમકશે તમારું ભાગ્ય

Bhajan- જેના મુખમાં રામનું નામ નથી ભજન

જલારામ બાપા ના ભજન

આગળનો લેખ
Show comments