Festival Posters

જલારામ બાપાની બાધા કરવાની વિધિ

Webdunia
ગુરુવાર, 11 નવેમ્બર 2021 (08:01 IST)
કારતક સુદ સાતમ જલારામ બાપાનો જન્મ દિવસ છે. એ દિવસે જલારામ બાપાની વિધિ પૂર્વક પૂજા કરી એક નારિયર પર કંકુ વડે રામનામ લખી એ નારિયેર બાપાની છબિ પાસે મૂકવું. બાપાને કંકુના ચાલ્લા કરવા, ફૂલહાર પહેરાવવો, ઘીનો દીવો અને અગરબત્તી કરી બાપાની હૃદયની અનંત શ્રધ્ધાથી પૂજા કરવી. બીજી વર્ષે બાપાની એજ રીતે પૂજા કરવી અને નવુ નારિયેર મૂકવુ. જુના નારિયેરનો પ્રસાદ લેવો અને બાકીનો પ્રસાદ વહેંચી દેવો.
 
'શ્રી રામ જય રામ, જયરામ' ની એક માળા કરવી, ત્યારબાદ બીજી માળા 'સીતારમ જલારામ'ની કરવી. આ રીતે દર ગુરૂવારે બાપાની પૂજા કરવી.
 
દર શનિવારે તેલનો દીવો કરવો, શનિવાર કે ગુરૂવારે શક્તિ મુજબ અપંગોને દાન કરવુ.
 
જલારામ બાપાના નામે પાંચ ગુરૂવાર કરવા.
 
દર ગુરૂવારે 1 સફરજન, એક જામફળ, 1 સંતરા, 6 ચીકુ, અને 12 કેળાનો પ્રસાદ એક થાળીમાં મુકીને બાપાને ધરાવવો. બાપાની પૂજા કરી માળા કરવી અને આરતી ઉતારીને બાપાને ધરાવેલ પ્રસાદની થાળીમાં એક તુલસીનું પાન મુકી બાપાને પ્રેમથી જમાડવા. ત્યારબાદ આ પ્રસાદમાંથી ખવાય તેટલો ખાવો બાકીનો વહેંચી દેવો, આ સિવાય કંઈ પણ ખાવવું નહી.
 
આ ઉપરાંત દર ગુરૂવારે પાશેર સાકર અને નારિયળનો પ્રસાદ બાપાને ધરાવવો અને એનો પ્રસાદ લેવો અને બાકીનો પ્રસાદ વહેંચી દેવો.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Lohri Nibandh- લોહડી વિશે નિબંધ

તલના લાડુ બનાવવાની રીત

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

ગુજરાતી રેસીપી- ચટાકેદાર ઉંધીયું બનાવવાની પરફેક્ટ રેસીપી

National Youth Day- સ્વામી વિવેકાનંદ જયંતિ - સફળતા માટે સ્વામી વિવેકાનંદના યુવાઓ માટે 4 મંત્ર

વધુ જુઓ..

નવીનતમ

Lohri Nibandh- લોહડી વિશે નિબંધ

તલના લાડુ બનાવવાની રીત

Lohri story- લોહડી પર શા માટે પ્રગટાવીએ છે અગ્નિ? અહીં વાંચો દુલ્લા ભટ્ટાની વાર્તા

મકર સંક્રાતિ પર રાશિ મુજબ કરો દાન, સૂર્ય દેવના આશીર્વાદથી ચમકશે ભાગ્ય

Lohri Song Lyrics- "સુંદર મુંડરિયે" આ ગીત વિના લોહડીનો તહેવાર અધૂરો છે.

આગળનો લેખ
Show comments