Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાસ્ત્રો મુજબ જાણો એ 8 કામ જે સૂર્યાસ્ત સમયે ન કરવા જોઈએ.

Webdunia
શુક્રવાર, 13 એપ્રિલ 2018 (07:03 IST)
તુલસીમાં જળ ચઢાવવા માટે સવારનો સમય શ્રેષ્ઠ હોય છે. સાંજના સમયે તુલસીમાં ન તો જળ ચઢાવવુ જોઈએ કે ન તો પાન તોડવા જોઈએ. સાંજે તુલસીને અડકવુ પણ ન જોઈએ. 
 
ધ્યાન રાખો કે સાંજના સમયે ઝાડૂ ન લગાવવી જોઈએ. આવુ કરવાથી ઘરમાંથી સકરાત્મક ઉર્જા નીકળી જાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે. સાંજ પહેલા જ ઘર સાફ કરી લેવુ જોઈએ.  
 
સાંજના સમયે કોઈપણ પરિસ્થિતિમાં કોઈ સ્ત્રીનું અપમાન ન કરવુ જોઈએ. ઘરની અંદર હોય કે બહાર સ્ત્રીઓ સાથે હંમેશા યોગ્ય રીતે જ વ્યવ્હાર કરવો જોઈએ. સ્ત્રીઓનુ અપમાન પાપ માનવામાં આવ્યુ છે અને જે લોકો આ પાપ કરે છે તે ક્યારેય સુખી નથી રહી શકતા. 
 
સાંજના સમયે સૂવુ સ્વાસ્થ્ય માટે સારુ નથી. જે લોકો સાંજે નિયમિત રૂપે સૂઈ જાય છે તેઓ જાડાપણાનો ભોગ બની શકે છે. જે લોકો બીમાર છે, વૃદ્ધ છે જે સ્ત્રી ગર્ભવતી છે તે સાંજના સમયે સૂઈ શકે છે.  સ્વસ્થ લોકોએ સાંજે સૂવુ ન જોઈએ નહી તો આળસ વધશે. જે ઘરમાં લોકો સાંજે સૂઈ જાય છે ત્યા લક્ષ્મી વાસ નથી કરતી. 
 
પતિ-પત્નીએ સાંજના સમયે સબંધ ન બનાવવા જોઈએ. આ કામ માટે રાતનો સમય સર્વશ્રેષ્ઠ છે. સાંજે ઘરનું વાતાવરણ ધાર્મિક અને પવિત્ર બનાવી રાખવુ જોઈએ. સંબંધ બનાવ્યા પછી શરીરની પવિત્રતા ખતમ થાય છે. તેથી સાંજે આ કામથી બચો. 
 
બીજાની વાતો કરવી કે બીજાની નીંદા કરવી પણ પાપ જ છે. આ કામથી હંમેશા બચવુ જોઈએ. ખાસ કરીને સાંજના સમયે કોઈ નીંદા કે ચુગલી ન કરો. કેટલાક લોકોને બીજાની નીંદા કરવામાં આનંદ મળે છે.  પણ આવુ કરવાથી આપણને કોઈ ફાયદો થતો નથી. પણ સમાજમાં આપણુ માન ઘટે છે.  
 
- કેટલાક લોકોને ટેવ હોય છે કે તેઓ સાંજના સમયે નશો કરે છે. આ ખોટી આદત છે. નશો ક્યારેય કોઈને માટે લાભદાયક નથી હોઈ શકતો. આને કારણે શરીર નબળુ પડે છે. સાથે જ ઘરની શાંતિ પણ ખતમ થઈ જાય છે.  નશાની હાલતમાં સમજવા વિચારવાની શક્તિ નષ્ટ થઈ જાય છે અને વ્યક્તિ સાચા ખોટાનો ફરક ભૂલી જાય છે. તેથી નશો ન કરવો જોઈએ. 
 
જે લોકો ખૂબ વધુ ગુસ્સો કરે છે તે ખુદના સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડે છે સાથે જ બીજાને પણ દુખી કરે છે.  ક્યારેક ક્યારેક ગુસ્સામાં એવી વાતો કહી દે છે જેનાથી મુશ્કેલીઓ વધી જાય છે. ગુસૂ કરશો તો ઘરમાં અશાંતિ વધી જશે. સાંજે લક્ષ્મી પૃથ્વીનુ ભ્રમણ કરે છે અને આવામાં આપણા ઘરમાં અશાંતિ હશે તો લક્ષ્મીની કૃપા પ્રાપ્ત નહી થઈ શકે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Home Remedies - ફટકડી અને લીંબુ આ સમસ્યાઓથી આપે છે રાહત, જાણો તેનો ઉપયોગ કરવાની સાચી રીત

Door Shine tips- શું તમારા ઘરના લાકડાના દરવાજા જૂના દેખાવા લાગ્યા છે? નાળિયેર તેલની આ સરળ યુક્તિથી તમે નવા જેવા દેખાઈ શકો છો.

Year Beginer - વર્ષ 2025માં આ યોગાસનોને તમારી દિનચર્યામાં સામેલ કરો, માનસિક સ્વાસ્થ્યમાં ફાયદો થઈ શકે છે.

રામપુરી તાર કોરમા

Makar Rashi Baby Boy Names- ખ જ પરથી નામ છોકરા

વધુ જુઓ..

નવીનતમ

Garuda Purana: મૃત્યુ પછી કેમ વાંચવામાં આવે છે ગરુડ પુરાણ ? જાણો નિયમ, કથા અને મહત્વ

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

New Year 2025: નવા વર્ષનાં દિવસે જરૂર કરો આ કામ, આખુ વર્ષ રહેશે દેવી લક્ષ્મીની તમારા પરિવાર પર કૃપા

New Year 2025- વર્ષના પહેલા દિવસે કરો આ 5 કામ, તમારા પર થશે દેવી લક્ષ્મીની કૃપા;

Somvar Vrat - કેમ કરવામાં આવે છે સોમવારનુ વ્રત, જાણો શુ છે તેનુ મહત્વ

આગળનો લેખ
Show comments