Biodata Maker

માઘ નવરાત્રી- ગુપ્ત નવરાત્રીમાં 10 મહાવિદ્યાઓને પ્રસન્ન કરવા માટેની પૂજા વિધિ

Webdunia
મંગળવાર, 1 ફેબ્રુઆરી 2022 (23:11 IST)
ગુપ્ત નવરાત્રીનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. ગુપ્ત નવરાત્રીમાં સાત્વિક અને તાંત્રિક પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ગુપ્ત નવરાત્રિ તંત્ર-મંત્ર સિદ્ધ કરનારી માનવામાં આવે છે  એવું કહેવામાં આવે છે કે ગુપ્ત નવરાત્રીમાં પણ તાંત્રિક મહાવિદ્યાઓને પણ સિદ્ધ કરવા માટે મા દુર્ગાની ઉપાસના કરવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિમાં કાલીકે, તારા દેવી, ત્રિપુરા સુંદરી, ભુવનેશ્વરી, માતા ચિત્રમસ્તા, ત્રિપુરા ભૈરવી, મા ધૂમવતી, માતા બગલમુખી, માતંગી અને કમલા દેવીની પૂજા કરવામાં આવે છે.
 
ગુપ્ત નવરાત્રીમાં 10 મહાવિદ્યાઓને પ્રસન્ન કરવા માટેની પૂજા વિધિ 
 
ગુપ્ત નવરાત્રિમાં પ્રયોગમાં આવનારી સામગ્રી - 
 
મા દુર્ગાની મૂર્તિ અથવા ચિત્ર, સિંદૂર, કેસર, કપૂર, જવ, ધૂપ, કાપડ, અરીસો, કાંસકો, કંગન-બંગડીઓ, સુગંધિત તેલ, કેરીના પાનનું તોરણ, લાલ ફૂલ, દુર્વા, મેહંદી, બિંદી, સોપારી, હળદરની ગાંઠ અને હળદર પાવડર, પાત્ર, આસન, પાટલો, રોલી, લાલદોરો, માળા, બિલીપત્ર, કમળકાકડી, જવ, દીવો, દીપબત્તી, નૈવેદ્ય, મધ, ખાંડ, પંચમેવા, જાયફળ, જાવિત્રી, નાળિયેર, આસન, રેતી, માટી, પાન, લવિંગ, ઇલાયચી, કળશ માટીનુ કે પિત્તળનુ, હવન સામગ્રી, પૂજા માટેનો થાળ, સફેદ કપડા, દૂધ, દહીં, મોસમીફળ, સરસવ સફેદ અને પીળી, ગંગાજળ વગેરે.
 
માં દુર્ગાની ગુપ્ત નવરાત્રિમાં આ રીતે કરો પૂજા 
 
1. ગુપ્ત નવરાત્રિ દરમિયાન અડધી રાત્રે મા દુર્ગાને પૂજા કરવામં આવે છે. 
2. માં દુર્ગાની પ્રતિમા કે મૂર્તિ સ્થાપિત કરી લાલ રંગનુ સિંદૂર અને ચુનરી અર્પિત કરો. 
3. ત્યારબાદ મા દુર્ગાના ચરણોમાં પૂજા સામગ્રીને અર્પિત કરો. 
4. મા દુર્ગાને લાલ ફુલ ચઢાવવા શુભ માનવામાં આવે છે. 
5. સરસવના તેલથી દિવો પ્રગટાવીને ૐ દું દુર્ગાયૈ નમ: મંત્રનો જાપ કરવો જોઈએ. 
 
દુર્ગા સપ્તશતીનો આ રીતે કરો પાઠ 
 
1. દુર્ગા સપ્તશતીનો પાઠ કરતી વખતે શુદ્ધતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.
2 . દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાના સૌથી પહેલા સ્નાન આદિથી પરવારીને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ.
3   દુર્ગા સપ્તશતીનો પાઠ કરવા બેસવા માટે કુશ આસનનો ઉપયોગ કરવો જોઈએ, જો તમારી પાસે કુશ આસન નથી, તો તમે ઉનથી બનેલી આસન પણ વાપરી શકો છો.
4. પાઠ શરૂ કરતા પહેલા ગણેશ અને તમામ દેવતાઓને નમન કરો. કપાળ ઉપર ચંદન અથવા કંકુથી તિલક લગાવો.
5. લાલ ફૂલ, અક્ષત અને જળ માતાને અર્પિત કરતા સંકલ્પ લો. 
6. પાઠ શરૂ કરતા પહેલા ઉત્કલીન મંત્રનો જાપ કરો. આ મંત્રનો જાપ શરૂઆત અને અંતમાં 21 વાર કરવો જોઈએ.
7. ત્યારબાદ મા દુર્ગાનું ધ્યાન કરીને પાઠની શરૂઆત કરો. આ રીતે મા દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બ્લેક કોફી કે ગ્રીન ટી, ઝડપથી વજન ઘટાડવા માટે ખાલી પેટે શું પીવું જોઈએ?

તમાલપત્ર પાણી પીવાના ફાયદા, વજન ઘટાડવા માટે કેટલા દિવસ પીવું જોઈએ, આ બિમારીમાં પણ છે લાભકારી

Unique names for baby on Republic Day- પ્રજાસત્તાક દિવસ પર જન્મ લેનારા બાળકો માટે સુંદર નામ

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

Republic Day parade- પ્રજાસત્તાક દિવસની પ્રથમ પરેડ 3 હજાર સૈનિકો, ક્યાં યોજાઈ હતી પહેલી પરેડ

વધુ જુઓ..

નવીનતમ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Jaya Ekadashi 2026: 28 કે 29 જાન્યુઆરી કયા દિવસે રાખવામાં આવશે એકાદશીનું વ્રત, જાણો યોગ્ય તિથી, મુહૂર્ત અને પારણ

Vasant Panchmi- વસંત પંચમીના 10 રહસ્યો

Saraswati Vandana - હે શારદે મા !હે શારદે મા

Vasant Panchami Puja Vidhi At Home: ઘરે વસંત પંચમી પૂજા કેવી રીતે કરવી, જાણો સંપૂર્ણ પૂજા વિધિ

આગળનો લેખ
Show comments