Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Gupt Navratri 2021: આજથી ગુપ્ત નવરાત્રિ શરૂ, જાણી લો ઘટ સ્થાપના મુહુર્ત, પૂજા વિધિ અને વ્રત નિયમ

Gupt Navratri 2021: આજથી ગુપ્ત નવરાત્રિ શરૂ, જાણી લો ઘટ સ્થાપના મુહુર્ત, પૂજા વિધિ અને વ્રત નિયમ
, શુક્રવાર, 12 ફેબ્રુઆરી 2021 (00:01 IST)
Gupt Navratri 2021: ગુપ્ત નવરાત્રી 12 ફેબ્રુઆરી 2021 (શુક્રવાર) ના રોજ શરૂ થઈ રહી છે. ગુપ્ત નવરાત્રીનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. ગુપ્ત નવરાત્રીમાં સાત્વિક અને તાંત્રિક પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ગુપ્ત નવરાત્રિ તંત્ર-મંત્ર સિદ્ધ કરનારી માનવામાં આવે છે  એવું કહેવામાં આવે છે કે ગુપ્ત નવરાત્રીમાં પણ તાંત્રિક મહાવિદ્યાઓને પણ સિદ્ધ કરવા માટે મા દુર્ગાની ઉપાસના કરવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિમાં કાલીકે, તારા દેવી, ત્રિપુરા સુંદરી, ભુવનેશ્વરી, માતા ચિત્રમસ્તા, ત્રિપુરા ભૈરવી, મા ધૂમવતી, માતા બગલમુખી, માતંગી અને કમલા દેવીની પૂજા કરવામાં આવે છે.
 
ગુપ્ત નવરાત્રી 2021 તિથિ અને ઘટ સ્થાપના મુહૂર્ત 
 
નવરાત્રિ શરૂ  - 12 ફેબ્રુઆરી 2021  શુક્રવાર 
નવરાત્રી સમાપ્ત - 21 ફેબ્રુઆરી 2021 રવિવાર  
કળશ સ્થાપના મુહૂર્ત - સવારે 08:34 થી 09:59 સુધી 
અભિજિત મુહૂર્ત - બપોરે 12 વાગીને 13 મિનિટથી 12 વાગીને 58 મિનિટ સુધી 
 
ગુપ્ત નવરાત્રીમાં 10 મહાવિદ્યાઓને પ્રસન્ન કરવા માટેની પૂજા વિધિ 
 
ગુપ્ત નવરાત્રિમાં પ્રયોગમાં આવનારી સામગ્રી - 
 
મા દુર્ગાની મૂર્તિ અથવા ચિત્ર, સિંદૂર, કેસર, કપૂર, જવ, ધૂપ, કાપડ, અરીસો, કાંસકો, કંગન-બંગડીઓ, સુગંધિત તેલ, કેરીના પાનનું તોરણ, લાલ ફૂલ, દુર્વા, મેહંદી, બિંદી, સોપારી, હળદરની ગાંઠ અને હળદર પાવડર, પાત્ર, આસન, પાટલો, રોલી, લાલદોરો, માળા, બિલીપત્ર, કમળકાકડી, જવ, દીવો, દીપબત્તી, નૈવેદ્ય, મધ, ખાંડ, પંચમેવા, જાયફળ, જાવિત્રી, નાળિયેર, આસન, રેતી, માટી, પાન, લવિંગ, ઇલાયચી, કળશ માટીનુ કે પિત્તળનુ, હવન સામગ્રી, પૂજા માટેનો થાળ, સફેદ કપડા, દૂધ, દહીં, મોસમીફળ, સરસવ સફેદ અને પીળી, ગંગાજળ વગેરે.
 
માં દુર્ગાની ગુપ્ત નવરાત્રિમાં આ રીતે કરો પૂજા 
 
1. ગુપ્ત નવરાત્રિ દરમિયાન અડધી રાત્રે મા દુર્ગાને પૂજા કરવામં આવે છે. 
2. માં દુર્ગાની પ્રતિમા કે મૂર્તિ સ્થાપિત કરી લાલ રંગનુ સિંદૂર અને ચુનરી અર્પિત કરો. 
3. ત્યારબાદ મા દુર્ગાના ચરણોમાં પૂજા સામગ્રીને અર્પિત કરો. 
4. મા દુર્ગાને લાલ ફુલ ચઢાવવા શુભ માનવામાં આવે છે. 
5. સરસવના તેલથી દિવો પ્રગટાવીને ૐ દું દુર્ગાયૈ નમ: મંત્રનો જાપ કરવો જોઈએ. 
 
દુર્ગા સપ્તશતીનો આ રીતે કરો પાઠ 
 
1. દુર્ગા સપ્તશતીનો પાઠ કરતી વખતે શુદ્ધતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.
2 . દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાના સૌથી પહેલા સ્નાન આદિથી પરવારીને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ.
3   દુર્ગા સપ્તશતીનો પાઠ કરવા બેસવા માટે કુશ આસનનો ઉપયોગ કરવો જોઈએ, જો તમારી પાસે કુશ આસન નથી, તો તમે ઉનથી બનેલી આસન પણ વાપરી શકો છો.
4. પાઠ શરૂ કરતા પહેલા ગણેશ અને તમામ દેવતાઓને નમન કરો. કપાળ ઉપર ચંદન અથવા કંકુથી તિલક લગાવો.
5. લાલ ફૂલ, અક્ષત અને જળ માતાને અર્પિત કરતા સંકલ્પ લો. 
6. પાઠ શરૂ કરતા પહેલા ઉત્કલીન મંત્રનો જાપ કરો. આ મંત્રનો જાપ શરૂઆત અને અંતમાં 21 વાર કરવો જોઈએ.
7. ત્યારબાદ મા દુર્ગાનું ધ્યાન કરીને પાઠની શરૂઆત કરો. આ રીતે મા દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લોકસભા ચૂંટણી લડનારા કિન્નરે હવે કોર્પોરેશનની ચૂંટણીમાં નોંધાવી ઉમેદવારી