Webdunia - Bharat's app for daily news and videos

Install App

૩ શુક્રવાર સુધી કરશો આ કામ તો અચાનક મળશે ધનલાભ

Webdunia
શુક્રવાર, 8 જાન્યુઆરી 2021 (09:03 IST)
મિત્રો ધનવાન બનવા કોણ નથી માંગતુ. એ માટે લોકો કશુ પણ કરવા તૈયાર રહે છે. પણ યાદ રાખજો જે ધન નસીબ અને મહેનતથી મળે છે એ જ ધન ફળે છે. મા લક્ષ્મી ને ધનની દેવી માનવામા આવે છે. માતા લક્ષ્મીનુ પૂજન-અર્ચન કરવાથી વ્યક્તિ આર્થિક રીતે સધ્ધરતા પ્રાપ્ત કરે છે. જો અઠવાડિયાના શુક્રવાર ના રોજ મા લક્ષ્મીનુ પુજન કરવામા આવે તો વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે રોજ મા લક્ષ્મીનુ ધ્યાન ધરવાથી પરીવાર મા સુખ-સમૃધ્ધિ આવે છે.
 
માન્યતા મુજબ  હિંદુ ધર્મમા વાર અનુસાર ભગવાનનુ વ્રત, પુજા-પાઠ થતા હોય છે. જે મુજબ શુક્રવારના દિવસે મા લક્ષ્મીની પુજા કરવાનો વાર ગણવામા આવે છે. આ દિવસના રોજ મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કેટલાક કાર્ય જરૂર કરવા જોઈએ જે આ મુજબ છે. 

આ દિવસે કેવી રીતે કરવી મા લક્ષ્મીની ઉપાસના ?
 
શુક્રવારના રોજ સવારે સુર્ય ઉદય થતા પહેલા નિત્યકર્મથી નિવૃત થઈ ને સ્વચ્છ કપડા ધારણ કરવા. ત્યારબાદ મા લક્ષ્મીની ઉપાસના ચાલુ કરવી. ઉપાસના માટે એવુ સ્થાન પસંદ કરવુ કે જ્યા મા લક્ષ્મીના ફોટા સરખી રીતે રાખી શકાય અને તેની સમક્ષ બેસી ને 108 વખત લક્ષ્મિ મંત્ર "ૐ શ્રી શ્રીયે નમ:" નુ મંત્રોચ્ચારણ કરવુ. આ મંત્રોચ્ચારણ કરવાથી માં લક્ષ્મીની કૃપા તમારા પર વરસશે તથા આર્થિક સ્થિતિ સુધરશે.
 
આ મંત્રોચ્ચારણ બાદ માં લક્ષ્મી ને ખીર તથા મિશ્રીનો પ્રસાદ ધરાવવો અને એક સાત વર્ષની આયુ ધરાવતી બાળાઓને ભોજન કરાવવુ.  તેમને માતાને ધરાવેલી ખીર આપવી. આ ઉપાય સતત ત્રણ શુક્રવાર સુધી કરવાથી માં લક્ષ્મી તમારા પર પ્રસન્ન થઈ જશે. 
 
આ રીતે દીવો પ્રગટાવો :
 
માં લક્ષ્મીને રીઝવવા માટે હજુ એક ઉપાય છે જે શાસ્ત્રોમાં બતાવ્યો છે.  આ ઉપાય મા શુક્રવારના રોજ મકાનની ઉત્તર-પૂર્વ બાજુએ દીવો પ્રગટાવવો. આ દીવો તેલ નહી પરંતુ ગાયના ઘી નો પ્રગટાવવો અને તેની વાટમા દોરા ની જગ્યાએ પાકા સૂત્રનો લાલ કલર ના દોરાનો ઉપયોગ કરવો. આ ઉપાય અજમાવવા થી માં લક્ષ્મી તમારા પર કૃપા વરસાવશે.
 
લોકરમા મુકો આ એક પોટલી :
 
માં લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે અન્ય એક ઉપાય પણ અજમાવી શકો છો. આ ઉપાયમા શુક્રવારના રોજ તમે તમારા લોકરમા એક પીળા કલર ની પોટલીમા પાંચ પીળી કોડી, કેસર તથા અને એક ચાંદીનો સિક્કો મુકીને ત્રણ ગાંઠ વાળી લોકરમા મુકી દો. આ ઉપરાંત આ દિવસે તમે ગરીબ વ્યક્તિ ને દાન પણ કરી શકો છો  ગરીબ લોકોને સફેદ વસ્તુનુ દાન કરવાથી માં લક્ષ્મીની કૃપા તમારા પર કાયમ રહે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

વધુ જુઓ..

નવીનતમ

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Mahakumbh Magh Purnima Pavitra Snan Live: આજે મહાકુંભમાં થઈ રહ્યું છે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન, અત્યાર સુધીમાં 73.60 લાખ ભક્તો કરી ચુક્યા છે સ્નાન

આગળનો લેખ
Show comments