rashifal-2026

જાણો શાસ્ત્રો મુજબ સાંજ પછી કયા કામ ન કરવા જોઈએ ?

don't do this things at evening time

Webdunia
મંગળવાર, 18 જૂન 2019 (18:02 IST)
ધન , સારુ સ્વાસ્થય અને ખુશહાલીની ઈચ્છા રાખતા લોકોએ દિવસના સમયે કરેલા આ કાર્ય રાતના સમયે ન કરવા જોઈએ. રાતના સમયે કરતાં કાર્ય દિવસમાં ન કરવા જોઈએ. રાતના કાર્યમાં સૌથી મુખ્ય છે શયન, શાસ્ત્ર કહે છે કે બીમાર થવા સિવાય સાંજના સમયે ન ઉંઘવું જોઈએ. દિવસમાં ઉંઘવાથી લક્ષ્મી નારાજ થાય છે અને માણસ બીમાર અને આળસુ થઈ જાય છે. આ જ રીતે એવા પણ કેટલાક કામ છે જે રાતે ન કરવા જોઈએ.

ઘણા લોકોની ટેવ હોય છે કે દિવસમાં સમય ના મળે તો રાતે જ નખ કાપવા લાગે છે ,જયારે શાસ્ત્રોમાં રાતે નખ કાપવા અશુભ હોય છે. આ જ રીતે નખ કાપીને નહાવું પણ અપશકુન ગણાય છે, કારણ કે નખ કાપીને સ્નાન ત્યારે કરવામાં આવે છે જ્યારે ઘર-પરિવારમાં કોઈની મૃત્યું થઈ હોય. રાત્રે નખ કાપવાથી લક્ષ્મી ઘરમાંથી દૂર થઈ જાય છે અને સ્વાસ્થ્યને હાનિ થાય છે.
broom

સાવરણી અંગે એક માન્યાતા એવી છે કે સવારે ઉઠીને અને રાતે સાંજ ઢળતા પહેલાં ઘર અને ઘરની પાસેની સાફ-સફાઈ કરવી જોઈએ. સાંજ પછી ઝાડૂ ન લગાવવી જોઈએ. એવી માન્યતા છે કે રાતે કચરો વાળતા ખર્ચ વધે છે અને આર્થિક નુકશાન થાય છે. દેશના કેટલાક ભાગમાં એવી માન્યાતા છે કે રાત્રે કચરો કાઢવાથી કે ઝાડૂ કરવાથી કન્યા સંતાનનો જન્મ થાય છે.

રાતના સમયે વાળ ન કાપવા જોઈએ. જે લોકો દિવસમાં સમય ન મળતા રાતે કે સાંજે વાળ કાપે છે જે શાસ્ત્રાનુસાર યોગ્ય નથી  રાત્રે તેલ કે સુગંધિત પદાર્થ લગાવીને ઉંઘવાથી નકારાત્મક ઉર્જાની અસર વધે છે. આથી મન વિચલિત થાય છે અને ઘણી પ્રકારના મનોવિકાર ઉત્પન્ન થાય છે. આથી જો તમને તેલ કે સુગંધિત વસ્તુઓનો પ્રયોગ કરવો હોય તો સાંજ પહેલાં જ એનો પ્રયોગ કરી લો. મહિલાઓએ રાત્રે વાળ ખોલીને બેસવુ કે ઉંઘવું જોઈએ નહીં. ધનની લેવડ-દેવડ હંમેશા સૂર્યાસ્ત પહેલાં કરી લેવી જોઈએ. સાંજ પછી ધનની લેવડ-દેવડ કરવી અશુભ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શિયાળાનું સુપરફૂડ છે મૂળા, પણ ખાતા જ થઈ જાય છે ગેસ ? આ રીતે ખાશો તો નહિ થાય બ્લોટિંગની સમસ્યા

ગુજરાતી નિબંધ - મકરસંક્રાતિ / ઉત્તરાયણ

Facepack for 40 plus- 40 પાર કર્યા પછી આ 3 ફેસપેક તમારા ચેહરાનો નિખાર વધારશે

આજની રેસિપી - લસણના સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પરાઠા

રસોડામાં કૉકરોચ થી છુટકારો મેળવવાનાં 5 અસરદાર ઉપાય, ૩ નબર તો કમાલનું કરે છે કામ

વધુ જુઓ..

નવીનતમ

શ્રી લક્ષ્મી ચાલીસા

Shukra Remedies: ટેન્શન, સુવિધાઓનો અને પૈસાનો અભાવ, આ છે શુક્ર દોષના સંકેત, આ 6 ઉપાયોથી તમારા શુક્રને બનાવો મજબૂત

ગુજરાતી નિબંધ - મકરસંક્રાતિ / ઉત્તરાયણ

ઉત્તરાયણ જોક્સ- મકર સંક્રાતિ આવી રહી છે

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

આગળનો લેખ
Show comments