Webdunia - Bharat's app for daily news and videos

Install App

Budhwar Na Upay:: આજે બુધવારે કરો આ ખાસ કામ, બિઝનેસમાં થશે પ્રોગ્રેસ અને ધનદોલતમાં થશે વધારો

Budhwar Tips in Gujarati

Webdunia
બુધવાર, 18 મે 2022 (08:57 IST)
Budhwar Na Upay: બુધવારના દિવસે વિધ્નો હરનારા શ્રી ગણેશની પૂજા કરવાનુ વિધાન છે. દરેક કામમાં સફળતા મેળવવા અને કષ્ટોથી મુક્તિ મેળવવા આજના દિવસે ગણપતિજીનુ વ્રત કરવાની સાથે વિધિપૂર્વક પૂજા કરવાનુ વિધાન છે.  આ ઉપરાંત આજના દિવસે કેટલાક જ્યોતિષ ઉપાય કરવાથી તમને ખૂબ શુભ ફળની પ્રાપ્તિ થશે.  આ ઉપાયો કરવાથી બિઝનેસ, નોકરીમાં સફળતા મળવાની સાથે જ ધનદોલતમાં વૃદ્ધિ થશે. આવો જાણીએ બુધવારના દિવસે કયા ઉપાય કરવા શુભ રહેશે. 
 
- બુધવારે ગણપતિની પૂજા કરતી વખતે દુર્વા અવશ્ય ચઢાવો. આનાથી ગણપતિ જલ્દી ખુશ થઈ જાય છે.  તેથી તમારે 21 દુર્વા અર્પણ કરવા જોઈએ. આનાથી ગણેશજી જલ્દી પ્રસન્ન થશે.
- જો તમારી કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તો બુધવારે લીલા મગ અથવા લીલા રંગના કપડા કોઈ ગરીબ વ્યક્તિને દાન કરો. તમને આનો લાભ મળશે.
-  જીવનમાં આવનારી દરેક સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે બુધવારે ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઈએ. આનાથી આર્થિક પ્રગતિથી ભગવાનની કૃપા પ્રાપ્ત થશે.
-  દરેક કાર્યમાં સફળતા મેળવવા માટે બુધવારે ભગવાન ગણેશના માથા પર સિંદૂર લગાવો. ત્યારબાદ તમારા કપાળ પર લગાવો. તમને આનો લાભ મળશે.
બુધવારે ગણેશ મંદિરમાં જઈને ગોળનો નૈવેદ્ય ધરાવો. આનાથી ગણેશજી સાથે માતા લક્ષ્મી પણ પ્રસન્ન થશે, જેથી તમારા ઘરમાં ક્યારેય પૈસા અને અનાજની કમી નહીં આવે.
- જો જાતક બુધ દોષથી પીડિત છે તો મા દુર્ગાની આરાધના બુધવર ના દિવસે કરવી શુભ રહેશે. આ ઉપરાંત નિયમિત રૂપથી ૐ એં હ્રીં ક્લીં ચામુળ્ડાયૈ વિચ્ચે મંત્રનો જાપ 108 વાર જરૂર કરો. 
- જો કુંડળીમાં બુધની સ્થિતિ નબળી હોય તો બુધવારે નાની આંગળીમાં પન્ના રત્ન ધારણ કરવો શુભ રહેશે. પરંતુ તેને પહેરતા પહેલા જ્યોતિષની સલાહ અવશ્ય લો.

સંબંધિત સમાચાર

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

'કલ્કિ 2898 એડી' માં અમિતાભ બચ્ચનુ અશ્વત્થામા લુક આવ્યુ સામે, અવતાર જોઈને તમે પણ રહી જશો દંગ

અભિનેતા પંકજ ત્રિપાઠીના બનેવીનું અકસ્માતમાં મોત

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

ગુજરાતી જોક્સ - કાલે રાત્રે ટ્રેનમાં

જોક્સ- બીજી પણ એક બેસી શકે

આગળનો લેખ
Show comments