Festival Posters

Buddha Purnima 202: આજે વૈશાખ પૂર્ણિમા અને બુદ્ધ પૂર્ણિમા, જાણો પૂજા વિધિ અને મહત્વ

Webdunia
સોમવાર, 16 મે 2022 (08:38 IST)
વૈશાખ અને બુદ્ધ  પૂર્ણિમાનુ મહત્વ 
 
વૈશાખ પૂર્ણિમા પર ગંગામાં સ્નાન કરવાનું ખૂબ મહત્વ છે. આ દિવસે ગંગા ઘાટ પર સ્નાન કરવાથી પાપમાંથી મુક્તિની સાથે જીવનમાં સુખ-શાંતિ મળે છે. આ સાથે ભગવાન વિષ્ણુની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે.. એવુ કહેવાય છે કે મહાત્મા બુદ્ધ શ્રી હરિ વિષ્ણુનો નવમો અવતાર છે.  હિન્દુઓ ઉપરાંત બૌદ્ધ ધર્મના લોકો  આ દિવસને બુદ્ધ જયંતીના રૂપમાં ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સ્નાન, દાન અને પૂજા કરવાથી તમારી બધી મુશ્કેલીઓ દૂર થાય છે. કારણ કે આ તહેવાર ખૂબ જ પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે મીઠું દાન કરવાથી ગૌદાન દાન કરવા જેટલું ફળ મળે છે. આ સિવાય જો તમે અજાણતાં કોઈ પાપ કર્યું હોય તો આ દિવસે ખાંડ અને તલનું દાન કરવાથી આ પાપથી મુક્તિ મળે છે.
 
આ દિવસે પૂજા કેવી રીતે કરવી 
 
 આ દિવસે પૂજા કરવા માટે પહેલા ભગવાન વિષ્ણુની પ્રતિમાની સામે ઘી ભરેલું વાસણ મૂકો. આ સાથે તલ અને ખાંડ પણ મૂકો.. ત્યારબાદ તલના તેલથી દીવો પ્રગટાવો અને ભગવાનની પૂજા કરો. આ દિવસે બોધિવૃક્ષની પૂજા કરવામાં આવે છે. તેની શાખાઓને કલરફુલ ધ્વજ અને હારથી સજાવાય છે. ઉપરાંત, તેની જડમાં દૂધ અને સુગંધિત પાણી ચઢાવાય છે. તેમજ દીવો  પ્રગટાવવામાં આવે છે.
 
વૈશાખ પૂર્ણિમાના દિવસે સવાર સવારે શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવામાં આવે છે.  આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાનનુ વિશેષ મહત્વ છે. આ દિવસે ધર્મરાજની પૂજા કરવાની પણ માન્યતા છે. એવુ કહેવાય છે કે સત્યવિનાયક વ્રતથી ધર્મરાજ ખુશ હોય છે. એવુ કહેવાય છે કે ધર્મરાજ મૃત્યુના દેવતા છે તેથી તેમના પ્રસન્ન થવાથી અકાળ મોતનો ભય ઓછો થઈ જાય છે. 
 
એવી માન્યતા છે કે આજના દિવસે તલ અને ખાંડનુ દાન કરવામાં આવે છે અને પિંજરામાં બંધ પક્ષીઓને આઝાદ કરવામાં આવે છે. સ્નાન પછી વ્રતનો સંકલ્પ લઈને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. ખાંડ અને તલનુ દાન કરવાથી અજાણતા થયેલા પાપોનો પણ નાશ થઈ જાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Homemade Face Serum- ઘરે આ રીતે બનાવો આયુર્વેદિક વિન્ટર ફેસ સીરમ, શિયાળામાં મળશે ઘણા ફાયદા

Winter special - વિંટર સ્પેશલ મિક્સ વેજ અથાણુ

શિયાળામાં હાડકા બનાવવા છે મજબૂત કે પછી ઘટાડવું છે વજન તો ખાવ આ અનાજની રોટલી પછી જુઓ કમાલ

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

વધુ જુઓ..

નવીનતમ

શનિ બીજ મંત્ર - પાછલા જન્મના ખરાબ કર્મોનો કરશે નાશ, જાણો કેવી રીતે કરવો જાપ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Ekadashi Vrat Date: વર્ષની છેલ્લી એકાદશી ક્યારે છે,૩૦ કે 31 ડિસેમ્બર? જાણો પુત્રદા એકાદશીનું વ્રતની તારીખ અને શુભ મુહૂર્ત

દ્રૌપદી તેના પાંચ પતિઓ સાથે કેવી રીતે સમય વિતાવતી; કોઈ પણ પાંડવોએ ફરિયાદ કરી નહીં.

Margashirsha Amavasya 2025: આજે છે વર્ષની છેલ્લી અમાસ, જાણો સ્નાન-દાનનાં ઉપાય અને જરૂરી નિયમ

આગળનો લેખ
Show comments