Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બુદ્ધ પૂર્ણિમાથી ઠીક એક દિવસ પહેલા સૂર્યનુ રાશિ પરિવર્તન, આ રાશિઓના જાતક રહે સાવધાન

rashi parivartan
, મંગળવાર, 10 મે 2022 (10:47 IST)
જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને આત્માનો કારક માનવામાં આવે છે. સૂર્યનો સંબંધ પિતા સાથે પણ હોય છે. સૂર્યને ગ્રહોનો અધિપતિ એટલે કે રાજા માનવામાં આવે છે. જ્યોતિષમાં સૂર્યને એક મુખ્ય ગ્રહનો દરજ્જો પ્રાપ્ત છે. 
 
હિન્દુ પંચાગ મુજબ વૈશાખ પૂર્ણિમા, 16 મે ના રોજ વર્ષ 2022 માં પહેલુ ચંદ્રગ્રહણ લાગશે. ચંદ્રગ્રહણના ઠીક એક દિવસ પહેલા એટલે કે 15 મે ના રોજ સૂર્ય રાશિ પરિવર્તન કરશે. સૂર્ય ગોચર 15 મે ના લગભગ સવારે 05 વાગીને 44 મિનિટ પર થશે.  જ્યોતિષ મુજબ સૂર્યના રાશિ પરિવર્તનની ત્રણ રાશિઓ પર સૌથી વધુ અસર થશે. આ દરમિયાન આ રાશિઓએ સાવધાન રહેવુ પડશે. 
 
આ રાશિઓના જાતક રહે સાવધાન 
 
જ્યોતિષ મુજબ સૂર્યના આ રાશિ પરિવર્તનથી મિથુન રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર છે. આ દરમિયાન ભાઈ-બહેનની સાથે સંબંધો બગડી શકે છે. નોકરિયાત લોકોને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે 
 
તુલા રાશિના જાતકોને આર્થિક મોરચે થોડી મુશ્કેલી આવશે. પ્રોપર્ટીમાં લેવડ દેવડથી બચો. આ સમય કોઈ પણ નવો વેપાર શરૂ ન કરશો. 

વૃશ્ચિક રાશિના જાતકોને થોડી સમસ્યા થઈ શકે છે.  નોકરીમાં થોડી પરેશાની આવી શકે છે.  ગુસ્સાથી બચો. વૈવાહિક જીવનમાં ખટાશ આવી શકે છે. જીવનસાથી સાથે થોડી પરેશાની થઈ શકે છે. 
 
વૈશાખા પૂર્ણિમા 2022 શુભ મુહુર્ત - 
 
વૈશાખ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા 15 મે 2022 દિવસ રવિવારે 12 વાગીને 47 મિનિટથી શરૂ થશે. જે કે 16 મે સોમવારે રાત્રે 09 વાગીને 45 મિનિટ સુધી રહેશે.  આ દિવસે બુદ્ધ પૂર્ણિમા પણ ઉજવાશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

10 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોની પ્રતિષ્ઠામાં વધારો થશે