Webdunia - Bharat's app for daily news and videos

Install App

અર્ધધનુરાસન

Webdunia
આ આસનમાં શરીરની આકૃતિ સામાન્ય રીતે ખેંચાયેલા ધનુષ જેવી લાગે છે. તેથી તેને અર્ધધનુરાસન કહે છે. સામાન્ય રીતે આને પણ ધનુરાસન કહે છે.

વિધ િ : મકરાસનની અવસ્થામાં પેટના બળે ઉંઘી જાવ. પછી બંને પગને એકબીજા સાથે જોડી હાથને કમર સાથે અડાડો. દાઢી જમીન પર મૂકો. એડી-પંજા અને ઘૂંટણો મળેલા હોવા જોઈએ. કોણીને કમરથી જોડાયેલી, ઉપરની તરફ હથેળીઓ મૂકો.

હવે પગને ઘૂંટણથી વાળો. પછી બંને હાથથી પગને ટચલી આંગળીથી પકડો. હાથ અને પગને ખેંચતા ઘૂંટણને ઉપર ઉઠાવો. જેટલુ બની શકે તેટલુ માથુ પાછળની તરફ લઈ જાવ. સમગ્ર શરીરનો ભાર નાભિ પર આવે એવો પ્રયત્ન કરો. પગના તળિયા અને માથુ સમાન રીતે લાઈનમાં રહે. કુમ્ભક કરીને આ સ્થિતિમાં 10-30 સેંકંડ સુધી રહો.

પાછા ફરવા માટે દાઢીને જમીન પર ટેકવો પછી હાથને પછી ધીરે ધીરે પગને ભૂમિ પર લાવતા ફરી મકરાસનની સ્થિતિમાં સૂઈ જાવ અને પૂરક કરો. શ્વાસોચ્છશ્વાસની પ્રક્રિયા સામાન્ય થતા બીજી વાર કરો. આ રીતે 3-4 આવૃત્તિ કરો.

સાવધાન ી - જે લોકોને કરોડરજ્જૂની અથવા ડિક્સનું વધુ કષ્ટ હોય, તેમણે આ આસન ન કરવુ જોઈએ. પેટ સંબંધી કોઈ ગંભીર રોગ હોય તો તે પણ આ આસન ન કરે.
W.D

લાભ - ધનુરાસનથી પેટની ચરબી ઓછી થાય છે. તેન બધા અંગો, માઁસપેશિયો અને સાંધાની કસરત થઈ જાય છે. આ આસન શરીરમાં ઉર્જાનુ તથા ત્રણે ગુણો (સત્ય, રજસ, તમસ)નુ સંતુલન કરે છે. હૃદય મજબૂત બને છે. ગળાના તમામ રોગ નાશ પામે છે. પાચનશક્તિ વધે છે. કબજિયાત દૂર થઈને જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે. શ્વાસની ક્રિયા વ્યવસ્થિત ચાલે છે. મેરુદંડ લચીલુ અને સ્વસ્થ બને છે. સર્વાઈકલ,
સ્પોડોલાઈટિસ, કમરનો દુ:ખાવો અને ઉદરના રોગોમાં ફાયદો કરતુ આસન છે. સ્ત્રીઓની માસિક ધર્મ સંબંધી વિકૃતિઓમાં લાભપ્રદ છે. ગુર્દાને પુષ્ટ કરીને મુત્ર-વિકારો દૂર કરે છે.

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

Festival List 2025 : વર્ષ 2025 માં કયો તહેવાર આવશે? જાણો મકરસંક્રાંતિથી દિવાળી સુધીની તારીખો

Pongal 2025 Date: વર્ષ 2025 માં પોંગલ ક્યારે છે, જાણો તારીખ અને મહત્વ

Merry Christmas Wishes Cards Download: ક્રિસમસ પર શાયરાના અંદાજમાં તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો શુભેચ્છા સંદેશ

Margashirsha Guruvar Lakshmi Puja katha- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારની કથા

Tulsi Aarti- તુલસી માની આરતી

Show comments