rashifal-2026

કસરત કે Yog કરતા પહેલા તેના વિશેની ગેરસમજ જાણી લો

Webdunia
માન્યતાઓ તો મનુષ્યોના મનમાં બહુ પહેલેથી ઊંડાણપૂર્વક જોડાયેલી રહી છે, પછી વિષય ભલે ગમે તે હોય. અનેક માન્યતાઓ તો આપણે બાળપણથી સાંભળી સાંભળીને જ મોટા થયા હોઇએ છીએ જે સમય સાથે આપણા મગજમાં મજબૂત થતી જાય છે. આપણા જીવન માટે બહુ જરૂરી એવી 'કસરત' સાથે પણ અનેક માન્યતાઓ જોડાયેલી છે. જાણીએ આવી માન્યતાઓ અને તેને લગતા સત્યો વિષે...

વધારે કસરત કરવાથી કેલરી વધુ બળે છે અને લાંબા સમય સુધી કસરત કરવાથી વધુ ચરબી બર્ન થાય છે, આ સૌથી મોટું મિથક છે જે મોટાભાગના લોકોમાં વ્યાપેલું છે. કોઇપણ કસરતનું ફોકસ એ વાત પર હોવું જોઇએ કે તે કરવાથી નિયત સમયમાં તમે કેટલી ચરબી બાળી શકો છો. વધારે હેવી કસરતને તમે લાંબો સમય સુધી નથી કરી શકતા, માટે સુરક્ષિત માર્ગ એ જ છે કે તમે કસરતનો ધીમે-ધીમે આરંભ કરો બાદમાં તેને ધીમે-ધીમે વધારતા જાઓ. એકસાથે વધુ ચરબી બાળવાની ચાહમાં પહેલા જ પ્રયાસે વધારે પડતી કસરત ન કરશો.

યોગ સૌથી સુરક્ષિત કસરત છે, આ માન્યતા સાવ ખોટી છે. યોગ કરતા વધુ સારું બીજું કંઇ નથી પણ તેમાંની કેટલીક કસરતો કરતી વખતે માનસિક અને શારીરિક ધ્યાન કરવું બહુ જરૂરી હોય છે. માટે સુરક્ષાને ધ્યાનમાં રાખતા વધુ સારું પરિણામ મેળવવા માટે કોઇ યોગ્ય યોગ નિષ્ણાતની સલાહ વગર યોગ ન કરવા.

નિયમિત કસરત કરવાથી વજન તુરંત ઓછું થઇ જાય છે. આ દરેક વ્યક્તિને લાગુ નથી પડતી. કારણ કે કોઇ વ્યક્તિના વજન વધવા કે ઘટવા પાછળ જિનેટિક કારણો બહુ મહત્વ ધરાવે છે. આ વિષય પર સંશોધન માટે અનેક લોકો પાસેથી એક જ પ્રકારની કસરત કરાવવામાં આવી, પણ સહુના પરિણામો અલગ-અલગ હતા.

માત્ર કસરત જ વજન નિયંત્રિત કરે છે, આ માન્યતા પણ એક ભ્રમ છે. વજન ઓછું થવું કે વધવું એક નહીં ઘણી બાબતો પર નિર્ભર કરે છે. તેના માટે જિનેટિક કારણો સિવાય તમારું ભોજન, જીવનશૈલી પણ મહત્વ ધરાવે છે. માટે માત્ર કસરત કરીને તમારું વજન સંપૂર્ણપણે આદર્શ થઇ જશે તે જરૂરી નથી. નિયમિત શારીરિક શ્રમ કરીને પણ તમે લાંબા સમય સુધી વજનને નિયંત્રણમાં રાખી શકો છો.

ફિટ રહેવા માટે જિમમાં જવું. આ જરૂરી નથી. સંશોધનો જણાવે છે કે જે લોકો ઘરે ફિટ થવા માટેના પ્રોગ્રામ ફોલો કરે છે તેમાંના ઘણાં સારી રીતે પોતાની જાતને ફિટ રાખી શકે છે. સવાલ માત્ર એ બાબતનો છે કે તમે જે કંઇ કરો તે નિયમિત રૂપે કરો.
વધુ જુઓ..

જરૂર વાંચો

હિમાચલ પ્રદેશમાં એક કોલેજ વિદ્યાર્થીનું જાતીય શોષણ બાદ વેદનામાં મૃત્યુ

Indore water contamination- દૂષિત પાણી કેસમાં સીએમ મોહન યાદવે મોટી કાર્યવાહી કરી, જેમાં એડિશનલ કમિશનરનો પણ સમાવેશ થાય છે

Cigarettes Prices Hike - સિગારેટ પીનારાઓને આંચકો, 1 ફેબ્રુઆરીથી ભાવ વધશે

Yuvraj Singh-Shubman Gill: વિશ્વકપ ટીમમાંથી ડ્રોપ થયા ગિલ તો ભડક્યા યુવરાજના પિતા યોગરાજ

કંગાલ પાકિસ્તાનને મળી ગયો તેલ અને ગેસનો મોટો ખજાનો ! શહબાજ શરીફ થઈ રહ્યા છે ગદગદ, શુ માલામાલ થશે પડોશી ?

વધુ જુઓ..

ધર્મ

Paush Purnima 2026: પોષ પૂર્ણિમાના દિવસે આ વસ્તુઓનું દાન કરવું રહે છે શુભ, ઘરમાં આવે છે ધન અને સમૃદ્ધિ

શ્રી લક્ષ્મી ચાલીસા

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Shiv Stuti : શંભુ શરણે પડી.. (જુઓ વીડિયો)

Shukrawar Na Upay: વર્ષના પહેલા શુક્રવારે કરો આ દુર્લભ ઉપાય, આખા વર્ષ દરમિયાન નહીં રહે પૈસાની કમી

આગળનો લેખ
Show comments