Webdunia - Bharat's app for daily news and videos

Install App

Lookback2024_Trends : આ ભારતના સૌથી સફળ સ્ટાર્ટઅપ્સ છે જે વિદેશી કંપનીઓને સખત સ્પર્ધા આપી રહ્યા છે.

Webdunia
ગુરુવાર, 12 ડિસેમ્બર 2024 (11:29 IST)
Top Best Startups in India 2024 - સમય સાથે લોકોની કારકિર્દી પસંદ કરવાની રીતમાં ઘણો બદલાવ આવ્યો છે. આજકાલ દરેક વ્યક્તિ પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગે છે. અને બિઝનેસના ક્ષેત્રમાં જ પ્રગતિ કરવા માંગે છે. છેલ્લા બે દાયકામાં આવા ઘણા સ્ટાર્ટઅપ્સ ઉભરી આવ્યા છે. જે થોડા જ સમયમાં કરોડોના આંકે પહોંચી ગયું છે. આમાંના ઘણા સ્ટાર્ટઅપ્સને યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સની યાદીમાં પણ સામેલ કરવામાં આવ્યા છે. આ લેખમાં, અમે તમને મજબૂત ફંડામેન્ટલ્સ સાથે 2024 ના સૌથી વધુ વિકસતા સ્ટાર્ટઅપ્સ વિશે માહિતી આપીશું. જેમાંથી તમે ઘણું શીખી શકશો અને આઈડિયા પણ લઈ શકશો. ચાલો તેમના વિશે વિગતવાર માહિતી લઈએ.
 
Zepto એક હાઈપર લોકલ ડિલીવરી પ્લેટફાર્મ છે. જે માત્ર 10  મિનિટમાં જ ગ્રાહકોને ઓર્ડર ડિલીવરી કરવાના વચન કરે છે જેપ્ટોના માધ્યમથી ફળ શાક, દવાઈઓ અને ઘણા ઈલેક્ટ્રોનિક્સ પ્રોડ્કટ ઓર્ડર કરી શકાય છે. જેલ્ટોની સ્થાપના વર્ષ 2020માં આદિત પાલીચા અન એ કૈવલ્ય વોહરાદ્વારા કરવામાં આવી હતી. 
 
CRED ની સ્થાપના વર્ષ 2018માં કુણાલ શાહ દ્વારા કરવામાં આવી હતી. જેની 2024માં કુલ મૂલ્યાંકન આશરે $6 બિલિયન સુધી પહોંચી ગયું છે. ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓ તેમના ક્રેડિટ બિલની ચુકવણી CRED દ્વારા કરી શકે છે. બદલામાં તેમને રિવોર્ડ અને કેશબેક જેવી સુવિધાઓ મળે છે. આ સાથે, ગ્રાહકો તેમના ખર્ચ પર નજર રાખી શકે છે અને CRED એપ્લિકેશન દ્વારા અન્ય ઘણી પ્રવૃત્તિઓ પર નજર રાખી શકાય છે. CRED એપ્લિકેશનના હાલમાં 25 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ છે. 
 
Ola electric સ્ટાર્ટઅપ ભારતમાં બે પેંડાના વાહનોને પ્રમોશનમાં અગ્રેસર માનવામાં આવે છે. આ ભારતની સૌથી લોકપ્રિય ઇલેક્ટ્રિક સ્કૂટર મેન્યુફેક્ચરિંગ કંપની છે. જેણે બહુ ઓછા સમયમાં જંગી ગ્રાહકવર્ગ ઉભો કર્યો છે. તેની સ્થાપના વર્ષ 2017માં Ola કેબ્સના સ્થાપક ભાવિશ અગ્રવાલે કરી હતી. જે મોખરે ઊભા છે અને ઈલેક્ટ્રિક વાહનોના મુદ્દાને સંભાળે છે. 
 
ભારત પે BharatPe
ભારત પે એકે બહુરાષ્ટીય કંપની છે. જે નાના વેપારીઓ અને કરિયાણા સ્ટોર પર ડિજીટલ ક્બુકવણી અને સરળ સુવિધા આપે છે. સાથે જ તેણે લોનની સુવિધા પણ ભારત પે દ્વારા આપવામાં આવે છે. BharatPeએ જ સૌથી પહેલા યુપીઆઈ માટે સિંગલ QR કોડની સેવાઓ શરૂ કરી હતી. તેની સ્થાપના 2018મમાં શાશ્વત નકરાણીએ કરી હતી. હવે 2024માં ભારત પે 2.9 બિલિયન ડૉલર વેલ્યુએશન વાળા સ્ટાર્ટઅપ બન્યુ છે. જેને આખા ભારતમાં આશરે 63 મિલિયન થી પણ વધારે યુઝર કરે છે. 
 
ElevenLabs
આર્ટિફિશિયલ ઈંટેલિજેંસના વધારે ચલનના કારણે ઘણા આર્ટિફિશિયલ ઈંટેલિજેંસ આધારિત સ્ટાર્ટઅપ ઉભરતા નજર આવી રહ્યા છે. જેમાંથી  ElevenLabs પણ એક પ્રચલિત એઆઈ સ્ટાર્ટઅપ છે.  11Labs યુઝર્સને પણ કોઈ ટેક્સ્ટને આવાજમાં બદલવાની સુવિધા આપે છે. જે ખાસ કરીને વીડિયો ક્રિએટર અને માર્કેટિંગ એજંસી માટે ઉપયોગી સિદ્ધ થાય છે. 11 લેબ્સ પર માણસ આવાઝના ભંડાર છે. જે ઘણી ભાષાઓમાં સપોર્ટ કરે છે. તેની સ્થાપના તેની સ્થાપના વર્ષ 2022 માં જેક માર્ટિન અને જેક મેનિયર દ્વારા અન્ય બે ભાગીદારો સાથે કરવામાં આવી હતી. હાલમાં તેના 2 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ છે.
 
Krutrim AI Startup
કૃત્રિમ AI સ્ટાર્ટઅપની સ્થાપના વર્ષ 2023માં Ola Cabsના સ્થાપક ભાવિશ અગ્રવાલ દ્વારા કરવામાં આવી હતી. જેણે માત્ર 9 મહિનામાં 8,200 કરોડ રૂપિયાનું મૂલ્યાંકન હાંસલ કર્યું હતું. આ સ્ટાર્ટઅપ તે ડેટા સેન્ટર ડેવલપમેન્ટ, સુપર કોમ્પ્યુટર્સ અને ઉચ્ચ પ્રદર્શન સર્વરમાં અગ્રેસર છે. કૃત્રિમ AI ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરની સેવાઓને સુધારવામાં પણ મદદરૂપ સાબિત થશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

PM Modi Constitution Debate Live - આપણે ફક્ત વિશાળ લોકતંત્ર જ નથી આપણે લોકતંત્રની જનની છીએ

બેંગલુરૂમાં અતુલ સુભાષ પાર્ટ 2 - હેડ કૉન્સ્ટેબલે યુનિફોર્મમાં કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં પત્ની અને સસરાને ઠેરવ્યા મોત માટે જવાબદાર

Sambhal News: મુસ્લિમ વસ્તીમાં 46 વર્ષ પછી ખુલ્યા શિવ મંદિરના કપાટ, 1978ના રમખાણો પછી હિન્દુઓએ છોડ્યો હતો એરિયા

One Nation One Election - કેવી રીતે થશે લાગૂ, કેટલો લાગશે સમય, શુ થશે ફાયદો ? જાણો બધુ

DSP સિરાજને ગાબામાં કરવો પડ્યો હૂટિંગનો સામનો, VIDEO મા જોવા મળી ઓસ્ટ્રેલિયાઈ દર્શકોની શરમજનક હરકત

આગળનો લેખ
Show comments