Webdunia - Bharat's app for daily news and videos

Install App

વર્લ્ડ કપ - ભારત સેમીફાઈનલમાં 95 રનથી હાર્યુ, ન્યુઝીલેંડ-ઓસી. વચ્ચે ફાઈનલ

Webdunia
ગુરુવાર, 26 માર્ચ 2015 (17:15 IST)
ભારતીય ક્રિકેટ ટીમે સિડનીમાં ક્રિકેટ વિશ્વકપના બીજા સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 329 રનના લક્ષ્યનો પીછો કરતા 233 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ. ઓસ્ટ્રેલિયા 95 રનોથી ભારતને હરાવીને ફાઈનલમાં પહોંચી ગયુ છે. હવે તેનો મુકાબલો ન્યુઝીલેંડ સાથે થશે. 
 
પ્રથમ વિકેટ શિખર ધવનની પડી. ધવન 45 રન બનાવીને જોશ હેજલવુડની બોલ પર મૈક્સવેલને કેચ આપી બેસ્યા. વિરાટ કોહલી એક રન બનાવીને મિશેલ જૉનસનની બોલ પર કેચ આઉટ થઈ ગયા. રોહિત શર્મા 34 રન બનાવીને મિશેલ જૉનસનની બોલ પર બોલ્ડ થઈ ગયા. સુરેશ રૈના 7 રન બનાવીને ફૉકનરની બોલ પર આઉટ થયા. અજિંક્ય રહાણે 44 રન બનાવીને મિશેલ સ્ટાર્કની બોલ પર આઉટ થ્જઈ ગયા. રહાણેએ ધોની સાથે મળીને 70 રનની ભાગીદારી કરી. રહાણેએ 68 બોલમાં બે ચોક્કા લગાવ્યા. રવિન્દ્ર જડેજા 16 રન બનાવીને આઉટ થઈ ગયા. કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની 65 રન બનાવીને આઉટ થઈ ગયા. આર. અશ્વિન 5 રન બનાવીને ફોકનરની બોલ પર બોલ્ડ થઈ ગયા. મોહિત શર્મા ખાતુ ખોલાયા વગર ફોકનરની બોલ પર બોલ્ડ થઈ ગયા. 
 
ઓસ્ટ્રેલિયાઈ બોલરોમાં જેમ્સ ફૉકનરે ત્રણ, મિશેલ જોનસન અને મિશેલ સ્ટાર્કે બે જ્યારે કે જોશ હેજલવુડે એક વિકેટ મળી.  
 
 
સ્ટીવન સ્મિથ(105 રન) અને આરોન ફિંચ(81)ની વચ્ચે બીજી વિકેટ માટે 182 રનની મોટી ભાગીદારીને કારણે ઓસ્ટ્રેલિયાએ સારી બોલિંગ અને ક્ષેત્રરક્ષણ છતા ભારત વિરુદ્ધ અહી ગુરૂવારે વિશ્વકપ સેમીફાઈનલમાં સાત વિકેટના નુકશાન પર 328 રન બનાવ્યા છે. 
 
ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 50 ઓવરમાં સાત વિકેટ પર 328 રનનો મજબૂત સ્કોર બનાવ્યો. ટેસ્ટ કપ્તાન સ્ટીવન સ્મિથ એકવાર ફરી મુખ્ય સાબિત થયા અને તેમણે 105 રનની સેંચુરી બનાવીને ટીમને લડવા લાયક સ્થિતિમાં પહોંચાડ્યા જ્યારે કે ઓપનર ફિંચે 81 રનની રમત રમી અને ટીમને સારી શરૂઆત અપાવી. બીજી વિકેટ મટે ફિંચ અને સ્મિથે 182 રનની સારી ભાગીદારી ભજવી.  વિશ્વકપ નોકઆઉટમાં આ બીજી સૌથી મોટી ભાગીદારી છે. આ પહેલ વર્ષ 1999માં પાકિસ્તાનના સઈદ અનવર અને વાજુલ્લાહે ન્યુઝીલેંડ વિરુદ્ધ 194 રનની સૌથી મોટી ભાગીદારી કરી હતી.  
 









 
 
ઓસ્ટ્રેલિયાએ ગુરૂવારે સિડની ક્રિકેટ મેદાન પર ભારતની સાથે રજુ આઈસીસી વિશ્વ કપ 2015ના બીજા સેમીફાઈનલ મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા સાત વિકેટના નુકશાન પર 328 રન  બનાવ્યા. 
 
બેડ હોડિન(7) અને મિશેલ જૉનસન(27) પર અણનમ રહ્યા. જોનસને 9 બોલમાં ચાર ચોક્કા અને એક છક્કો લગાવ્યો. 
 
પહેલી વિકેટ ડેવિડ વોર્નરની પડી. વોર્નરે 12 રન બનાવીને ઉમેશ યાદવની બોલ પર વિરાટ કોહલીને કેચ આપી બેસ્યા. સ્ટીવન સ્મિથ 105 રન બનાવીને ઉમેશ યાદવની બોલ પર કેચ આઉટ થયા. સ્મિથે 93 બોલમાં 11 ચોક્કા અને બે છક્કા માર્યા. સ્મિથે ફિંચ સાથે મળીને 182 રનની ભાગીદારી કરી. ગ્લેન મૈક્સવેલ 23 રન બનાવીને અશ્વિનની બોલ પર રહાણેને કેચ આપી બેસ્યા.   એરન ફિંચ 80 રન બનાવીને ઉમેશ યાદવની બોલ પર કેચ આઉટ. કપ્તાન માઈકલ ક્લાર્ક 10 રન બનાવીને મોહિત શર્માની બોલ પર રોહિત શર્માને કેચ આપી બેસ્યા. જેમ્સ ફૉક્નર 21 રન બનાવીને ઉમેશ યાદવની બોલ પર બોલ્ડ થઈ ગયા. શેન વોટસન 28 રન બનાવીને મોહિતની બોલ પર આઉટ થયા.  
 
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની બીજી સેમીફાઈનલ શરૂ થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઝટકો સલામી બેટ્સમેન ડેવિડ વોર્નરના રૂપમાં લગાવી જે 12 રન બનાવીને આઉટ થઈ ગયા. ત્યાર બાદ આરોન ફિંચનો સાથ આપવા સ્ટીવન સ્મિથ મેદાન પર આવ્યા જેમણે ઝડપી બેટિંગ શરૂ કરી દીધી. બંનેયે સેંચુરી જમાવી. બંનેયે 30 ઓવરમાં સ્કોર 132 રન પહોંચી ગયા. 

ભારત v/s ઓસ્ટ્રેલિયા સ્કોરકાર્ડ
આંકડામાં ભારે ઓસ્ટ્રેલિયા 
 
વર્લ્ડકપના આંકડાને જોઈએ તો ઓસ્ટ્રેલિયા ભારત પર 20 સાબિત થઈ રહી છે. અત્યાર સુધી વર્લ્ડકપમાં બંને ટીમો 10 વાર ટકરાઈ છે. જેમા 7 વાર ઓસ્ટ્રેલિયાએ બાજી મારી છે. જ્યારે કે ભારતે ફક્ત ત્રણ મેચ જીત્યા છે. પણ આ વર્લ્ડકપની વાત કરીએ તો ટીમ ઈંડિયાનુ પલડુ થોડુ ભારે છે. આ વર્લ્ડકપ પહેલા ટીમ ઈંડિયા ખૂબ જ ખરાબ ફોર્મમાં હતી પણ મુખ્ય ટુર્નામેંટ આવતા જ ટીમે ગિયર બદલી નાખ્યુ છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Margashirsha Guruvar Lakshmi Puja katha- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારની કથા

Board Exam 2025 Preparation Tips: બોર્ડની પરીક્ષામાં આવશે સારા માર્ક્સ મળશે, જાણો શું કરવું અને શું ન કરવું

Delhi Triple Murder - પુત્ર એ જ કરી માતા, પિતા અને બહેનની હત્યા, આ કારણે કરી ત્રણેયની હત્યા

3 વર્ષના પ્રેમ બાદ છેતરપિંડી, છોકરી લગ્નની ડ્રેસ પહેરીને મંદિરમાં રાહ જોતી રહી, બોયફ્રેન્ડ ન આવ્યો, પછી

ગુજરાતમાં મંગળવારે કુલ 40 હજાર પ્રી-સ્કૂલ બંધ રહી, સૂચક વિરોધપ્રદર્શન

Show comments