Biodata Maker

મમ્મી અને પત્નીની ખેંચતાણમાં પીસાવું ન હોય તો આમ કરો...

Webdunia
ગુરુવાર, 3 માર્ચ 2016 (13:43 IST)
લગ્ન પછી દરેક પુરુષની ફરજ છે કે મમ્મી અને પત્ની બંનેને ખુશ રાખવાં પરંતુ ‘આ કામ ધારીએ એટલું આસાન નથી. નવેલી દુલ્હન સાથે વધુ વખત ગાળે તો મમ્મીને થાય કે દીકરો જોરુકા ગુલામ થઈ ગયો અને મમ્મી સાથે વધુ પડતી વાતો કરે, આત્મીયતાથી વર્તે કે પૂછી પૂછીને નિર્ણય લે તો પત્નીને થાય કે આ તો સાવ માવડિયો પતિ છે. બિચારા પુરુષની હાલત તદ્દન સેન્ડવીચ જેવી થઈ જાય છે. ન ઈધરકા... ન ઉધરકા... મમ્મી અને પત્નીની ખેંચતાણમાં તેને પીસાવું પડે છે અને વાતે વાતે સાંભળવું પડે છે. આવા સમયે તેની મનોદશા અકલ્પનીય હોય છે. આવી સ્થિતિમાં પુરુષે કેવી રીતે મમ્મી અને પત્ની વચ્ચે યોગ્ય સંતુલન જાળવી રાખવું જોઈએ. તેણે કેવી ટ્રિક અજમાવવી જોઈએ, જેથી બંને સાથે પ્રેમ બરકરાર રાખી શકે. ચાલો, જાણીએ.

લગ્ન પછી પુરુષે મમ્મી અને પત્ની બંનેની ભાવનાઓને સમજવી જરૂરી છે. લગ્ન પહેલાં મમ્મી દીકરાની નાની-મોટી વસ્તુઓ અને જરૂરિયાતોનું ધ્યાન રાખતી હોય છે. તેથી પુત્રવધૂ આવતાં જ તેને લાગે છે કે હવે તેનો અધિકાર છીનવાઈ ગયો. હવે મારા દીકરાના પ્રેમમાં ભાગીદાર થવા વહુ આવી. આ બાબત તેના માનસમાં સતત ખૂંચે છે. જ્યારે છોકરી પોતાનું ઘર પરિવાર છોડીને સાસરે આવી હોય પોતાની નવી દુનિયા વસાવવા માટે. તેના પણ આશા અરમાન હોય. તેને પિયરની યાદ ન આવે તે માટે તેની લાગણી સમજવી જરૂરી છે. છોકરાએ મમ્મી અને પત્નીની માનસિકતા સમજી બંનેને ક્વોલિટી ટાઈમ આપવાની કોશિશ કરવી જોઈએ. સાસુ-વહુ વચ્ચે વાદ-વિવાદ કે તડફડ થાય ત્યારે તેણે બંને પક્ષને સમજવાની કોશિશ કરવી જોઈએ. મમ્મી કે પત્નીને ખોટું કે ખરાબ ન લાગે તે રીતે વાત સમજી તટસ્થ નિર્ણય લેવો જોઈએ જેથી કોઈને અન્યાય ન થાય.

બીજું, જ્યારે તમે અગત્યનો નિર્ણય લો ત્યારે મમ્મી અને પત્ની બંનેને તેમાં સમાન રીતે સામેલ કરો. મમ્મીને ખાતરી કરાવો કે નાનપણથી આજ સુધી તેમની સલાહ તમારે માટે અહમિયત રાખ છે. તેવી જ રીતે પત્નીના સુઝાવને પણ મહત્ત્વ આપો. આવી રીતે બેલેન્સ જાળવી રાખવાથી બંને વચ્ચેના સંબંધો ગાઠ બનશે અને બંને તમારાથી ખુશ રહેશે.

‘મારા મમ્મી જેવું ભરેલાં રીંગણા-બટાટાનું શાક તારાથી થતું જ નથી. મમ્મીના હાથનું ભરેલું શાક ખાય તો દાઢમાં સ્વાદ રહી જાય અને તેની ભરેલી પેટીસ અને ગુલાબજાંબુનો સ્વાદ તો લાજવાબ!! ખરેખર, મમ્મીની રસોઈ બનાવવાની હાથરોટી કમાલ છે. આવું બોલીને તમે તમારી વાઈફને ઉશ્કેરો નહીં અથવા તો મમ્મી સાથે વાત કરતા અનુષ્કા સારી હોમમેકર છે. તેની સજાવટ, તેની રખાવટ અને તેની કુશળતા તથા ચોક્કસાઈ લાજવાબ છે મમ્મી...’ આવાં વાક્યો સાસુ-વહુ વચ્ચે ઈર્ષા પેદા કરે છે. તેથી બંનેની આગવી વિશિષ્ટતા માટે એકમેકની સામે પ્રશંસા ન કરો. બંનેનું માન જાળવી તમારી વાતમાં સામેલ કરો. બંનેના ગુણની પ્રશંસા જરૂર કરો, પરંતુ પર્સનલ અથવા એકમેકની ગેરહાજરીમાં કરો અને પ્રશંસા જરૂર કરો પણ સરખામણી નહીં. વળી, પત્નીને કહો કે તે તમારી મમ્મી પાસેથી તમારા ટેસ્ટની સ્પેશિયલ વાનગીઓ શીખી લે. આમ કરવાથી પત્નીના આત્મસમ્માનને ઠેસ નહીં પહોંચે અને બંને વચ્ચે પ્રેમ વધશે.

એક વાત યાદ રાખો કે જો તમે તમારી માતાનું માન નહીં જાળવો તો તમારી પત્ની પણ તેની ઉપેક્ષા કરશે. તેને અવગણશે તેથી તમારી ફરજ છે કે મમ્મી સાથે માનથી આદરભાવથી વર્તો અને પત્નીને પણ ઉતારી ન પાડો. અને તમારી બંને વચ્ચેના ઝઘડા બેડરૂમ સુધી સીમિત રાખો.

આખો વખત તમારો ખ્યાલ રાખવાવાળી મમ્મી અને પત્ની બંને માટે પૂરતો સમય કાઢો. પત્ની સાથે રોમાંટિક ડિનર પર જાવ. મમ્મીને પણ ક્યારેક શોપિંગ કરવા લઈ જાવ. અને હા, તમે તમારી પત્નીને ગિફ્ટ આપો તો મમ્મીને પણ તેની બર્થડે પર કે કોઈ કામની કદરરૂપે ગિફ્ટ આપવાની ટેવ પાડો. કેમ કે બંનેના લિસ્ટમાં તમે જ કેન્દ્રસ્થાને છો.

અગત્યની ટિપ્સ...

-  ઘરની બહાર જતી વખતે પત્નીને વહાલ સાથે બાય કરો તો મમ્મીને પણ જયશ્રીકૃષ્ણ કે જયજિનેન્દ્ર કહેવાનું ન ભૂલો.

-  ઓફિસેથી સાંજે ઘરે આવીને સીધા બેડરૂમમાં ન જતાં મમ્મી સાથે પણ રોજિંદી વાતો કરો.

-  તમારી મમ્મી કે પત્ની પ્રાઈવેટ વાત કરે તો કોઈ સાથે શેર ન કરો. તમારા સુધી સીમિત રાખો.

-  સાસુ-વહુના ઝઘડામાં દખલ ન કરો. અને એવું પણ ન દેખાવા દો કે તમને કોઈ ફરક પડતો નથી. તટસ્થ બની નિષ્પક્ષ નિર્ણય લેવાથી બંને વચ્ચે વિશ્ર્વાસની ભૂમિકા રચાશે કે તમે બંનેને ચાહો છો.

- બંનેના એકમેક સામે વખાણ ન કરો. જેથી અહમ્ને ઠેસ પહોંચે.

-  ઘરના સભ્યો સામે પત્નીની મજાક ન કરો કે ઉતારી ન પાડો.

તો પછી કહો હેપી વુમન્સ ડે...  
વધુ જુઓ..

જરૂર વાંચો

આ રીતે મફત રાશન અને મફત વીજળી આપતા રહેશો તો... સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને લગાવી ફટકાર

T 20 વર્લ્ડ કપ 2026 - ‘Super 8’ નુ આખુ ગણિત, જાણો કોણ પહોચશે અને કેવી રીતે નક્કી થશે સેમીફાઈનલની તસ્વીર

ગૌણ સેવા પસંદગી મંડળનો મોટો નિર્ણય: CCE ભરતીમાં 1180 જગ્યાઓનો વધારો, હવે કુલ 6550 પદો ભરાશે

Career in Food Inspector : ફૂડ ઇન્સ્પેક્ટરેટ

ગુજરાત સરકારનું મહત્વનું પગલુ : નવજાત શિશુઓની સુરક્ષા માટે 11 નવી 'નિયોનેટલ એમ્બ્યુલન્સ' કાર્યરત

વધુ જુઓ..

ધર્મ

રાધા ચાલીસા

Guruwar Na Upay: ગુરૂવારે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ 2 વસ્તુ, સુખ સૌભાગ્યમાં થશે વૃદ્ધિ

સાંઈ બાબાના ભક્ત છો તો જાણો ગુરૂવારે જ શા માટે કરાય છે સાંઈ બાબાની પૂજા

Ramzan 2026- રમઝાન શરૂ, જાણો આ પવિત્ર મહિના દરમિયાન શું કરવું અને શું ન કરવું

Ramzan special - જાણો રોજામાં શુ ખાશો શુ નહી

Show comments