Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાઈબ્રન્ટ ગુજરાતનો અસલી ચિતાર: 32,772માંથી 12,000 શાળામાં એક-બે શિક્ષકો

Webdunia
સોમવાર, 7 જાન્યુઆરી 2019 (13:33 IST)
રાજયના શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં જણાયું છે કે 32,772 સરકારી શાળાઓમાંથી 12000માં માત્ર એક અથવા બે શિક્ષકો છે. 15,171 શાળાઓમાં 100 કરતાં પણ ઓછા વિદ્યાર્થીઓ છે. આથી સરકાર નબળી શાળાઓને તાળા મારી રાજસ્થાનની જેમ સારી શાળાઓનું માળખુ સુદ્દઢ કરશે.સતાવાર રેકોર્ડ પ્રમાણે 8673 (કુલ શાળાઓના 26%) શાળાઓમાં 51થી ઓછા વિદ્યાર્થીઓ હતા, જયારે 6498 (20%) શાળાઓમાં 100થી ઓછા વિદ્યાર્થીઓ હતા, સમગ્રતયા, 15171 (43%) સરકારી શાળાઓમાં 100થી ર્ઓછા વિદ્યાર્થીઓ હતા. મોટાભાગની શાળાઓમાં 10માં ધોરણ સુધી વર્ગો છે અને એ તમામ એ જ શિક્ષકો દ્વારા ચલાવવામાં આવે છે. ગામડાની શાળાઓમાં જવાની શિક્ષકોની અનિચ્છા સરકારને નવેસરથી વિચારવા પ્રેરી રહી છે. 
 
100થી ઓછા વિદ્યાર્થીઓ હોય તેવી શાળાઓ ક્રમશ: બંધ કરાશે, અને એ શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને ફ્રી ટ્રાન્સપોર્ટ પુરું પાડી નજીકની મોટી શાળાઓમાં ફેરવવામાં આવશે.રાજયના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે શિક્ષણની ગુણવતા સુધારવા અને વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સંખ્યા ઓછી હોય તેવી શાળાઓનો વિલય કરવાનો નિર્ણય લીધો છે. શરુઆતમાં અમે ઉચ્ચ ધોરણોમાં ભણતા વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટ સુવિધા આપી વર્ગો બંધ કરીશું. યોગ્ય ચકાસણી બાદ અન્ય વર્ગો બંધ કરવામાં આવશે.ચુડાસમાના જણાવ્યા મુજબ સવાલ પૈસા બચાવવાનો નથી. શિક્ષકો, સારું ઈન્ફ્રાસ્ટ્રકચર પાડી શિક્ષણની ગુણવતા સુધારવાનું અમારું ધ્યેય છે. શિક્ષણનું સ્તર સુધારવા અને સાધનોના મહતમ ઉપયોગ માટે શાળાઓનું મર્થર સારો વિકલ્પ છે.ગુજરાતમાં શિક્ષણનું બજેટ રૂા.27,000 કરોડ છે. 
 
એમાંથી મોટાભાગના પૈસા અપુરતા શિક્ષકો અથવા વિદ્યાર્થીઓ વાળી શાળાઓ ચલાવવા ખર્ચવામાં આવે છે.શૈશવ ચાઈલ્ડ હાઈટસ નામના એનજીઓના સહસ્થાપક પારુલ શેઠના જણાવ્યા મુજબ શાળાઓના વિલયતી છોકરીઓ માટે વધુ સમસ્યાઓ સર્જાશે. મધ્યાહન ભોજન અને મફત શિક્ષણના કારણે મા-બાપ તે છોકરીઓને શાળાએ મોકલતા હોય છે. શાળા દૂર ખસેડાતી હોય તેમવધુ છોકરીઓ અભ્યાસ પડતો મુકશે. તેમના મતાનુસાર સરકારી શાળાઓ બંધ કરવામાં આવતા ખાનગી શાળાઓ વધુ ખુલશે. બે દસકા પહેલા 125 સરકાર અને 70 ખાનગી શાળાઓ હતી. આજે 55 સરકારી અને 30થી વધુ ખાનગી શાળાઓ છે. આવું થવાથી ગરીબ પરિવારો અળગા થઈ જશે.
રાજય શિક્ષણ વિભાગના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે કચ્છ અને સૌરાષ્ટ્ર તથા આદિવાસી પટ્ટામાં દૂરસુદુર સ્થળોએ આવેલી શાળાઓમાં કોઈ જવા તૈયાર નથી. એથી ખર્ચ નાના ગામોના વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટ સુવિધા આપી નજીકની સારી શાળાઓમાં લઈ જઈશું. નીતિ આયોગના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઈન્ડેકસમાં ગુજરાત હાલ 10માં સ્થાને છે.રાજસ્થાને પણ આવું કર્યુ છે, ગુજરાત સરકાર પણ સારી શાળાઓને મજબૂત કરવા વિચારી રહી છે.અગરિયા હિતરક્ષક સમીતીના સભ્ય પંકિત જોગએ જણાવ્યું હતું કે કચ્છના નાના રણ જોવા દૂરના વિસ્તારોમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓએ વોર્ડનની પરીક્ષા માટે અંગ્રેજી ટયુશન શિક્ષકને રોકવા પડયા હતા. 
 
સરકારે શાળાઓનું મર્જર કરી સ્થાનિક સમુદાય તરફથી જવાબદારીથી હાથ ખંખેરી નાખવા જોઈએ નહીં.આઈઆઈએમ એ ખાતેના રવી જે. મથાઈ સેન્ટર ફોર એજયુકેશનલ ઈનોવેશનના કોઓર્ડીનેટર ડો. ભાવેશ પંડયા કહે છે કે શિક્ષકોનીઅછત જોતાં શાળાઓનું જોડાણ કરી શિક્ષણની ગુણવતા સુધારવાનો સરકારનો નિર્ણય આવકાર્ય છે. ગુજરાતમાં 90 લાખ વિદ્યાર્થીઓ માટે 2.78 લાખ શિક્ષકો છે. સરકારે નિર્ણય લેતા પહેલા સ્થાનિક સમુદાય સમક્ષ જવું જોઈએ.
 

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments