Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજથી PM મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે, દુનિયાના સૌથી ઝડપી સ્ટોક એક્સચેંજનું કરશે ઉદ્દઘાટન

Webdunia
સોમવાર, 9 જાન્યુઆરી 2017 (10:53 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના બે દિવસીય પ્રવાસ પર આવશે અને આ દરમિયાન તેઓ આઠમા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અને આની સાથે જોડાયેલ પ્રથમ આંતરરાષ્ટીય નોબલ વિજેતા સંગોષ્ઠી સહ કાર્યશાળા અનેક કાર્યક્રમો ઉપરાંત ગાંધીનગર રેલવે સ્ટેશાન ભવનનુ ભૂમિપૂજન કરશે અને દેશ વિદેશના 50થી વધુ અગ્રણી કંપનીઓના ટોચના અધિકારીઓ સાથે ગ્લોબલ સીઈઓ સમિટમાં પણ ભાગ લેશે. 
 
આવો છે મોદીનો 2 દિવસનો શેડ્યૂલ 
 
સોમવારનો શેડ્યૂલ 
 
રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંહે જણાવ્યુ કે મોદી પોતાના પ્રવાસના પ્રથમ દિવસે સોમવારે સૌ પહેલા ગાંધીનગરમાં નવા અને ભવ્ય રૂપમાં પુનર્નિમિત થઈ રહેલ આધુનિક રેલવે સ્ટેશનનું ભૂમિપૂજનમાં ભાગ લેશે.
 
- તે ત્યા હેલીપેડ પ્રદર્શની મેદાનમાં ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્દઘાટન કરશે જેમા 14 જુદા જુદા થીમ પર 1500 સ્ટૉલ સ્થાપિત કરવામાં આવ્યા છે.  પછી ત્યા ભારતીય વાયુ સેનાની તરફથી આયોજીત સૂર્ય કિરણ એયર શો નુ પણ અવલોકન કરશે અને ત્યારબાદ ગુજરાત ઈંટરનેશનલ ફાઈનેંસ ટેક સિટી મતલભ ગિફ્ટ સિટીમાં બીએસઈના પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્ટૉક એક્સચેંજનુ પણ ઉદ્દઘાટન કરશે જે દુનિયાનુ સૌથી ઝડપી એક્સચેંજ હશે.  
 
- સાંજે તેઓ અમદાવાદ સાયન્સ સિટીમાં નોબલ પુરસ્કાર વિજેતાઓની સવા મહિનાથી ચાલતી સંગોષ્ઠી સહ પ્રદર્શનીનું ઉદ્દ્ઘાટન કરશે. 
 
- વાયબ્રેન્ટ ગુજરાત સમિટના ભાગ રૂપે આયોજીત આ સંગોષ્ઠી સહ પ્રદર્શનીમાં કુલ નવ પૂર્વ નોબલ વિજેતા ભાગ લેશે. 
 
 
મંગળવારનો શેડ્યૂલ 
 
- 10 જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી વાઈબ્રેન્ટ ગુજરાત 2017ના ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વિધિપૂર્વક ઉદ્દઘાટન કરશે. 
- સાંજે તેઓ ગ્લોબલ સીઈઓ સમિટમાં બહગ લેશે અને પછી નવી દિલ્હી પરત ફરશે. 
 
- 13 જાન્યુઆરી સુધી આયોજીત દ્વિપક્ષીય ગ્લોબલ ગુજરાત સમિટ માટે રૂસ, જાપાન, ઓસ્ટ્રેલિયા ફ્રાંસ, સિંગાપુર, યૂકે. સંયુક્ત અરબ અમીરાત, ડેનમાર્ક, કનાડા સહિત 12 ભાગીદાર દેશ અને આઠ ભાગીદાર સંગઠન છે. આ દરમિયાન અનેક સેમિના અને અન્ય આયોજન પણ કરવામાં આવશે. આ દરમિયાન ખરબો રૂપિયાનુ રોકાણ સમજૂતી થવાની પણ આશા છે. સંપૂર્ણ આયોજન અમટે સુરક્ષાનો પુખ્તા બંધોબસ્ત કરવામાં આવ્યો છે.  વિપક્ષી દળ કોંગ્રેસે આને એક બેકારની અને ખર્ચીલી વ્યવસ્થા ગણાવી છે. જ્યારે કે કેટલક સંગઠનોએ તેને બેરોજગારી દૂર કરવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ બતાવતા તેનો વિરોધ કરવાની પણ ચેતાવણી આપી છે. 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments