Webdunia - Bharat's app for daily news and videos

Install App

2 ઈંચનું અનોખું CPU બનાવનાર યુવાને સરકાર સાથે કર્યાં 13 કરોડના MoU

Webdunia
ગુરુવાર, 12 જાન્યુઆરી 2017 (16:06 IST)
વાઈબ્રન્ટ ગુજરાતમાં યુવાનોની એક ટીમે સરકાર સથે 13 કરોડના MoU કર્યા છે. આ યુવાનોની ટીમે બે ઈંચનું અનોખું CPU બનાવ્યું છે. સ્ટાર્ટઅપ ઈન્ડિયા અને મેક ઈન ઈન્ડિયાના સ્વપ્નને સાકાર કરતી ટીમનો લીડર ગાંધીનગરનો પ્રતિક પરમાર છે. આ સીપીયુનું અત્યારે ગાંધીનગર-અમદાવાદ હાઈવે પર આવેલી કમ્પ્યુટર ના હોય એવી ગર્વમેન્ટ સ્કુલમાં ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. એ માટે 60 કમ્પ્યુટર આપવામાં આવ્યા છે. આની કિંમત રૂ. 400થી લઈને રૂ.15,000 હજાર સુધીની છે. crear electronicsના સ્થાપક પ્રતિક પરમારે વેબદુનિયા સાથેની વાતચીત જણાવ્યું હતું કે, જ્યારે હું અમેરિકાના સિલિકોન વેલી ફરવા માટે ગયો હતો ત્યારે મને એક આઈડિયા આવ્યો હતો તે દરમિયાન મેં વિચાર્યું હતું કે અત્યારે જે કમ્પ્યુટર આવે છે તેની સાઈઝ બહુ મોટી છે જેના કારણે જગ્યા બહુ રોકે છે. ત્યારે મેં વિચાર્યું કે મારે પોકેટ સીપીયુ બનાવવું છે જેના કારણે જગ્યા રોકે નહીં. જે આજે અમે પાંચ મિત્રોએ સાથે મળીને ચાર અલગ-અલગ પ્રકારના પોકેટ સીપીયુ બનાવ્યા. જેની કિંમત 4000થી લઈને 15000 હજાર સુધીની છે. પાંચ મિત્રો સાથે મળીને આ સીપીયુનું અમદાવાદમાં મેનિફેક્ચરિંગ શરૂ કરીશું. જે આગામી માર્ચ મહિનાથી શરૂ કરવામાં આવશે. જેના માટે અમે વાઈબ્રન્ટમાં ગુજરાત સરકાર સાથે 13 કરોડના એમઓયુ કર્યાં હતાં. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમે 11 લેયર સુધી પીસી બનાવવાના છીએ. સાથે સાથે બધી પ્રોડક્ટ ઈન હાઉસ જ ખરીદી કરવાના છીએ. અમારી કંપનીમાં 150 લોકોને રોજગારી આપવામાં આવશે જે તમામ ગુજરાતી જ હશે. અત્યારે કમ્પ્યુટર બની ગયા છે જેનું હાલ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. પ્રતિકે વધુમાં જણાવ્યું હતું કે, અમને આઈડિયા આવ્યો એટલે અમે ‘મેક ઈન ઈન્ડિયા’માં આ પ્રોજેક્ટ મોકલ્યો હતો. જેમાં અમારો બીજો નંબર આવ્યો હતો. જેના માટે અમને બુધવારે વાઈબ્રન્ટ ગુજરાતમાં વિનર પ્રાઈઝ આપવામાં આવી હતી. ત્યાર બાદ અમે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પણ મુલાકાત કરી હતી. 

શું છે  કમ્પ્યુટરમાં?
 
- 1.8 GHz A83 Octacore Processor
- 128/64/32/16 GB Flash Storage
- 2 GB / 1GB DDR3
- 1x1 GBps Ethernet
- 2.4G, 80211 G/N
- 3.5mm Audio Out
- 72mm x 52mm x 20mm
- 42 g wait

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments