Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાયબ્રન્ટ ગુજરાત-૨૦૧૫ અંતર્ગત સુરત ખાતે આંતરરાષ્ટ્રીય જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝીબીશન ‘સ્પાર્કલ’નું ઉદઘાટન

Webdunia
મંગળવાર, 6 જાન્યુઆરી 2015 (10:48 IST)
મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે સુરત ખાતે વાયબ્રન્ટ ગુજરાત-૨૦૧૫ અંતર્ગત આયોજિત આંતરરાષ્ટ્રીય જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝીબીશન ‘સ્પાર્કલ’નું ઉદઘાટન કર્યું હતું. આ એક્ઝીબીશનનું આયોજન ૫૦,૦૦૦ ચો.ફૂટ વિસ્તારમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપક્રમે કરવામાં આવ્યું છે, જેમાં ભારતભરના રાજ્યોના ૧૫૦ જેટલા સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા છે. ૬ જાન્યુઆરી સુધી ખુલ્લુ રહેનાર આ પ્રદર્શન દરમ્યાન જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગને રૂ. ૨૫૦ કરોડ તેમજ પ્રદર્શન બાદ તેની ફળશ્રુતિરૂપે રૂ. ૧૦૦૦ કરોડ જેટલો વેપાર થવાની સંભાવના છે.
 
• સુરત ખાતે આકાર લઈ રહેલ ડાયમંડ બુર્સ દેશનું સૌથી મોટું વિશ્વકક્ષાનું ડાયમંડ માર્કેટ બનશે
• સુરત મહાનગરપાલિકાની જીઓગ્રાફિકલ ઈન્ફોર્મેશન સીસ્ટમનું લોકાર્પણ
• પ્રદર્શન દરમ્યાન જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને રૂ. ૨૫૦ કરોડનો વેપાર થવાની અપેક્ષા
 
મુખ્યમંત્રીશ્રી:
• હીરાઉદ્યોગના વેપારીઓ અને કસબીઓ નેટવર્કીંગની કલામાં માહેર
• ડાયમંડ ક્ષેત્રમાં દુનિયાભરમાં એકમાત્ર સુરતનો ડંકો વાગે તેના માટે બ્રાન્ડીંગની જરૂર
• ડાયમન્ડ ઈન્ડસ્ટ્રી ‘મેક ઈન ઈન્ડીયા’ અભિયાનનું આદર્શ ઉદાહરણ
• ડાયમંડ ઉદ્યોગ માટે અચ્છે દિનની શરૂઆત થઈ ગઈ છે
 
સુરત મહાનગરપાલિકાએ પોતાનો વહીવટ વધુ કાર્યક્ષમ બનવવા અને નાગરિકોને ઈન્ટરનેટના માધ્યમથી વિવિધ જનસેવાઓ ઝડપી અને પારદર્શી રીતે પ્રદાન કરવા માટે જીઓગ્રાફિકલ ઈન્ફોર્મેશન સીસ્ટમ બનાવી છે, તેનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે કર્યું હતું. સુરતવાસીઓ www.suratmunicipal.gov.in પરથી આ સેવાઓ મેળવી શકશે.
 
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે સુરત ખાતે આકાર લઈ રહેલ ડાયમંડ બુર્સ દેશનું સૌથી મોટું વિશ્વકક્ષાનું ડાયમંડ માર્કેટ બનશે. આ ઉપરાંત સુરતમાં ડાયમંડ માટેના ખાસ SEZનું આયોજન પણ વિચારણા હેઠળ છે તેની જાણકારી મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
 
મુખ્યમંત્રીશ્રીએ હર્ષ વ્યક્ત કર્યો હતો કે રાજ્ય સરકારે ૧ લી જાન્યુઆરીના રોજ જાહેર કરેલી ઔદ્યોગિક નીતિ અંતર્ગત ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટ્યુટ સાથે જોડાણ કરીને અમદાવાદ, રાજકોટ, સુરત અને ભાવનગરમાં તાલીમ કેન્દ્રોની સ્થાપના કરવામા આવશે, જેના લીધે લઘુ અને મધ્યમ કદના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગોને પ્રશિક્ષિત માનવબળ અને રાજ્યના યુવાનોને રોજગારીની વિપુલ તકો મળી રહેશે.
 
મુખ્યમંત્રીશ્રીએ સુરતના હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ અને કસબીઓની વિશ્વભરના વાણિજ્યજગત સાથે નેટવર્કીંગ કરવાની ક્ષમતાને બિરદાવી હતી. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ધોરણે જ્યારે ડાયમંડ અંગે ચર્ચા થાય ત્યારે તેમાં સૂરતનો ઉલ્લેખ અચૂક થાય છે અને સુરત વિશ્વના સૌથી મોટા ડાયમંડ પ્રોસેસીંગ ક્લસ્ટર તરીકે ઉભરી આવ્યું છે.
 
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે કોઈપણ ક્ષેત્રના વિકાસ માટે ક્લસ્ટર આધારિત અભિગમ અને બ્રાન્ડીંગ – એ બે બાબતો ખૂબ મહત્વની છે. સુરતે ક્લસ્ટર આધારિત અભિગમમાં તો ખૂબ મોટી સફળતા મેળવી છે, હવે ડાયમંડ ક્ષેત્રમાં દુનિયાભરમાં એકમાત્ર સુરતનો ડંકો વાગે તેના માટે બ્રાન્ડીંગની જરૂર છે, જેના માટે ગુજરાત સરકાર કાર્યરત છે. હીરાઉદ્યોગના કસબીઓ આધુનિક જમાનામાં પોતાની કારીગરીની ‘યુનિકનેસ’ જાળવી રાખે અને સાથે-સાથે ટેક્નોલોજીના ઉપયોગથી વેલ્યુ એડીશન કરીને કલામાં ‘ફાઈનનેસ’ લાવે તેવું સૂચન મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું.
 
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ડાયમન્ડ ઈન્ડસ્ટ્રી એ ‘મેક ઈન ઈન્ડીયા’ અભિયાનનું આદર્શ ઉદાહરણ છે, અને આ ક્ષેત્રને વધુને વધુ બળવત્તર બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પોતે પણ વિચારશીલ અને કાર્યરત છે. વળી, કાચા હીરાના સીધા વ્યાપાર માટે તાજેતરમાં જ રશિયાની સૌથી કંપની અલરોસા એ ભારતની ૧૨ કંપનીઓ સાથે કરાર કર્યા છે, એટલે હવે ડાયમંડ ઉદ્યોગ માટે અચ્છે દિનની શરૂઆત થઈ ગઈ છે.
 
સુરત શહેરના વિકાસને વેગ મળે તે માટે રાજ્ય સરકારે સુરત માટે ૧ ડ્રાફ્ટ અને ૫ ફાઈનલ એમ ૬ ટીપી મંજુર કરી છે તેની ભૂમિકા પણ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
 
રાજ્ય સરકારના સ્વચ્છતા અભિયાન, ઘર-ઘર શૌચાલય અભિયાન અને કૂપોષણ નાબૂદી અભિયાનમાં સુંદર યોગદાન આપવા બદલ મુખ્યમંત્રીશ્રીએ ઉદ્યોગ અગ્રણીઓનો આભાર માન્યો હતો.
 
આ પ્રસંગે જ્વેલર્સ એશોસિયેશને મુખ્યમંત્રીશ્રીનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતુ.
 
શ્રીલંકા તથા થાઈલેન્ડના કોન્સ્યુલેટ જનરલ, નાણામંત્રી શ્રી સૌરભભાઈ પટેલ, સાંસદશ્રીઓ અને વેપારીભાઈઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments