rashifal-2026

Vastu Tips Gujarati - ઘરમાં આ 5 સ્થાન પર બેસીને જમશો તો લક્ષ્મી થશે નારાજ

Webdunia
ગુરુવાર, 26 જૂન 2025 (00:08 IST)
આજકાલની લાઈફ સ્ટાઈલન એ કારણે આપણે ગમે ત્યાં કંઈપણ ખાવાનું શરૂ કરી દીધું છે, જેનાથી આપણને  સરળતા રહે છે અને આપણે એક જગ્યાએ બેસીને વારંવાર ખાવાની જરૂર ન પડે. વ્યવહારિક રીતે, તે આપણને ભલે યોગ્ય લાગે  પરંતુ વાસ્તુ શાસ્ત્ર મુજબ આ એકદમ ખોટી રીત છે. એવું માનવામાં આવે છે કે જો આપણે વાસ્તુ શાસ્ત્રના કેટલાક નિયમોને ધ્યાનમાં રાખીને કામ કરીએ, તો આપણે જીવનને થોડું સરળ બનાવી શકીએ છીએ. તેમાં ઘણી બધી એવી બાબતો છે, જેને અનુસરીને લક્ષ્મી તમારા ઘરમાં પણ  વાસ કરી શકે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે વાસ્તુ શાસ્ત્ર અનુસાર કઈ જગ્યાએ ભોજન ન કરવુ જોઈએ.  
 
આ સ્થાન પર બેસીને ન કરશો ભોજન   
 
ઘણી વાર એવું જોવા મળે છે કે લોકો પોતાના પલંગ પર બેસીને ખાય છે, જે વાસ્તુ શાસ્ત્ર અનુસાર યોગ્ય નથી. આ તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે. સાથે જ આનાથી તમારી આર્થિક સ્થિતિ પણ ખરાબ થશે અને પૈસાનું નુકસાન થશે. આ ઉપરાંત, તમે હંમેશા માનસિક તણાવમાં ઘેરાયેલા રહેશો. આનાથી બચવા માટે, હવે પછીથી પલંગ પર ખાવાનું બંધ કરો. 
 
જો તમે જમવા બેસી રહ્યા છો, તો ધ્યાનમાં રાખો કે તમે એવી કોઈ જગ્યાએ ન બેસો જ્યાં ગંદકી હોય, આ તમને નકારાત્મક ઉર્જાથી ભરી દેશે. આ સાથે, આર્થિક સ્થિતિ પણ બગડશે. આનાથી બચવા માટે, સ્વચ્છ જગ્યાએ બેસીને જ જમો   
 
જો તમારા રસોડાની નજીક પૂજા રૂમ છે, તો જમતી વખતે પૂજા રૂમની નજીક ન બેસો. કારણ   પૂજા  રૂમ પવિત્ર ગણાય છે અને તમે ત્યાં ભોજન કરીને તે સ્થાનને અશુદ્ધ બનાવી રહ્યા છો. આનાથી ઘરના દેવતાઓ નારાજ થશે અને ઘરમાંથી બરકત  દૂર થઈ શકે છે.image 6
 
ઘણી વખત એવું જોવા મળ્યું છે કે લોકો રસોડામાં જ જમવા બેસી જાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ક્યારેય ચૂલા પાસે ખાવું ન જોઈએ, તે ઘરની શાંતિનો નાશ કરે છે અને કલેશ  લાવે છે.  
 
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ક્યારેય દરવાજા કે ઉબારા પાસે બેસીને ખાવું ન જોઈએ. આનાથી ઘરમાં અશુભતા આવે છે અને નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. આમ કરવાથી દેવી લક્ષ્મી પણ નારાજ થાય છે. તેથી, દરવાજા પાસે ખાવું નહીં.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Weather updates- 2 થી 5 જાન્યુઆરી દરમિયાન આ રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, વરસાદની ચેતવણી, ઠંડીની લહેર આવવાની શક્યતા

'ઈન્દોરમાં પાણી નથી, ઝેર વહેંચાઈ રહ્યું છે અને વહીવટીતંત્ર ગાઢ નિંદ્રામાં છે,' રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું.

રમ્યા વગર જ ટીમ ઈંડિયામાંથી બહાર થઈ જશે આ ખેલાડી, ન્યુઝીલેન્ડ શ્રેણીમા પત્તુ કપાશે ?

નવા વર્ષના પહેલા જ દિવસે જર્મનીમાં ઉચ્ચ અભ્યાસ માટે ગયેલા રિતિક રેડ્ડીનુ દર્દનાક મોત, આગ લાગવાથી બિલ્ડિંગ પરથી લગાવી હતી છલાંગ

New Year Liquor Sales Record: નવા વર્ષના દિવસે દારૂડિયાઓએ રેકોર્ડ તોડી નાખ્યા, એક જ રાતમાં ૧૬ કરોડ રૂપિયાનો દારૂ પીધો.

આગળનો લેખ
Show comments