rashifal-2026

પંચભુતોનું ઘરમાં સ્થાન

Webdunia
1. જળ : જળનું સ્થાન ઉત્તર-પુર્વ દિશામાં બતાવવામાં આવ્યું છે. જળનું સંગ્રહસ્થાન, કુવો, ટાંકી વગેરે પુર્વ ઉત્તર દિશામાં હોવા જોઈએ જેથી કરીને સુર્યના સવારના કિરણો તેની પર પડે અને કિટાણું નષ્ટ થઈ જાય. આ સિવાય આ તરફ જળનું સંગ્રહસ્થાન હોવાથી ઘરના સ્વામીને ખુશી અને સમૃદ્ધિ મળે છે.

2. અગ્નિ: અગ્નિનું સ્થાન દક્ષિણ પુર્વમાં છે. એટલા માટે રસોડુ આ તરફ હોવું જોઈએ. અગ્નિને પ્રજ્વલિત કરતી વખતે મનુષ્યનું મોઢુ પુર્વ દિશા તરફ રહેવું જોઈએ. તેનાથી ઘરમાં ખુશી અને સમૃદ્ધિ રહે છે અને મનુષ્યનું મન શાંત રહે છે.

3. ભુમિ : મકાનના દક્ષિણ પશ્ચિમ ભાગને સખત માનવામાં આવ્યો છે એટલા માટે આ દિશાને ભુમિની સંજ્ઞા આપવામાં આવી છે. કહેવાય છે કે આ દિશા જેટલી ઉંચી હશે ગૃહસ્વામીનું તેટલુ જ માન સન્માન રહેશે અને તે સમાજમાં ઉંચો દરજ્જો મેળવશે.

4. વાયુ : વાયુનું સ્થાન ઉત્તર-પશ્ચિમમાં માનવામાં આવે છે. એટલા માટે ઘરના બારી બારણાં વગેરે આ દિશામાં બનાવવાની સલાહ આપવામાં આવે છે. જેથી કરીને ઘરમાં પર્યાપ્ત વાયુ પ્રવેશ કરે અને ઘરમાં રહેનાર લોકોને પુર્ણ રૂપે વાયુ મળે. જો આ દિશામાંથી વાયુનો પ્રવાહ કોઈ પણ અવરોધ વિના મળે તો આ મકાનના સ્વામીને હંમેશા ખુશી મળશે અને વ્યાપારમાં પ્રગતિ અને સારા મિત્રો મળશે જે તેના સુખ દુ:ખના સાથી હશે.

5. આકાશ : આકાશની જગ્યા મકાનના વચ્ચેના સ્થાનને આપવામાં આવે છે. મકાનનું નિર્માણ કરતી વખતે વચ્ચેવાળી જગ્યાને ખાલી છોડી દેવી જોઈએ. આને બહા સ્થાન પણ કહેવામાં આવે છે. આ સ્થાન આકાશથી સીધુ દેખાઈ દેવું જોઈએ. આની વચ્ચે બીમ અને અવરોધ પેદા કરે તેવું કઈ પણ ન હોવું જોઈએ. નાના મકાનવાળા આ રીતની જગ્યા છોડી નથી શકતાં પરંતુ તેમણે પણ પ્રયત્ન કરવો જોઈએ કે મકાનની વચ્ચેની જગ્યા ખાલી છોડી શકે.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

જૈશ-એ-મોહમ્મદના સંપર્કમાં રહેતો યુપીના રામપુરનો ફૈઝાન શેખ, ટાર્ગેટ કિલિંગનું કરી રહ્યો હતો પ્લાનિંગ, ગુજરાત ATSએ કેવી રીતે પકડ્યો?

Budget 2026 શુ સસ્તુ થશે સોનુ ? SGB નુ કમબેક, ડિઝિટલ ગોલ્ડ અને GST મા રાહતની ડિમાંડ વધી

પ્રેમિકાના પરિવાર પર હુમલો, ભાઈની હત્યા

ગર્લફ્રેન્ડ ઘરે એકલતા અનુભવી રહી હતી, તક શોધીને તેણે તેના પ્રેમીને ફોન કર્યો, બંને અંદર આનંદ માણી રહ્યા હતા, પછી અચાનક

પર્વત પર મેગી વેચીને કેટલુ કમાવી લો છો ? યુવકે 1 દિવસની કમાણીનો બતાવો ગલ્લો, વીડિઓ જોઈને 9 થી 5 જોબ વાળા ડિપ્રેશનમાં

આગળનો લેખ
Show comments