rashifal-2026

ઘરમાં લગાવવા જઈ રહ્યા છો તુલસીનો છોડ તો યાદ રાખો આ નિયમ

Webdunia
બુધવાર, 4 જૂન 2025 (15:32 IST)
તુલસીના છોડને ઘરમાં લગાવવાના કેટલાક વાસ્તુ નિયમ છે. જેનુ પાલન કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ધાર્મિક માન્યતાઓ મુજબ તુલસીના છોડને માતા લક્ષ્મીનુ સ્વરૂપ માનવામાં આવેછે. આવો તુલસીના છોડના આ નિયમો વિશે જાણીએ.  
 
નમસ્કાર વેબદુનિયા ગુજરાતીના વાસ્તુ ચેનલમાં આપનુ સ્વાગત છે મિત્રો તુલસી તો આપ સૌના ઘરમાં હશે જ.. પણ શુ આપ જાણો છો આ પવિત્ર છોડને લગાવવાના પણ કેટલાક નિયમો છે આજે જાણીશુ આપણે તુલસીના છોડને ઘરમાં મુકવાના નિયમો વિશે..  
 
 
Vastu Rules For Tulsi Plant: તુલસીના છોડને હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ પણ તેનુ વિશેષ મહત્વ છે. કારણ કે તેને ઘરમાં સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિ લાવનારુ માનવામાં આવે છે. તેને સાક્ષાત લક્ષ્મીનુ સ્વરૂપ માનવામાં આવે છે.  તેથી તેની યોગ્ય દિશા અને દેખરેખ ઘરમાં સુખ શાંતિ લાવે છે.  
 
વાસ્તુ નિયમ મુજબ તુલસીનો છોડ હંમેશા સ્વચ્છ રાખો અને તેની પાસે ક્યારેય પણ સાવરણી, ચપ્પલ કે ડસ્ટબિન ન મુકવી જોઈએ. સાથે જ તુલસીનો છોડ યોગ્ય દિશા અને યોગ્ય રીતે લગાવવો જરૂરી છે. જેથી તેનો પુરો લાભ મળી શકે. આવો જાણીએ એ નિયમ જે તુલસીના છોડને ઘરમાં લગાવતી વખતે ધ્યાનમાં રાખવા જોઈએ.  
 
- યોગ્ય દિશાની કરો પસંદગી 
વાસ્તુ શાસ્ત્ર મુજબ તુલસીનો છોડ ઘરની ઉત્તર પૂર્વ દિશામાં લગાવવો સૌથી શુભ માનવામાં આવે છે. આ દિશા સકારાત્મક ઉજાનુ કેન્દ્ર છે અને તેને ઈશાન ખૂણો કહેવામાં આવે છે.  આ દિશામાં તુલસી લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે. જો ઉત્તર પૂર્વ દિશામાં સ્થાન ન હોય તો પૂર્વ દિશા પણ એક સારો વિકલ્પ છે.  
 
- તુલસીના છોડની દેખરેખ  
વાસ્તુ મુજબ તુલસીનો છોડ હંમેશા સ્વચ્છ અને સ્વસ્થ  હોવો જોઈએ. કરમાયેલ કે સુકાયેલો છોડ નેગેટિવીટી ઉર્જાને આકર્ષિત કરે છે. તેથી નિયમિત રૂપથી છોડની દેખરેખ કરો, તુલસીને નિયમિત પાણી આપો અને સુકાયેલા પાન દૂર કરો. તુલસીને કુંડામા વાવો અને તેને જમીનથી થોડી ઊંચી રાખો, જેથી તે સહેલાઈથી સૂર્યની રોશની પ્રાપ્ત કરી શકે.   
 
- તુલસીની પૂજા અને વાસ્તુ નિયમ 
વાસ્તુ શાસ્ત્ર મુજબ તુલસીની પૂજા રોજ કરવી જોઈએ. સવારે સ્નાન પછી તુલસીને જળ અર્પિત કરો અને ઘી નો દિવો પ્રગટાવો. 'ૐ નમો ભગવતે વાસુદેવાય' મંત્રનો જાપ કરતા પરિક્રમા કરો.   
 
એકાદશી તિથિ પર ન કરશો આ કામ 
રવિવારે અને એકાદશી તિથિના રોજ તુલસીના પાન તોડવાથી બચો, કારણ કે આ અશુભ માનવામાં આવે છે. વાસ્તુમાં એ પણ સલાહ આપવામાં આવે છે કે તુલસીના છોડને ઘરના મુખ્ય દહેલીજથી દૂર રાખો જેથી ઉર્જાનો પ્રવાહ અવરોધાય નહી.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

રિવર્સ લેતા BEST બસે યાત્રીઓને કચડ્યા, મચી બૂમાબૂમ, 4 નાં મોત

કારની અંદર સગડી ચાલુ કરીને સૂઈ ગયો ડ્રાઈવર, બીજા દિવસે સવારે મળી લાશ, ઝેરી ધુમાડાથી ગુંગળાઈ જવાથી મોત

નોકરોએ વૃદ્ધ પિતા અને માનસિક અસ્થિર પુત્રીને પાંચ વર્ષ સુધી બનાવી રાખી બંધક, પિતાનું મોત, પુત્રી બની જીવતું હાડપિંજર

ઉદ્યોગ-વેપાર જ નહી ખેતીમાં પણ ગુજરાતે મારી બાજી, ભીંડાની ખેતી અને ઉત્પાદનમાં મેળવ્યો પહેલો નંબર

હિન્દુ પરિવારોને ઘરમાં બંધ કરીને લગાવી દીધી આગ અને પછી... બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો પર આ હુમલો ડરામણો

આગળનો લેખ
Show comments