Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ તમે પણ ગણીને રોટલી બનાવો છો? તો આજથી છોડી દો આ ટેવ ઘરથી સુખ સમૃદ્દિ જશે

Webdunia
બુધવાર, 17 મે 2023 (11:21 IST)
Vastu Tips For Roti: ઘરમાં ઘણી સ્ત્રીઓની ટેવ હોય છે કે તે રોટલી બનાવતા સમયે ગણીને રોટલી બનાવે છે. કારણ કે તે જાણે છે કે ઘરના કોઈ સભ્ય કેટલી રોટલી ખાશે. પણ જ્યોતિષ મુજબ કે વાસ્તુના મુજબ આ યોગ્ય નથી માનવામાં આવે છે. માન્યતા છે કે તેનાથી એક સમય પછી ઘરની બરકત જાય છે. બરકત જવાથી સુખ સમૃદ્ધિ પણ ચાલી જાય છે. 
 
પંચબલિ કર્મ - હિન્દુ ધર્મના મુજબ પ્રથમ રોટલી અગ્નિની બીજી રોટલી ગાયની બને છે. તે પછી જે રોટલી બને છે તેમાંથી કીડી, કૂતરા અને કાગડા માટે પણ જુદી કાઢવામાં આવે છે. છેલ્લી રોટલી કૂતરાની હોય છે. પંચબલિમાં ગાય, કૂતરા, કીડી, કાગડા અને અગ્નિદેવ આવે છે. જ્યારે પણ રોટલી બને છે તો તેના પર પહેલો અધિકાર અગ્નિદેવનો હોય ચે. અગ્નિમા તે રોટલેને સમર્પિત કરવાથી બધા દેવતાઓને ભોગ લાગી જાય છે. તે પછી ગાય વગેરેનો હોય છે. આ પછી, બધા સભ્યો માટે ગણતરી કર્યા વિના રોટલી બનાવવી જોઈએ. 
 
મેહમાનો માટે પણ બનાવો રોટલી- અતિથિ તેને કહે છે જે વગર જાણ આવી જાય. તે કોઈ પણ થઈ શકે છે.  પ્રાણી, પક્ષી કે માનવ. મહેમાનને દેવતા માનવામાં આવે છે. તેથી બધાના ભોજન કર્યા પછી આટલી રોટલી તો હોવી જોઈએ કે કોઈ મેહમાન ખાઈ લે. તેથી એવુ માનવામાં આવે છે કે રાંધતા સમયેબે રોટલી વધારે રાખવી જોઈએ. જેથી કોઈ મેહમાન ભોજન સમયે આવે તો તે ભૂખ્યો ન રહે. તેનાથી મા અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે અને તે ઘરમાં હમેશા સુખ-સમૃદ્ધિ બની રહે છે. 
 
શા માટે બનાવે છે ગણતરીની રોટલીઓ - પહેલાના સમયમા બધા લોકો સંયુક્ત પરિવારમાં રહેતા હતા. ત્યારે બધા લોકો સાથે બેસીને ભોજન કરતા હતા અને ત્યારે મહિલાઓ ક્યારે પણ ગણતરી કરીને રોટલી નથી બનાવતી હતી. રોટલી વધી જતી હતી તો તેને સાંજે ખાઈ લેવાતા હતા કે ઘરમાં મેહમાનોની અવર-જવર રહેતી હતી તો  બધાની પૂરતી થઈ જતી હતી. પણ આજકાલ સિંગલ પરિવાર થઈ ગયા છે. તેથી બધા સભ્યના હિસાબે ગણીને રોટલી બને છે જેથી રોટલે વધે નથી.એ પણ જ્યોતિષ અને વાસ્તુ મુજબ આ યોગ્ય નથી. 
 
ગણીને રોટલી ન બનાવવીઃ વાસ્તુશાસ્ત્ર અનુસાર ગણતરી કરીને રોટલી બનાવવી અશુભ માનવામાં આવે છે. જ્યાં સુખ અને સમૃદ્ધિ આનાથી પ્રભાવિત થાય છે. તે જ સમયે, એવું માનવામાં આવે છે કે ગ્રહો નક્ષત્રો પર પણ અસર થાય છે અને તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. કહેવાય છે કે ઘઉં એ સૂર્યનું અનાજ છે. સૂર્યના કારણે જ વ્યક્તિનું જીવન પ્રભાવિત થાય છે. ગણતરી કરવી એ સૂર્યદેવનું અપમાન માનવામાં આવે છે. એ જ રીતે અન્ય અનાજ, કઠોળ વગેરે પણ એક અથવા બીજા ગ્રહોના કારક છે.
Edited by- Monica sahu

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

2 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિના જાતકોના જીવનમાં આવશે ખુશીનો પ્રસંગ

Monthly Horoscope April 2025: મેષ થી લઈને મીન રાશિ સુધીના લોકો માટે કેવું રહેશે એપ્રિલ 2025 નું માસિક રાશિફળ ?

1 એપ્રિલનું રાશિફળ - આજે આ 4 રાશી પર માતા ચન્દ્રઘટાની રહેશે કૃપા

31 માર્ચનું રાશિફળ - આજે માં દુર્ગાના આશિર્વાદથી આ રાશિના ઘરે આવશે સુખ સમૃદ્ધિ

31 March To 6 April: - આ અઠવાડિયે આ 4 રાશિઓને તેમના જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળી શકે છે, જાણો તમારું ભવિષ્ય

આગળનો લેખ
Show comments