Festival Posters

વૃક્ષારોપણથી કરો પુણ્યની શરૂઆત

Webdunia
N.D
એક બાજુ આપણા જંગલો દિવસે દિવસે ઉજડી રહ્યાં છે અને સીમેંટ-ક્રોકીટના જંગલનો વિસ્તાર સતત વધી રહ્યો છે. આવા સમયમાં જો કોઈ પણ માણસ વૃક્ષનું રોપણ કરે તો તેને પુણ્યની પ્રાપ્તિ થાય છે. સાથે સાથે બગડી રહેલાં પર્યાવરણમાં પણ સુધારો થશે.

તમિલની રામાયણમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ પોતાના સંપુર્ણ જીવનકાળ દરમિયાન દસ વૃક્ષ રોપે છે તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. પીપળાના વૃક્ષનું રોપણ કરીને જો શનિવારના દિવસે સવારે જળ ચઢાવીને એક મુઠ્ઠી સાકરિયાના દાણા લઈને તેને પીપળાના વૃક્ષના મૂળમાં ચઢાવીને ધૂપ-દિવો સતત 3 મહિના સુધી કરવાથી તેના બધા જ કષ્ટોનું નિવારણ થશે.

આસોપાલવના છોડને રોપીને તેને દરરોજ તાંબાના લોટા વડે પાણી ચઢાવવાથી માનસિક શાંતિ મળે છે. વનવાસના સમયે સીતા માતા પંચવટીમાં નિયમિત રીતે આસોપાલવના ઝાડને પાણી ચઢાવતાં હતાં અને તેની સાથે વાતચીત પણ કરતાં હતાં.

આમળાના છોડને રોપીને તેને મોટો કરીને તેમાં દૂધ મિશ્રિત જળને દરરોજ ચઢાવવાથી આવનારી મુશ્કેલીઓ અને આપત્તિઓથી છુટકારો મળે છે. પારસ પીપળાના ઝાડને ચાર મહિના સુધી પાણી ચઢાવવાથી ઈચ્છીત ફળ મળે છે. આ રીતે બિલીપત્રના ઝાડને અમાવસના દિવસે સવારે જળ ચઢાવવાથી અને તેના મૂળમાં 50 ગ્રામ શુદ્ધ ગોળનો ભુકો મુકવાથી કેટલાયે રોગોમાંથી મુક્તિ મળી જાય છે.

સફેદ આકડાના છોડને દર બુધવારે સવારે 'ૐ ગં ગણપત્યૈ નમ:' મંત્રનો 11 વખત જાપ કરીને જળ ચઢાવવામાં આવે તો ગણપતિ ગજાનંદ ખુબ જ પ્રસન્ન થઈને તેમની દરેક ઈચ્છાની પુર્તિ કરે છે. આવું આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે.

ઉપરોક્ત કાર્યને કોઈ પણ સ્ત્રી-પુરૂષ, બાળક, યુવતી અને યુવક દરેક વ્યક્તિ સવારે સ્નાન કર્યા બાદ કરી શકે છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

17 ડિસેમ્બર સુધી ભારે વરસાદ અને વીજળીની ચેતવણી, શીત લહેર વધવાની શક્યતા; IMDએ આ રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું

નિતિન નબીન ની તાજપોશી... મોદીનો માસ્ટર સ્ટ્રોક, બીજેપી કાર્યકર્તાઓને પણ ચોકાવ્યા, કોંગ્રેસ પર બનાવ્યો દબાવ.. જાણો કેવી રીતે ?

Year Ender 2025- આ વર્ષે વિશ્વભરમાં બનેલી 10 સૌથી મોટી ઘટનાઓ, જે ભારતીયોને ઊંડી પીડા આપી, બીજી સૌથી મોટી ઘટના છે

મરી જા... છોકરીને તેની માતાના શબ્દોથી એટલી દુઃખ થયું કે તેણે 11મા માળે ચડી ગઈ. આગળ શું થયું

MGNREGA પણ એક મોટો નિર્ણય! ગ્રામીણ રોજગાર પર એક નવો કાયદો બનવાની તૈયારીમાં છે

Show comments