Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુદોષ મુક્તિના કેટલાક સરળ ઉપાય

નકારાત્મક ઉર્જાને દૂર કરો

Webdunia
N.D
તમને જાણ હોવી જોઈએ કે મકાનના પ્રવેશ દ્વાર સામે કોઈ રોડ, ગલી કે ટી જંક્શન હોય તો આ ગંભીર વાસ્તુદોષ ઉત્પન્ન કરે છે, ખાસ કરીને એ મકાનોમાં જે દક્ષિણ અને પશ્ચિમ મુખી હોય છે. એવુ માનવામાં આવે છે કે આવા મકાનમાં રહેનારા લોકોને પ્રત્યેક કામમાં અસફળતા સાંપડે છે.

વાસ્તુદોષથી મુક્તિ માટે આ ઉપાય કરો : -

- તમે તમારા મકાનની બહાર એ નકારાત્મક ટી ની તરફ મોઢુ કરીને 6 ઈંચનો અષ્ટકોણ આકારનો એક અરીસો લટકાવી દો. આવુ કરવાથી દક્ષિણ અને પશ્ચિમ દિશાઓની ટીનો સંપૂર્ણ વાસ્તુદોષ ઠીક થઈ જશે.

- તમરા મકાનમાં રૂમની બારી, દરવાજો કે બાલકની એવી દિશામાં ખુલતી હોય જ્યા કોઈ ખંડેર જેવુ મકાન આવેલુ હોય, અથવા કોઈ ઉજ્જડ જમીન કે પ્લોટ પડેલો હોય કે પછી વરસોથી બંધ પડેલુ મકાન હોય, સ્મશાન કે કબ્રસ્તાન આવેલુ હોય તો આ અત્યંત અશુભ છે. આવા મકાનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ લાવવા માટે એક કાચની પ્લેટમાં થોડા ફટકડીના નાના-નાના ટુકડા બારી, દરવાજા કે બાલકનીની પાસે મુકી દો તેમજ તેને દર મહિને નિયમથી બદલતા રહો તો વાસ્તુદોષથી મુક્તિ મળે છે.

- જો મકાનના કોઈ રૂમમાં સૂવવાથી જુદા જુદા ભયાનક સપના આવતા હોય અને જેના કારણે તમને આખી રાત ઉંધ ન આવતી હોય, ખરાબ સપના જોયા પછી નાના બાળકો જલ્દી સૂઈ નથી શકતા અને આખી રાત જાગે છે અથવા રડતા રહે છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા રૂમમાં એક જીરો વોટનો પીળા રંગનો નાઈટ લેમ્પ અથવા બલ્બ લગાવી રાખો. આ એ રૂમમાં બહારથી આવનારી નકારાત્મક ઉર્જાને દૂર ભગાડે છે.

- ક્યારેક બાળકોને મકાનમાં કોઈ રૂમમાં એકલા જવાનો ભય લાગે છે, એ રૂમમાં સૂવવાના નામથી જ તેઓ ભયથી કાંપી ઉઠે છે, આવા સમયે બેડ કે પલંગના માથા તરફ (જ્યાં માથુ મૂકીને સૂતા હોય) ના બંને કિનારોમાં તાંબાના તારથી બનેલી સ્ર્પિંગ જેવી કડીઓ નાખી દો. આ કડીઓ નકારાત્મક ઉર્જા દૂર કરે છે. કડીઓને ખૂણામાં નાખવાથી લાભ ઝડપથી થાય છે.

N.D
- જો કોઈ મકાનની છત ઉપર પૂર્વ, ઉત્તર કે પૂર્વાત્તર દિશાઓમાં રૂમ, સ્ટોરરૂમ કે સર્વંટ રૂમ વગેરે બનેલા હોય અને આ ત્રણે દિશાઓ દક્ષિણ-પશ્ચિમના નેઋત્ય ખૂણાથી ઉંચી બનેલી હોય તો આવા મકાન મકાનમાલિકને ક્યારેય સુખ નથી આપતા. મકાનમાલિક કાયમ પરેશાન અને દુ:ખી રહે છે.

આવા મકાનના માલિક પોતાના જીવનમાં કાયમ નોકરીઓ બદલતા રહે છે અથવા વેપારમાં નસીબ અજમાવતા રહે છે. આ સમસ્યાથી મુક્તિ મેળવવા માટે મકાનના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં છત ઉપર એક પાતળો લોખંડનો પાઈપ અને તેના પર પીળી કે લાલ રંગની ધજા લટકાવી દો. જેનાથી દક્ષિણ-પશ્ચિમનો ખૂણો સૌથી ઉંચો થઈ જાય છે.

આ રીતે નાના-મોટા ઘણા ઉપાયો દ્વારા નકારાત્મક ઉર્જાને સકારાત્મક ઉર્જામાં ફેરવી શકાય છે.

રાજકોટથી ક્ષત્રિય આંદોલન પાર્ટ-2 શરૂઃ પદ્મિનીબાની ગેરહારજરીમાં નારી અસ્મિતાના ધર્મરથનું પ્રસ્થાન

Weather updates Gujarat- આકરી ગરમીનો - તાપમાન 40 ડિગ્રીને પાર જવાની શક્યતાઓ

30 વર્ષની વય વટાવી ચૂકેલી ગર્ભવતી મહિલાની સારવાર કરવાની ડોક્ટરે ના પાડી, આવું કારણ આપ્યું, ઓનલાઈન થઈ ચર્ચા

GSEB 12th Result 2024- ગુજરાત બોર્ડનું 12મું પરિણામની તારીખ જાહેર, અહીંથી ચેક કરો

ગેસ ગળતરના 3 શ્રમિકોના મોત, ગૂંગળામણથી બની દુર્ઘટના

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

19 એપ્રિલનુ રાશિફળ - આજે આ રાશિના લોકોના ધારેલા કાર્ય પુરા થશે

18 એપ્રિલનું રાશીફળ - આજે આ જાતકોને બીઝનેસમાં ફાયદો થશે

17 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

16 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

Show comments