Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ : ધારણા અને વાસ્તવિકતા

Webdunia
N.D
ઘર અને ઓફિસની દેખરેખની ચિંતા સૌને હોય છે. મોર્ડન જમાનામાં આ માટે લોકો વાસ્તુ અને ફેગશુઈ પર પૂર્ણ વિશ્વાસ કરે છે અને તે મુજબ ફેરફાર પણ કરે છે. પરંતુ દરેક સારી વસ્તુ સાથે કેટલીક ધારણાઓ જોડાયેલી હોય છે જેને આપણે વહેમ પણ કહીએ છીએ. વાસ્તુમાં પણ એવુ જ છે, તેથી આ ધારણાઓને સમજવુ ખૂબ જરૂરી છે તો જ આપણે આનો સાચા અર્થમાં ઉપયોગ કરી શકીશુ. તો કેટલીક ધારણાઓને કારણે ફાયદાને બદલે નુકશાન પણ થઈ શકે છે. તેથી જ વાસ્તુની સાચી માહિતી વગર કોઈપણ જાતના ફેરફાર કરવા યોગ્ય નથી.

અહી અમે તમને કેટલીક ધારણાઓ અને વાસ્તવિકતા વિશેની માહિતી રજૂ કરીએ છીએ.

ધારણા - વાસ્તુ એવી વિદ્યા છે જેના કારણે સંપત્તિમાં વધારો થાય છે.
વાસ્તવિકત ા - વાસ્તુને ધન સાથે જોડીને જોવુ એકદમ ખોટુ છે. જો કોઈ ઘર વાસ્તુના નિયમો અને સિધ્ધાંતો પર ખરુ ઉતરે તો તે સુખ-શાંતિ, આરોગ્ય અને સમૃધ્ધિથી ભરેલુ રહેશે.

ધારણા - ઘરમાં વાસ્તુશાસ્ત્ર મુજબ સુધાર અને નિર્માણ કરાવી લેવાથી રાતોરાત દરેક વસ્તુ આપણા પક્ષમાં થવા માંડે છે.
વાસ્તવિકત ા - સારી વસ્તુઓની ગતિ ઓછી હોય છે. ઘરનુ વાસ્તુ ઠીક ન હોય તો ખરાબ વાતો પણ એકદમ નથી ઘટતી. દરેક વાતમાં થોડો ઘણો સમય લાગવો સ્વભાવિક છે.

ધારણ ા - વાસ્તુના પુસ્તકોને વાંચીને કોઈ પણ ઘરનુ વાસ્તુ ઠીક થઈ શકે છે.
વાસ્તવિકતા - એક નાનકડો ખોટો ફેરફાર ઘરની ખુશીઓને ગ્રહણ લગાવી શકે છે. તેથી ઘરમાં વાસ્તુ સાથે સંકળાયેલ ફેરફાર કુશળ વાસ્તુ સલાહકારના નિર્દેશનમાં જ કરો.

ધારણા - સસ્તામાં મળતી જૂની નિર્માણ સામગ્રી ઉપયોગમાં કરવામાં કોઈ વાંધો નથી.
વાસ્તવિકત ા - ભવન નિર્માણ દરમિયાન જૂની નિર્માણ સામગ્રી જેવી ઈંટ, બારીઓ, દરવાજાઓ વગેરેનો ઉપયોગ નહી કરવો જોઈએ. આ સામાનમાં જૂના ઘરની તરંગો જોડાયેલી છે. જો તે સકારાત્મક નથી તો નવા ઘરમાં નકારાત્મક પ્રભાવ છોડી શકે છે.

N.D
ધારણ ા - વાસ્તુથી સંબંધિત પરિવર્તન વહેલામાં વહેલી તકે કરી લેવુ જોઈએ.
વાસ્તવિકત ા - આ સત્ય નથી. નવુ નિર્માણ અને સુધારનુ કાર્ય ધીમી ગતિએ અને ઘણા ભાગમાં કરવુ જોઈએ. દરેક સુધારના એકાદ મહિના પછી જ ઘરમાં લગ્ન, બાળકનો જન્મ કે નવા વ્યવસાયની શરૂઆત કરવી જોઈએ. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આની ઉપર પૂરી ગંભીરતાથી ધ્યાન આપવુ જોઈએ. કારણ કે એકવાર ઘરમા કામ શરૂ થયા પછી પરિવારના સભ્યો વચ્ચે થોડા સમય માટે અશાંતિ, ગભરાહટ અને બેચેની ઘર કરી જાય છે.

ધારણા - દક્ષિણ દિશા ખૂબ ખરાબ હોય છે. આ બાજુ માથુ કરીને ન સુવુ જોઈએ.
વાસ્તવિકતા - કોઈ પણ વ્યક્તિને ઉત્તર દિશાની તરફ માથુ કરીને ન સુવુ જોઈએ. ઉત્તર દિશા રક્ત સંચારને પ્રભાવિત કરે છે. શરીરના અંગોમાં રક્ત પર્યાપ્ત સંચરણ ન થવાને કારણે માથાનો દુ:ખાવો, ચિડચિડાપણું અને ઈંસોમેનિયા જેવી મુશ્કેલીઓ માથુ ઉઠાવે છે.

ધારણા - વાસ્તુના સિંધ્ધાંતોને લાગૂ કરવા માટે ઘર કે ઓફિસમાં મૂળભૂત પરિવર્તન કરવુ જરૂરી છે.
વાસ્તવિકત ા - આધારભૂત પરિવર્તન સર્જરી કરવા જેવુ છે, જે સમસ્યાનુ છેલ્લુ સમાધાન છે. નકારાત્મક તરંગોને તંત્ર, મંત્ર, યંત્ર, જાપ અને ફેંગશુઈ દ્વારા નિયંત્રિત કરી શકાય છે.

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

Show comments