Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ અને તમારૂ ઘર- 4

Webdunia
N.D
4. વાયુ

મનુષ્યના જીવનમાં વાયુનું ખુબ જ મહત્વ છે જે શ્વસન ક્રિયાની સાથે સંબંધિત છે. જ્યારે આ સંબંધ વિચ્છેદ થઈ જાય છે ત્યારે મનુષ્યનું જીવન સમાપ્ત થઈ જાય છે. માત્ર પ્રાણીઓ જ નહિ પરંતુ ઝાડ-પાન પણ વાયુ વિના કરમાઈ જાય છે. તેનો અર્થ તે છે કે વાયુનું સંતુલન સુષ્ટીની રચના અને સ્થાયિત્વમાં ઘણું મહત્વનું છે. પૃથ્વી પર વાયુમંડળનો ભાગ લગભગ 400 કિ.મી. છે જેમાં જુદા જુદા પ્રકારના ગેસનું મિશ્રણ છે. માણસના જીવનમાં બે ગેસનું જ ખાસ મહત્વ છે, ઓક્સીજન અને હાઈડ્રોજન. કેમકે આ બંને ગેસ જળનું મુખ્ય કારણ છે અને તેનાથી મનુષ્યનું શરીર સંચાલિત છે. જો આમાં કોઈ પણ પ્રકારની ઉણપ આવી જાય તો મનુષ્યને ચામડી અને લોહીના દબાણ વગેરે જેવા રોગોનો સામનો કરવો પડે છે. મનુષ્યની દરેક ક્રિયામાં ક્યાંક ને ક્યાંક પંચમહાભુતોનું મિશ્રણ અવશ્ય જોવા મળી આવે છે. આ મિશ્રણ અન્ય કોઈ જ ગ્રહ પર નથી તેથી તો જીવન શક્ય નથી થઈ શક્યું. અંતે વાયુ મનુષ્ય માટે અન્ય શક્તિઓની અમુલ્ય ભેટ છે. વાસ્તુ દ્વારા વાયુને આટલી બધી પહેલ એટલા માટે આપવામાં આવી છે કે આ નિર્માણ કાર્યને ઘણી હદ સુધી પ્રભાવિત કરે છે.

5 આકાશ

આકાશ અનંત સીમા અને અથાગ છે. આ ઉર્જાની તીવ્રતા, પ્રકાશ લૌકિક કિરણો, વિદ્યુતીય અને ચુંબકીય શક્તિઓનું પ્રતિક છે. આકાશે પોતાની અંદર એક જ આકાશ ગંગા નહિ પણ કેટલીયે આકાશ ગંગાઓને સમાવેલી છે જેની અંદર આપણા સુર્ય જેવા સેંકડો સુર્ય ચમકી રહ્યાં છે. બધા જ ગ્રહ અને ઉપગ્રહ પોતાની સ્થિતિ અને સમયાનુસાર તેમાં પરિક્રમા કરી રહ્યાં છે. આપણા જીવનમાં સમૃદ્ધિ અને આનંદ લાવવામાં આકાશનું મહત્વપુર્ણ સ્થાન છે.

જો માણસ પોતાના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદ મેળવવા માંગતો હોય તો તેને પંચમહાભુતોને યોગ્ય સન્માન આપવું જોઈએ જેથી કરીને તે પોતાના જીવનમાં આરોગ્યતા, શાંતિ, સમૃદ્ધિ અને ઉન્નતિ મેળવી શકે.
વધુ જુઓ..

જરૂર વાંચો

અંબાજીમાં ભારે વરસાદથી પાણી ભરાયા, ગોંડલ અંડરબ્રિજમાં વાહનો ફસાયા, બનાસકાંઠામાં અનાજ પલડ્યું

પાલનપુરના મદદનીશ ઉદ્યોગ કમિશનરનું અપહરણ કરીને 25 લાખની ખંડણી માંગી

ગુજરાતમાં આગામી બેત્રણ દિવસમાં ભારે વરસાદ પડશે

અમદાવાદમાં BU વિનાના બાંધકામ સામે કાર્યવાહી, પ્લાન પાસ વિનાની પ્રોપર્ટી સીલ થશે

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાંથી મહિલાએ બાળકનું અપહરણ કર્યું, પોલીસ દોડતી થઈ

વધુ જુઓ..

નવીનતમ

Shani Vakri 2024: શનિદેવ 29 જૂનથી શરૂ કરશે વર્કી ચાલ, આગામી 5 મહિનામાં આ રાશિના જાતકોના જીવનમાં વધશે પડકારો

22 જૂનનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર થશે ધન વર્ષા

21 જૂનનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ

20 જૂનનુ રાશિફળ- આજે વૃષભ, કન્યા અને મકર રાશિના લોકો રહેશે ભાગ્યશાળી, જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ

19 જૂનનું રાશિફળ - આજે આ 4 જાતકો પર રહેશે ગણેશજીની કૃપા, તબિયત સાચવવી પડશે

Show comments