માં સરસ્વતીના બાર નામ : ભારતી, સરસ્વતી, શારદા, હંસવાહિની, જગતી, વાગીશ્વરી, કુમુદી, બ્રહ્મચારિણી, બુદ્ધિદાત્રી, વરદાયિની, ચંદ્રકાંતિ વ ભુવનેશ્વરી. આ દિવસે પીળા વસ્ત્ર ધારણ કરી પીળુ ચંદન, પીળા અક્ષત, પીળા ફૂલ, ધૂપ દીપ નૈવેધ, ગંગા જળ પાન, સોપરી, લવિંગ, ઈલાયચી, પીળા વસ્ત્ર, વાદ્ય યંત્ર, પુસ્તકો વગેરેથી સરસ્વતીની પ્રતિમાને ઊંચા આસન પર મુકી પૂજા કરવી જોઈએ અને ઉભા થઈને સરસ્વતીની આરતી કરવી જોઈએ.
આ બાર નામ તમારા અજ્ઞાનનો નાશ કરીને પ્રકાશ તરફ લઈ જાય છે. વસંત પંચમીના અબોધ નક્ષત્રમાં પણ માં સરસ્વતીનુ વિધિપૂર્વક પૂજન કરવાથી ચોક્કસ સફળતા મળે છે. આ દિવસે ભક્તો પર માતાની વિશેષ કૃપા રહે છે.