Webdunia - Bharat's app for daily news and videos

Install App

૭૩ વર્ષના વિઠ્ઠલકાકા ૩૦૦ જેટલા પતંગો ઉડાવશે અને ભારતનું પ્રતિનિધિત્વ કરશે

Webdunia
P.R
વિઠ્ઠલભાઇ છગનભાઇ પટેલ ૫૦૧ પતંગો એક જ દોરી ઉપર ઉડાવવાનો વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે

ગરિમથક સાપુતારા ખાતે આગામી તા.૮મી જાન્યુઆરીના રોજ ૨૬મો ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટીવલ યોજાશે. જેમાં જલાલપોર તાલુકાના સાગરા ગામના વતની એવા ૭૩ વર્ષના ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાયર વિઠ્ઠલ દેલવાડીયા ૨૦૦ થી ૩૦૦ જેટલા પતંગોની ટ્રેન બનાવી ઉડાવશે અને ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે. તેઓ ૫૦૧ પતંગો એક જ દોરી ઉપર ઉડાવવાનો વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે.

જાન્યુઆરી માસની શરૃઆત થતાં જ પતંગ રસીયાઓ આકાશમાં પતંગોની પેચ લડાવવા થનગની ઉઠે છે. આજના યુવાનોને પણ શરમાવે એવા જલાલપોર તાલુકાના સાગરા ગામના ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાયર વિઠ્ઠલભાઇ છગનભાઇ પટેલ (મૂળ દેલવાડા ગામ, તા. જલાલપોર) ૭૩ વર્ષની ઉંમરે પણ આકાશમાં અવના પતંગો ઉડાવી ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટીવલમાં ભાગ લઇ રહ્યા છે. ગીરીમથક સાપુતારા ખાતે આગામી તા.૮-૧-૧૪ના રોજ ગુજરાત ટુરીઝમ વિભાગના ઉપક્રમે ૨૬મો ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટીવલ યોજાનાર છે. જેમાં ૪૨ દેશના પતંગબાજો ભાગ લેવા માટે આવી રહ્યા છે. જેમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ નવસારીના ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાયર વિઠ્ઠલભાઇ દેલવાડીયા કરશે.

નવસારીના જલાલપોર તાલુકાના મૂળ દેલવાડા ગામના વતની પણ વર્ષોથ સાગરા ગામે સ્થાયી થયેલા અને ખેતી કામ કરતા ૭૩ વર્ષીય પતંગબાજ વિઠ્ઠલભાઇ દેલવાડીયાએ અત્યાર સુધીમાં ૨૫ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટીવલમાં ભાગ લઇને ૧૦૦થી વધારે ટ્રોફીઓ અને ૪ જેટલા ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે. વિઠ્ઠલભાઇ દેલવાડીયાએ ૧૨ સે.મી.થી લઇને ૪૨ ફુટ સુધીના અલગ અલગ ૩૧ જેટલી વેરાયટીના પતંગો બનાવ્યા છે. જેમાં સૌથી મોટો ૪૨ ફુટનો બ્લેક કોબ્રા નામનો પતંગ બનાવ્યો હતો. તેમજ ડેલ્ટા કાઇટ, રોલર કાઇટ, બાજ, ટ્રેન ટાઇપ આકર્ષક પતંગો બનાવી આકાશમાં ઉડાવ્યા છે.

પતંગબાજ વિઠ્ઠલભાઇના જણાવ્યા મુજબ એક પતંગ બનાવવાનું કાપડ અને દોરા માટે અંદાજે ૧૦ થી ૧૫ હજાર જેટલો ખર્ચ થાય છે. સાપુતારા ખાતે યોજાનારા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટીવલમાં તેઓ ૨૦૦ થી ૩૦૦ જેટલા પતંગોની ટ્રેન બનાવી ઉડાવશે. તેમજ બે પક્ષી આકાશમાં ભેગા ઉડતા હોય તેવા પતંગો ઉડાવશે. વિઠ્ઠલભાઇએ બનોલા પતંગોને રિમોર્ટથી પણ ઉડાવી શકાશે. પરંતુ તેને કંટ્રોલ કરવું મુશ્કેલી હોય દોરી વડે જ ઉડાવશે. વિઠ્ઠલભાઇને વર્ષ-૨૦૦૦માં અટલ બિહારી બાજપાઇ દ્વારા શ્રમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ વિદેશમાં ન્યુઝીલેન્ડ, બેલ્ડીયમ, નોર્થ આફ્રિકા, નાઇઝીરીયા તેમજ ભારતમાં પણ અનેક રાજ્યોમાં કાઇટ ફેસ્ટીવલમાં ભાગ લઇ ચૂક્યા છે.

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

Show comments